29 માર્ચથી 5 એપ્રિલ સુધી ગુજરાતનું વાતાવરણ પલટાશે, એકાએક પલટાઈ ગઈ આગાહી
Ambalal Patel And Paresh Goswami Weather Forecast : ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે માવઠાની હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી... 31 માર્ચથી 5 એપ્રિલ વચ્ચે સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં પડી શકે છે કમોસમી વરસાદ
Trending Photos
Gujarat Weather Forecast : ફરી એકવાર ગુજરાતનું વાતાવરણ પલટાવા જઈ રહ્યુ છે. કાળઝાળ ગરમી વચ્ચે લોકોને રાહત મળવાની છે. 29 માર્ચથી 5 એપ્રિલ દરમિયાન ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી છે. આ આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીએ કરી છે.
હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું કે, આણંદમાં આજે યેલો અલર્ટ સાથે હિટવેવની આગાહી છે. પશ્ચિમથી ઉત્તર પશ્ચિમ તરફ પવનની દિશા રહી છે. જેથી આગામી ત્રણ દિવસ તાપમાનમાં 2 થી ત્રણ ડિગ્રીનો ઘટાડો થશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતના અનેક શહેરોના તાપમાનના ઘટશે. ત્યાર બાદ ફરી તાપમાન ઊંચું જશે. અમદાવાદ અને ગાંધીનગરમાં 40 ડિગ્રી તાપમાન નોંધાયું. તો રાજ્યમાં સૌથી વધ્યા આણંદમાં 41 ડિગ્રી તાપમાન રહ્યું છે.
ક્યાં શહેરમાં ત્રાટક્શે માવઠું
30 માર્ચ
કચ્છ અને પાટણમાં પડશે વરસાદ
30 માર્ચ-
બનાસકાંઠા અને મહેસાણામાં આવશે માવઠું
31 માર્ચ
સુરેન્દ્રનગર અને અમદાવાદમાં ત્રાટક્શે વરસાદ
31 માર્ચ
સાબરકાંઠા અને વડોદરામાં પડશે વરસાદ
31 માર્ચ
ભરૂચ , આણંદ અને પંચમહાલમાં વરસાદની શક્યતા
1 એપ્રિલ
ભાવનગર અને ખેડામાં કમોસમી વરસાદ પડશે
1 એપ્રિલ
આણંદ અને નર્મદામાં વરસાદની શક્યતા
1 એપ્રિલ
દાહોદ અને મહીસાગરમાં વરસાદ પડશે
1 એપ્રિલ
છોટાઉદેપુર અને અરવલ્લીમાં પડશે વરસાદ
29 માર્ચથી પલટો આવશે
એપ્રિલ મહિનાની શરૂઆતમાં હવામાનમાં પલટો આવશે. 29 માર્ચથી એપ્રિલના શરૂઆત સુધીમાં ઉત્તર પૂર્વ ગુજરાત, કચ્છના ભાગોમાં છાંટા પડવાની શક્યતાઓ રહેશે. મધ્ય પ્રદેશના અને ગુજરાતના નજીકના ભાગો અને દક્ષિણ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ અને ક્યાંક છાંટા પડવાની શક્યતા છે. 19 એપ્રિલથી ફરી હવામાનમાં પલટો આવી શકે અને વાદળછાયું વાતાવરણ આવી શકે છે. 20 એપ્રિલથી ગરમી વધતી જાય અને 26 એપ્રિલથી કાળજાળ ગરમી પડવાની શરૂ થઇ શકે છે. ગુજરાતના ભાગમાં 42થી 45 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતાઓ છે.
માર્ચ કરતા વધુ ગરમી એપ્રિલમાં પડશે
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે માર્ચ મહિનામાં ગુજરાતનું વાતાવરણ બદલાતું રહે તેવી શક્યતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, 20 એપ્રિલથી ગરમી વધુ ગરમી પડવાની શક્યતા છે. 26 મે સુધી આંધી વંટોળની શક્યતા દેખાઈ રહી છે. તો આ વર્ષે અમદાવાદ, વડોદરા, પંચમહાલમાં આકરી ગરમીની શક્યતા છે. આ વર્ષે દક્ષિણ ગુજરાતમાં પણ ગરમી વધશે. કચ્છમાં પવન સાથે ગરમી પડવાની શક્યતા છે. તો ચોમાસા અંગે હોળીની જ્વાળાનું અવલોકન કરીને આગામી સમય માટે મોટી આગાહીઓ કરી છે. તેમના મતે આવનારું ચોમાસું નબળું રહેવાની શક્યતા છે, જે ખેડૂતો અને સામાન્ય નાગરિકો માટે ચિંતાજનક સમાચાર છે. અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, "આગામી ચોમાસું 8થી 10 આની રહેશે, જે સામાન્ય કરતાં ઓછું ગણી શકાય. જૂન મહિનામાં વાવાઝોડાની શક્યતા રહેલી છે, જે ચોમાસાની શરૂઆતને અસર કરી શકે છે. એટલું જ નહીં, ચોમાસા દરમિયાન વારંવાર લો પ્રેશર ઉદ્ભવશે, જેના કારણે વરસાદની અનિયમિતતા જોવા મળી શકે છે. 15મી માર્ચથી ગરમીમાં થોડી રાહત અનુભવાશે, પરંતુ એપ્રિલ મહિનામાં લોકોએ અસહ્ય ગરમીનો સામનો કરવા માટે તૈયાર રહેવું પડશે. ગરમીનો પારો ખૂબ ઊંચો જવાની સંભાવના છે.
પરેશ ગોસ્વામીની આગાહી
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ કહ્યું કે, હવે તાપમાનમા ઘટાડો થશે, 25 તારીખે એક ડિગ્રી જેટલો ઘટાડો નોંધાશે. જ્યારે કે, 26 અને 27 માર્ચે ગુજરાતના વાતાવરણમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના છે. 28 તારીખ બાદ તાપમાનમા વધારો જોવા મળશે. 28 થી 31 માર્ચ ઉચા તાપમાનમાં નોંધપાત્ર વધારો થશે. ગુજરાતમાં આવી રહેલા વાતાવરણના પલટા વચ્ચે પરેશ ગોસ્વામીએ કમોસમી વરસાદની આગાહી કરી છે. તેમણે કહ્યું કે, ગુજરાતના અમુક વિસ્તારમાં માવઠાની શક્યતા છે. 31 માર્ચથી 5 એપ્રિલ વચ્ચે માવઠાની શક્યતા છે. જેમાં ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્રમાં માવઠાની શક્યતા છે. માવઠાને લઈને હજુ આગામી દિવસો વધારે સ્પષ્ટતા થશે કે આવશે કે નહિં.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે