પાપાની પરીએ પિતાને ગુનાખોરીમાં કરી મદદ, પોલીસે કરી બંનેની ધરપકડ

કહેવાય છે કે પિતા તેના સંતાન માટે રોલમોડલ હોય છે, પરંતુ સંતાનો પોતાના પિતાના ખોટા કામના રવાડે ચડે તો મુશ્કેલી થતી હોય છે. આવી એક ઘટના અમદાવાદમાં બની છે. 
 

 પાપાની પરીએ પિતાને ગુનાખોરીમાં કરી મદદ, પોલીસે કરી બંનેની ધરપકડ

દર્શલ રાવલ, અમદાવાદઃ પિતાના નક્શે કદમ પર ચાલીને દીકરો હોય કે દીકરી... પોતાના ભવિષ્યને ઉજ્જવળ બનાવવાનો પ્રયત્ન કરતા હોય છે.  પરંતુ અપરાધ જગતની એક એવી ઘટના જે તમને ચોંકાવી દેશે. જેમાં પિતાના તાલ સાથે તાલ મિલાવતા દીકરીને મળી કાયદાકીય સજા મળી છે. કોણ છે આ પિતા-પુત્રી... કેમ દીકરીએ પિતા સાથે અપનાવ્યો ગુનાખોરીનો માર્ગ... અમે તમને વિસ્તારથી જણાવીશું.

પોલીસ જાપ્તામાં આવેલા આ બંને આરોપીઓનું નામ માલાભાઈ દેવીપૂજક અને ઉમા ઉર્ફે ઉર્મિલા દેવીપૂજક છે. બંને સંબંધમાં પિતા અને પુત્રી છે. પરંતું કામ ગુનાખોરીનું કરવાનું છે. બંને આરોપીની અમદાવાદની મણિનગર પોલીસે ધરપકડ કરી છે. પિતા-પુત્રીએ અમદાવાદના મણિનગર સ્થિત સ્વામિનારાયણ મંદિર પાસે આવેલા ઘનશ્યામ ભુવન બંગલો ખાતેથી ચોરી કરી હતી. જેમાં 67 હજાર રોકડ, ચાંદીની 3 વાટકી, ચાંદીના 2 ગ્લાસ, ચાંદીના 5 સિક્કા, સોનાનું મંગળસૂત્ર અને સોનાની વીંટી ચોરી હતી. મળી કુલ 1.11 લાખના મુદ્દામાલની ચોરીને અંજામ આપીને નાસી છુટ્યા હતા...જે અંગે અનિલ ભાવસારે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

ચોરીની ફરિયાદના આધારે મણિનગર પોલીસ ઝીણવટભરી તપાસનો આરંભ કર્યો હતો. ચોર પિતા-પુત્રીની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો.. જેની માહિતી ACP પ્રદીપસિંહ જાડેજાએ આપી હતી.

સાથે જ જાણવા મળ્યું કે આરોપી લાખાભાઈ દેવીપૂજક અગાઉ ઘરફોડ ચોરીના 17 ગુનામાં સંડોવાયેલા છે.. લાખાભાઈ દેવીપૂજક વિરુદ્ધ નરોડા, પાટણ, થરાદ, આદીપુર, ગાંધીધામ, અડાલજ, ગાંધીનગરના સેક્ટર-7, રાજકોટના ગાંધીગ્રામ, ધ્રાંગધ્રા સહિત આશરે 10 પોલીસ મથકોમાં ઘરફોડ ચોરીના ગુના નોંધાયેલા છે.. અને તે મામલે તેની ધરપકડ પણ થઈ ચૂકી છે...સાથે જ રાજકોટ શહેરમાં પાસા હેઠળ જેલની હવા પણ ખાઈ ચૂક્યો છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news