આજથી 7 મહિના બંધ રહેશે અમદાવાદનો આ બ્રિજ, આ વાહનો નહિ કરી શકે અવરજવર
Ahmedabad Shashtri Bridge Closed : અમદાવાદ શહેર પોલીસે જાહેરનામું બહાર પાડ્યું. શાસ્ત્રી બ્રિજ પર ભારે વાહનોની અવરજવર બંધ રહેશે. 9 ઓગસ્ટથી 8 ફેબ્રુઆરી 2026 સુધી પ્રતિબંધ મકાયો
Trending Photos
Ahmedabad News : નેશનલ હાઈવે અને અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવેને અમદાવાદ સાથે જોડતો શાસ્ત્રી બ્રિજ આજથી 7 મહિના સુધી બંધ રહેશે. વિશાલા ખાતે આવેલ શાસ્ત્રી બ્રિજ પર ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકાયો છે. પોલીસ વિભાગે જાહેરનામુ બહાર પાડીને ભારે વાહનોના અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
આજથી ફેબ્રુઆરી સુધી પ્રતિબંધ
જાહેરનામા મુજબ, 9 ઓગસ્ટની રાતથી 8 ફેબ્રુઆરી 2026 સુધી પ્રતિબંધ મુકાયો છે. આજથી શાસ્ત્રી બ્રિજ પર ભારે વાહનો અને પેસેન્જર વાહન બ્રિજ ઉપર આવજ નહીં કરી શકે. શાસ્ત્રી બ્રિજ ઉપર પ્રતિબંધ મુકાતા ડાયવર્ટ કરાયેલા રૂટ ઉપરથી ભારે વાહન અને પેસેન્જર વાહનોએ આવવા-જવાનું રહેશે.
અમદાવાદ શહેર પોલીસે બહાર પાડ્યું જાહેરનામું છે. શાસ્ત્રી બ્રિજ પર ભારે વાહનોની અવરજવર આજથી બંધ રહેશે. 9 ઓગસ્ટથી 8 ફેબ્રુઆરી 2026 સુધી પ્રતિબંધ મૂકાયો છે. ડાયવર્ટ રૂટ ઉપરથી ભારે વાહનો અવરજવર કરી શકશે.
વૈકલ્પિક માર્ગની વિગત
૧. લાંભા જશોદાનગર તથા બરોડા એક્સપ્રેસ વે તરફથી આવતો ટ્રાફિક પીરાણા જંકશનથી જમણી બાજુ વળી પીરાણા ડમ્પીંગ યાર્ડ થઈ કેલિકો મીલ બહેરામપુરા ચાર રસ્તા થઈ ડાબી બાજુ વળી ડોક્ટર બાબા સાહેબ આંબેડકર બ્રિજ થઈ અંજલી ચાર રસ્તા થઈ ડાબી બાજુ વાસણા વિશાલા વાળા માર્ગે જઈ શકશે.
૨. સરખેજ જુહાપુરા તરફથી આવતો ટ્રાફિક વાસણા રોડ અંજલી ચાર રસ્તા થઈ જમણીબાજુ વળી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર બ્રિજ થઈ બહેરામપુરા ચાર રસ્તા કેલિકો મિલથી જમણી બાજુ વળી પીરાણા ડમ્પીંગ યાર્ડ થઈ પીરાણા જંકશન થઈ મુખ્ય માર્ગ ઉપર જશોદાનગર લાંભા બરોડા એક્સપ્રેસ રોડ તરફ જઈ શકશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે