બગલમા છોકરું ને ગામમાં ઢિંઢોરો જેવો ઘાટ! આપના નેતા નીકળ્યા સરકારી અનાજનો અસલી ચોર
Gopal Italia Protest : વિસાવદરમાં સરકારની અનાજમાં ગોટાળા અંગે કરેલ આંદોલનનો મામલો ગરમાયો છે. અનાજ ગોટાળા અંગે ભાજપે આમ આદમી પાર્ટી પર વળતા આક્ષેપ કર્યા છે. સરકારી અનાજના ચોર આમ આદમી પાર્ટીના નેતા જ નીકળ્યા હોવાનું ભાજપે આક્ષેપ કર્યો
Trending Photos
Junagadh News :જેતલવાડ અનાજ સગેવગે થતો હોવાનો આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ આક્ષેપ કર્યો હતો. જેમાં અમરેલી જિલ્લાના આપના સહ મંત્રી રજાકભાઈ પરમાર જ ચોર નીકળ્યા છે. રજાકભાઈ પરમાર ગોપાલ ઈટાલિયાના પ્રચારમાં પણ સામેલ હતા. રજાકભાઈ પરમાર પાસેથી 3 લાખ 40 હજારની કિંમતનો જથ્થો પકડાયો છે. મહત્વનું છે કે ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા અનાજ સગેવગે થતો હોવાનો આક્ષેપ કર્યો હતો પરંતુ તેમના જ નેતા ચોર નીકળ્યા છે...
ગોપાલ ઈટાલિયા દ્વારા વિસાવદર ખાતે અનાજ ગોટાળા અંગે કરેલ આંદોલનનો મામલે ભાજપના પ્રવક્તા યજ્ઞેશ દવેએ જણાવ્યું કે, સરકારી અનાજ ચોર આમ આદમી પાર્ટીના જ નેતા નીકળ્યા છે. જેતલવાડ અનાજ સગેવગે થતો હોવાનો ગોપાલ ઈટાલિયાએ આક્ષેપ કર્યો હતો. સરકારે અનાજ ચોરીની તપાસ કરતા અનાજ ચોર આપના નેતા નીકળ્યા. અનાજ ચોર રજાકભાઈ જુસાભાઈ પરમાર છે. જે અમરેલી જિલ્લાના આપના સહ મંત્રી છે. રજાકભાઈ પરમાર ગોપાલ ઈટાલિયા સાથે જ ફરે છે. ગોપાલ ઈટાલિયાના ચૂંટણી પ્રચારમાં પણ રજાકભાઈ સાથે હતા. રજાકભાઈ પરમાર પાસેથી 3 લાખ 40 હજારની કિંમતનો જથ્થો પકડાયો છે.
તારીખ 1 ઓગસ્ટના રોજ વિસાવદર પોલીસ સ્ટેશન ખાતે ગોપાલ ઇટાલિયા (વિસાવદર ધારાસભ્ય) અનાજના ગોટાળા બાબતે ગુનો દાખલ કરવાની માંગ સાથે ધરણા પર બેસ્યા હતા. જે સસ્તા અનાજની દુકાનો છે તે ભાજપના લોકો દ્વારા ચલાવવામાં આવે છે તથા તંત્ર પણ સામેલ છે તેવા આક્ષેપ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ મામલતદાર દ્વારા તપાસ આપવાની ખાતરી આપતા ધરણા પૂર્ણ કરવામાં આવ્યા હતા. મામલતદાર દ્વારા જેની વિરુદ્ધ આક્ષેપ કરવામાં આવેલ હતા તેવી દુકાનો ખાતે તપાસ કરવામાં આવી હતી. તારીખ 5 ઓગસ્ટના રોજ વિસાવદર તાલુકાના જેતલવડ ખાતે તંત્ર તપાસ કરવા ટીમ પહોંચી હતી. જે દરમિયાન આમ આદમી પાર્ટીના પ્રમુખ હરેશસાવલિયા પોતાના facebook એકાઉન્ટ Haresh savaliya થી લાઈવ થયા હતા. જેતલવડ ગામની અનાજની દુકાનનું લાઇસન્સ જે વ્યક્તિના નામે હતું તેણે તેનો તમામ જથ્થો આમ આદમી પાર્ટીના વિસાવદર તાલુકા આમ આદમી પાર્ટી મંત્રી રજાકભાઈ જુસફભાઈ પરમારના ઘરે રાખવામાં આવ્યું હતું. જ્યાં આમ આદમી પાર્ટીના કાર્યકરો ગયા હતા. જ્યાં 48 જેટલા અનાજના કટ્ટાનો સ્ટોક આમ આદમી પાર્ટીના કાર્યકરના ઘરેથી મળેલ હતો
સરકારી અનાજમાં કાળાબજારી કર્યા આક્ષેપો
આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ મનરેગામાં ચાલતા ભ્રષ્ટાચાર બાદ હવે સરકારી અનાજમાં થઈ રહેલી કાળાબજારીનો મુદ્દો ઉપાડ્યો છે. ત્યારે તેમણે અનાજ માફિયાઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવા માટે પોલીસ સ્ટેશન બહાર મોરચો માંડ્યો હતો. સરકારી અનાજના થઈ રહેલા કાળાબજાર મામલે ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ વિસાવદર પોલીસ સ્ટેશને 1 ઓગસ્ટના રોજ રાતે ધામા નાંખ્યા હતા. ઈટાલિાયએ અનાજ માફિયાઓ સામે ગુનો નોંધવાની માગ કરી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે