અમદાવાદમાં અંગ દઝાડતી ગરમી સામે શહેરીજનો કેવી રીતે મેળવશે રાહત? AMCના હિટ એક્શન પ્લાનનો ફિયાસ્કો

મેટ્રો સિટી અમદાવાદની કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આ દરમિયાન હવે AMCના હિટ એક્શન પ્લાનનો ફિયાસ્કો થયો હોવાની સ્થિતિ બની છે. 

અમદાવાદમાં અંગ દઝાડતી ગરમી સામે શહેરીજનો કેવી રીતે મેળવશે રાહત? AMCના હિટ એક્શન પ્લાનનો ફિયાસ્કો

Ahmdabad News: શહેરમાં અંગ દઝાડતી ગરમી પડી રહી છે. જે ગરમીથી બચવા લોકો ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે. તો  ગરમી ની અસર લોકોને ન થાય માટે amc હિટ એક્શન પ્લાન બનાવતું હોય છે. જોકે આ વર્ષે ગરમી વહેલા આવી અને હજુ હિટ એક્શન પ્લાનના કોઈ ઠેકાણા નથી. હવામાન વિભાગની આગાહી પ્રમાણે અમદાવાદ સહિત રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે. અમદાવાદમાં ગરમીનો પારો 41 ડિગ્રી પર પહોંચ્યો છે. શહેરમાં અસહય ગરમીથી બચવા લોકો ઠંડા પીણા તરફ વળ્યા છે.

અમદાવાદ હોય કે રાજ્યનું હાલ કોઇ પણ શહેર કે જિલ્લો હોય. જ્યાં જુઓ ત્યાં ગરમીનો હાહાકાર છે. કેમ કે રાજ્ય માં મોટા ભાગના જિલ્લામાં હાલ ગરમીનો પારો 40 ડિગ્રી ઉપર પહોચ્યો છે. તો હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ક્યાંક યલો. ક્યાંક ઓરેન્જ તો ક્યાંક રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જે અસહ્ય ગરમી વચ્ચે લોકો રાહત મેળવવા ઠંડા પીણા તરફ વળ્યા છે. જ્યાં લોકો પોતાની જોડે પાણી કે અન્ય પ્રવાહી રાખવા સાથે પ્રવાહી ન હોય તો શેરડી નો રસ અને અન્ય પ્રવાહીનો સહારો લઈ રહ્યા છે જેથી ગરમી માં રાહત મળી શકે. કેમ કે ગરમીમાં સૌથી વધુ ડિહાઇડ્રેશન ની અસર થતી હોય છે. જેનાથી બચવા લોકો વિવિધ પ્રયાસ કરતા હોય છે. જેમાં આ એક કારગર પ્રયાસ કહી શકાય. જે લોકોનું પણ માનવું છે.

તો આ ગરમી વચ્ચે શહેરીજનોને રાહત મળે માટે amc હિટ એકશન પ્લાન પણ બનાવતું હોય છે. જે પ્લાન અંતર્ગત શહેરમાં amts. Brts. આરોગ્ય કેન્દ્ર. સહિત જરૂરી જગ્યા પર ors અને પાણી સહિત ની વ્યવસ્થા કરાય છે. તેમજ કેટલાક વર્ષથી amc દ્વારા શહેરના કેટલાક ચાર રસ્તા પર ગ્રીન નેટ અને ફુવારાની વ્યવસ્થા કરાય છે. જે વ્યવસ્થાથી સિગ્નલ બંધ રહે ત્યાં સુધી  સિગ્નલ પર ઉભા રહેતા લોકોને રાહત મળે. જોકે આ વર્ષે માર્ચ મહિના.આ ગરમીની શરૂઆત થઈ અને હાલ અસહ્ય ગરમી પડી રહી છે જે વચ્ચે આ સુવિધાનો અભાવ હોવાનું લોકો માની રહ્યા છે. જ્યાં શહેરીજનોએ amc ને ગ્રીન નેટ લગાવવા અને ફુવારા લગાવવા સૂચન કર્યું છે. જેથી લોકો ને ગરમીમાં રાહત આપી શકાય.

ઉલ્લેખનીય છે કે હાલ ગ્લોબલ વોર્મિંગ ના કારણે તમામ ઋતુઓમાં ફેરફાર આવ્યા છે. જેના કારણે દર વર્ષે જે સમયે શરૂ થતી ગરમી કરતા આ વર્ષે ગરમીની શરૂઆત વહેલા થઈ છે. તેમ જ આ વર્ષે વધુ ગરમી પડવાની પણ શક્યતાઓ નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે. અને તેવામાં જો શહેરમાં અસુવિધાઓ સર્જાય તો ડિહાઇડ્રેશનના કેસોની સંખ્યામાં વધારો જોવા મળે. તેમ જ તંત્રની કામગીરી સામે પણ સવાલો ઊભા થાય. અને લોકો હલાકીમાં પણ મુકાય. ત્યારે જોવાનું એ રહે છે કે સતત વધતી જતી ગરમી અને લોકોની ડિમાન્ડ વચ્ચે તંત્ર શહેરીજનોને ગરમીમાં રાહત કઈ રીતે અને ક્યારે આપી શકે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news