મોટા અવાજે ગુજરાતમાં DJ વગાડશો તો હવે ખેર નથી! કલેક્ટરે DJ સંચાલકોને આપી ચેતવણી, નહીં માનો તો...
આણંદમાં મોટા અવાજે DJ વગાડશો તો હવે ખેર નથી. કલેક્ટરે DJ સંચાલકોને આપી ચેતવણી. બોર્ડની પરીક્ષાને લઈને કલેક્ટરે DJ સંચાલકો સાથે બેઠક યોજી. જો ડીજેનો અવાજ વધુ પડતો હશે તો તે વાહનને જપ્ત કરાશે. ધ્વની પ્રદુષણ નિયંત્રણના કાયદાનું ઉલ્લંઘન થશે તો કડક કાર્યવાહી કરાશે. સાઉન્ડ સિસ્ટમ સાથે સાઉન્ડ લિમિટર ઈન્સ્ટોલ કરેલ ન હોય તેવા DJ ને મંજૂરી નહીં મળે.
Trending Photos
બુરહાન પઠાણ/આણંદ: આણંદ જિલ્લામાં મોટા અવાજે ડીજે વગાડતા હવે ચેતી જજો, નહીં તો ખેર નથી,DJ ના વાહનને જપ્ત કરી કડક કાર્યવાહી કરવામાં આવશે. જી હા. આણંદ જિલ્લામાં હાલમાં ચાલી રહેલી બોર્ડની પરીક્ષાને લઈને અવાજ પ્રદુષણને ડામવા ડીજે સંચાલકો અને પાર્ટી પ્લોટના માલિકોને કલેક્ટરે મિટિંગ યોજી ચેતવણી આપી છે.
આણંદ શહેરમાં સર્કીટ હાઉસ ખાતે યોજાયેલી મિટિંગમાં કલેકટરએ ડીજે સંચાલકોને ચેતવણી આપતા કહ્યું હતું કે જો ડીજેનો અવાજ વધુ પડતો હશે તો તે વાહનને જપ્ત કરાશે તેમજ ધ્વની પ્રદુષણ નિયંત્રણના કાયદા હેઠળ કડક કાર્યવાહી કરવામા આવશે. તેમજ સાઉન્ડ સિસ્ટમ સાથે સાઉન્ડ લિમિટર ઈન્સ્ટોલ કરેલ ન હોય તેવા માલિક સંચાલક, ઓપરેટરને ડીજે વગાડવા માટે મંજૂરી આપવામાં નહીં આવે.
આ બેઠકમાં કલેક્ટર પ્રવીણ ચૌધરીએ પાર્ટી પ્લોટના માલિકો અને ડી.જે. માલિકોને શૈક્ષણિક નગરી આણંદમાં ધ્વની પ્રદુષણ ના થાય તે માટે તકેદારી રાખવા તાકીદ કરી હતી. તેમણે હાલમાં એસ.એસ.સી. તથા એચ.એસ.સી. ની બોર્ડની પરીક્ષા ચાલી રહી છે. ત્યારે આ પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓને વાંચનમાં ખલેલ ન પહોંચે તે માટે દિવસ તથા રાત્રીના સમય દરમ્યાન ડી.જે. ના વધારે અવાજ ન કરવા ભારપૂર્વક જણાવ્યું હતું. વધારે પડતા અવાજના કારણે વૃધ્ધ નાગરીકો, નાના બાળકો સહિતના લોકોના સ્વાસ્થ્ય ઉપર વિપરીત અસર થાય છે. ઉપરાંત શાળા/કોલેજો તથા હોસ્પિટલ નજીક મોટેથી વાગતા ડી.જે.ના કારણે દર્દીઓના સ્વાસ્થ્ય તથા શાળાના શિક્ષણકાર્ય ઉપર વિપરત અસર થાય છે.
જીલ્લામાં હોસ્પિટલ, શૈક્ષણિક સંસ્થાઓ, અદાલતો અને ધાર્મિક સ્થળોની આજુબાજુના 100 મીટરના ઘેરાવાનાં વિસ્તારને સાયલન્ટ ઝોન તરીકે ગણવામાં આવે છે, તેમ જણાવી સાયલન્ટ ઝોનની આજુબાજુમાં માઈક સીસ્ટમનો તથા ધ્વની પ્રદુષણ ઉત્પન્ન કરતાં સાધનોનો ઉપયોગ ન કરવા તાકીદ કરી હતી. હવેથી ધ્વનિ પ્રદૂષણને લગતી ફરિયાદ મળશે તો તેવા સંજોગોમાં વાહન જપ્તી સહિતની કાર્યવાહી કરાશે અને ડીજે માલીકને રૂપિયા ૪૨ હજારથી વધુનો દંડ પણ થશે. સાઉન્ડ સિસ્ટમ સાથે સાઉન્ડ લિમિટર ઈન્સ્ટોલ કરેલ ન હોય તેવા માલિક/સંચાલક/ઓપરેટરને મંજૂરી આપવામાં આવશે નહી.
D.J ઉપર વિવિધ LED, લાઈટફીટીંગ્સ, ફ્લેશરથી આંખોના રેટિનાને નુકશાન થાય તેમજ આંખો અંજાઈ જવાથી રોડ ઉપર અકસ્માત થઈ શકે તેમ હોય તેનો બિનઅધિકૃત વપરાશ નિવારવા તથા લાઉડસ્પીકર અને વાજીંત્રો વગાડવા અંગે ફરીયાદ/રજુઆત મળ્યેથી તાત્કાલિક જી.પી.સી.બી, પોલીસ તથા આર.ટી.ઓ દ્વારા ડી.જે વાહન જપ્તી સુધીની કાર્યવાહી કરવામાં આવશે તેમ પણ સ્પષ્ટપણે જણાવ્યું હતુ
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે