Video: પ્લેન ક્રેશ સમયે જીવ બચાવવા ત્રીજા માળેથી ડોક્ટરોએ લગાવી છલાંગ, હોસ્ટેલનો વીડિયો વાયરલ
અમદાવાદમાં થયેલા પ્લેન ક્રેશ સમયનો એક વીડિયો સામે આવ્યો છે. બીજે મેડિકલ કોલેજ હોસ્ટેલમાં વિમાન ક્રેશ બાદ જીવ બચાવવા ડોક્ટરોએ ત્રીજા માળેથી છલાંગ લગાવી હતી.
Trending Photos
અમદાવાદઃ 12 જૂને એર ઈન્ડિયાનું અમદાવાદથી લંડન જઈ રહેલું વિમાન એરપોર્ટ પરથી ટેકઓફ થયા બાદ મેઘાણીનગરમાં બીજે મેડિકલ કોલેજની હોસ્ટેલ પર ક્રેશ થયું હતું. આ વિમાનમાં સવાર 241 મુસાફરોના મોત થયા હતા. જ્યારે વિમાન જે જગ્યાએ ક્રેશ થયું ત્યાં પણ 30 જેટલા લોકોના મોત થયા હતા. આ વિમાન દુર્ઘટના સમયનો એક વીડિયો હવે વાયરલ થયો છે.
બીજે મેડિકલ કોલેજનો વીડિયો થયો વાયરલ
12 જૂને જ્યારે એર ઈન્ડિયાનું વિમાન બીજે મેડિકલ કોલેજની હોસ્ટેલ પર ક્રેશ થયું આ સમયે અનેક ડોક્ટરો-વિદ્યાર્થીઓ ત્યાં હાજર હતા. હવે 12 જૂનનો એક વીડિયો સામે આવ્યો છે. આ વિમાન દુર્ઘટના થઈ ત્યારે જીવ બચાવવા માટે ડોક્ટરો ભાગ્યા હતા. એક મહિલા ડોક્ટર જાળી પકડી નીચે ઉતરી હતી. આ દરમિયાન ઘણા લોકોને ઈજા પણ પહોંચી હતી.
જીવ બચાવવા માટે બાલ્કનીમાંથી વિદ્યાર્થીઓએ લગાવી છલાંગ, જુઓ અમદાવાદ પ્લેન ક્રેશ બાદનો નવો વીડિયો#AhmedabadPlaneCrash #AirIndiaPlaneCrash #ahmedabad #AirIndia #Gujarat #planecrashtragedy #AhmedabadTragedy #viralvideo #ZEE24KALAK pic.twitter.com/yTpKVHTy8b
— Zee 24 Kalak (@Zee24Kalak) June 17, 2025
સામે આવેલા વીડિયોમાં જોઈ શકાય છે કે અતુલ્યમ હોસ્ટેલના એક ભાગમાં આગ લાગેલી છે. બીજીતરફ એક યુવતી અને બે પુરૂષો રૂમની બારીમાં ઉભા છે. આ દરમિયાન એક યુવતી બારીની રેલિંગ કૂદે છે અને જાળી પકડી નીચે ઉતરે છે. જ્યારે એક યુવક બારીની રેલિંગમાં ચાદર બાંધીને નીચે ઉતરે છે. આ ભયાનક દુર્ઘટના સમયે જીવ બચાવવા ડોક્ટરોએ છલાંગ લગાવી હતી.
નોંધનીય છે કે 12 જૂને જ્યારે એર ઈન્ડિયાનું વિમાન ક્રેશ થયું ત્યારે હોસ્ટેલમાં 50 જેટલા ડોક્ટરો હાજર હતા. આ ઘટનામાં હોસ્ટેલમાં રહેતા ડોક્ટરો ઈજાગ્રસ્ત પણ થયા છે. જ્યારે કેટલાક ડોક્ટરોના મોત પણ થયા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે