ગુજરાતના આ શહેરમાં આજ રાતથી નહિ દોડે રીક્ષા, ચાલકો હડતાળ પર ઉતર્યા
Ahmedabad Rickshaw Drivers Strike : અમદાવાદ પોલીસ દ્વારા રીક્ષાઓ ડીટેઈન કરવાની કામગીરી સામે રીક્ષાચાલકોનો રોષ, વિરોધમાં એક દિવસની હડતાળ પર ઉતરશે
Trending Photos
Ahmedabad News : આજે રાત્રે 12 વાગ્યાના ટકોરે અમદાવાદમાં રીક્ષાના પૈડા થંભી જશે. કારણ કે, અમદાવાદના રીક્ષા ચાલકો આવતીકાલે 22 જુલાઈના રોજ એક દિવસની હડતાળ પર ઉતરી જવાના છે.
અમદાવાદ રીક્ષા ચાલક રોજગાર બચાવો આંદોલન દ્વારા હડતાળની જાહેરાત કરાઈ છે. શહેર પોલીસ દ્વારા રીક્ષાઓ ડીટેઇન કરવાની કાર્યવાહી સામે રીક્ષા ચાલકોમાં રોષ વ્યાપી નીક્યો છે. પોલીસ માત્ર રીક્ષા ચાલકો સામેજ કાર્યવાહી કરતી હોવાનો રીક્ષા ચાલક યુનિયનનો આક્ષેપ છે. રીક્ષાચાલકોનું કહેવું છે કે, ટેક્સી ડમ્પર બાઇક ટ્રાવેલ્સ સામે પોલીસ કોઈ કાર્યવાહી નથી કરતી.
સાથે જ પોલીસે પકડેલી રીક્ષા કોઇ પણ પ્રકારના દંડ વિના છોડી દેવાની માંગ યુનિયન દ્વારા કરવામાં આવી છે. અમદાવાદમાં અલગ અલગ 9 એસોસિયેશન અને યુનિયન હડતાળમાં જોડાશે. અમદાવાદ રીક્ષા ચાલક રોજગાર બચાવો આંદોલન દ્વારા પોલીસ કમીશનરને આ અંગે આવેદનપત્ર સોંપ્યુ છે.
હડતાળને પગલે સમગ્ર અમદાવદા શહેરમાં 2 લાખ 10 હજાર રીક્ષાના પૈડા થંભી થશે. એક રીક્ષા સરેરાશ 15 મુસાફરોની અવરજવર રહે છે. અંદાજે ૩૦ લાખથી વધારે મુસાફરો રીક્ષાનો દિવસ દરમિયાન ઉપયોગ કરે છે. ત્યારે આવતીકાલે રીક્ષામાં મુસાફરી કરનારા લોકોને હાલાકીનો સામનો કરવો પડશે.
ગત વર્ષે પણ જુલાઈમાં જ રીક્ષાચાલકો હડતાળ પર ઉતર્યા હતા
ગત વર્ષે અમદાવાદ શહેરનાં રીક્ષા ચાલકો દ્વારા ઓનલાઈન એપ્લીકેશનનાં માધ્યમથી ચાલતા સફેદ નંબર પ્લેટ ધરાવતા ટુ વ્હીલરને બંધ કરાવવા માટે અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ નિર્ણય ન આવતા આજે રીક્ષા તેમજ ટેક્સી ચાલકો હડતાળ પર ઉતર્યા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે