કેવી રીતે થશે આવક બમણી ? ગુજરાતના દરેક ખેડૂતના માથે છે રૂપિયા 56 હજારનું દેવું
Gujarat Farmers : ખેડૂતોને અન્નદાતા માનવામાં આવે છે. ખેડૂતોની આવક વધારવા માટે સરકાર અનેક કૃષિલક્ષી યોજનાઓ ચલાવે છે, તેમ છતાં ખેડૂત દેવાદાર બનતો જઈ રહ્યો છે. ગુજરાતના દરેક ખેડૂતના માથે રૂપિયા 50 હજારથી વધુનું દેવું છે.
Trending Photos
Gujarat Farmers : સરકાર ખેડૂતોની આવક ડબલ કરવાની વાતો કરે છે, પરંતુ દેશમાં ખેડૂતો દેવાદાર બની રહ્યા છે. ખેડૂતોની આવક ડબલ કરવાની વાતો વચ્ચે ગુજરાતમાં ખેડૂતોનું દેવું ડબલ થઈ રહ્યું છે. ગુજરાતમાં ખેડૂતોની આર્થિક રીતે બેહાલ થયા છે કેમકે હવે ખેતી કરવી મોંઘી બની છે. તાજેતરમાં લોકસભામાં રજૂ કરાયેલા રિપોર્ટ મુજબ ગુજરાતના દરેક ખેડૂતના માથે 56,568 રૂપિયાનું દેવું છે.
ખેડૂતોના લીધે જ દેશમાં ધાન પાકે છે જેનાથી લોકોને પેટ ભરાય છે. પરંતુ આ પાક કે ઉપજના જો પુરતા ભાવ ના મળે તો ખેડૂત કેવી રીતે સમૃદ્ધ બને. ખાતર, જંતુનાશક દવાથી માંડીને ખેતમજુરીના ભાવો વધ્યા છે. સિઝનમાં અથાગ મહેનત કર્યા પછી પણ જે પાક ઉત્પાદન થાય તે બજાર કે એપીએમસીમાં પહોંચે ત્યારે ખેડૂતોને પૂરતા ભાવ મળતા નથી.
ગુજરાતમાં ખેડૂતોની આવક વધારવા માટે સરકારે અનેક કૃષિલક્ષી યોજનાઓ બનાવી છે. છતાંય હજુ ખેડૂતોની આર્થિક સ્થિતીમાં સુધારો થયો નથી. ગુજરાતના પ્રત્યેક ખેડૂત પર સરેરાશ 56 હજારનું દેવું છે. ગુજરાતની સરખામણીમાં બીજા રાજ્યોમાં ખેડૂતોનું દેવુ ઓછું છે.
ખેડૂતો બેંકોમાંથી લોન લેવા મજબૂર
સરકારે ખેડૂતો માટે અનેક યોજનાઓ બનાવી છે. આ યોજનાઓથી ગુજરાતના ખેડૂતોની આવક વધી હોવાનો સરકાર દાવો કરે છે. પરંતુ હકીકત એ છે કે ગુજરાતના ખેડૂતો દેવાદાર બની રહ્યા છે. ખેડૂતોની આવક બમણી થશે તેવી વાતો વચ્ચે બેંકોમાં ખેડૂતો લોન લેવા મજબૂર બન્યા છે. હવે ખેડૂતો માટે ખેતી કરવી મોંઘી પડી રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે