અંબાલાલ પટેલની ભવિષ્યવાણી : માર્ચમાં ગ્રહો એવી ચાલ બદલશે કે વાતાવરણમાં મોટી ઉથલપાથલ થશે

Ambalal Patel Prediction : માર્ચ મહિનામાં ગ્રહોની સ્થિતિમાં મોટો ફેરફાર થવાનો છે... જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે માર્ચ મહિનામાં આકરા ઉનાળાની આગાહી કરી દીધી છે 
 

અંબાલાલ પટેલની ભવિષ્યવાણી : માર્ચમાં ગ્રહો એવી ચાલ બદલશે કે વાતાવરણમાં મોટી ઉથલપાથલ થશે

Gujarat Weather Forecast : ધોમ ધકતા ગરમીના દિવસો આવી ગયા છે. માર્ચ મહિનો શરૂ થતા જ તાપમાનનો પારો ઉંચે જતો જતો જાય છે. પરંતું પહેલીવાર માર્ચ મહિનામાં વાતાવરણમાં મોટો પલટો જોવા મળ્યો છે. માર્ચ મહિનામાં ગ્રહોની ચાલ એવી રીતે બદલાશે કે બધું ઉથલપાથલ થઈ જશે. આ વચ્ચે નક્ષત્રો કેવી રીતે ચાલ ચાલશે તે જોઈને ઉનાળાને લઇ આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી કરી છે. 

અંબાલાલ પટેલે ભવિષ્યવાણી કરતા કહ્યુ કે, બુધ અને શુક્ર મીન રાશિમાં હોવાથી દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં હિમવર્ષા થશે. જેના કારણે 7 માર્ચ સુધી ગુજરાતમાં મહત્તમ તાપમાન ઘટશે. ઉત્તર ગુજરાતમાં મહત્તમ તાપમાન 34 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા છે. પરંતું 7 માર્ચ બાદ ગરમીમાં વધારો થશે. 

ambalal_agahi.jpg

તેમણે આગળ કહ્યુ કે, 7 માર્ચ બાદ ઉત્તર ગુજરાતમાં 38-39 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે. તો મધ્ય ગુજરાતમાં ગરમીનો પારો 40-41 ડિગ્રી સુધી પહોંચી જઈ શકે છે. પરંતું આ બાદ ગુજરાતના વાતાવરણમાં ફરી એકવાર મોટો પલટો આવવાનો છે. અંબાલાલ પટેલે તારીખ સાથે આગાહી કરતા કહ્યું કે, 8 -12 માર્ચ સુધી પશ્ચિમી વિક્ષોભ થતા ગુજરાતમાં વાદળવાયુ આવતા ગરમી વધશે. માર્ચ મહિનામાં વારંવાર પશ્ચિમી વિક્ષોભ આવતા ગરમીમાં વધઘટ યથાવત રહેશે.

આગળ જણાવ્યું કે, 29 માર્ચે સૂર્ય, ચંદ્ર અને શનિનો યોગ થતા આકરી ગરમી પાડતા મહત્તમ તાપમાન 42 ડિગ્રીને પાર કરી જવાની શક્યતા છે. આ વર્ષે કાળઝાળ ગરમી પડવાની પણ શક્યતા દેખાય છે. 26 એપ્રિલ બાદ મહત્તમ તાપમાન 45 ડિગ્રીને પાર જવાની આગાહી છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news