બાળકના જન્મની માઈભક્તે રાખી હતી અંબાજીમાં બાધા, જન્મ થતાં ચાંદીથી તોલ્યો, જાણો લીંબડીના પરિવારની આસ્થા

માંડીસરા પરિવાર તરફથી માગશર વદ સાતમના દિવસે નવચંડી યજ્ઞ યોજાય છે. મંદીર પરિસરમાં છેલ્લાં 20 વર્ષથી પરીવાર દ્વારા નવચંડી યજ્ઞ યોજાય છે. 
 

બાળકના જન્મની માઈભક્તે રાખી હતી અંબાજીમાં બાધા, જન્મ થતાં ચાંદીથી તોલ્યો, જાણો લીંબડીના પરિવારની આસ્થા

Ambaji Temple: જગવિખ્યાતમાં અંબાના ધામમાં દરરોજ હજારો ભક્તો માં અંબાના દર્શને આવતા હોય છે અને પોતાની મનોકામનાઓ પૂર્ણ થતા તેઓ માતાજીના ચરણોમાં દાન ધરતા હોય છે અનેક વખત માતાજીના ચરણોમાં સોનાનું દાન ભક્તોએ ધર્યું છે. જેમાં વધુ એક માઈ ભક્તે મા અંબાના ચરણોમાં ચાંદી અર્પણ કર્યુ છે.

વિશ્વમાં વસતા કરોડો માઈભક્તો માં અંબામાં અનેરી આસ્થા ધરાવે છે જેના કારણે તેઓ દિલ ખોલીને માતાજીને સોનાનું દાન આપે છે ત્યારે એક માઇભક્ત દ્વારા ખેડબ્રહ્મા અંબાજી માતાજીના ચરણોમાં 5.800 ગ્રામ ચાંદી અર્પણ કરાઈ છે. બીજા બાળકના જન્મની ભક્તે બાધા રાખી હતી, ત્યારે બાળકને ચાંદીથી તોલીને બાધા પુર્ણ કરાઈ હતી. લીંબડીના મુકેશભાઈના પુત્ર દિપ મોડેસરાને બીજા બાળકનો જન્મ થતા રજતતુલા કરાઈ હતી. લીંબડીના મોડેસરા પરિવારને માતાજી પર અપાર શ્રદ્ધા છે અને જેને લઈ અનેકવાર હવન અને પુજા પણ કરતા હોય છે.

સાબરકાંઠાના અંબાજી મંદિરમાં માઈભક્તે 5 કિલો 800 ગ્રામ ચાંદી ચડાવી છે. 5 લાખથી વધુની ચાંદી માતાજીના ચરણોમાં અર્પણ કરી હતી. દીકરાનો જન્મ થતા પરિવારે ચાંદીમાં દીકરાને તોલી પરિવારે અંબિકા માતાના મંદિરે માનતા કરી પૂર્ણ હતી. લીંબડી ગામનાં મુકેશ માંડેસરા દ્વારા પોતાના પૌત્રના જન્મને લઈ ચાંદીમાં તોલયો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news