પુત્રના જન્મની માઈભક્તે રાખી હતી અંબાજીમાં બાધા, જન્મ થતાં માતાજીને ચાંદીનું સ્ટેન્ડ અર્પણ, જાણો રાજકોટના પરિવારની આસ્થા
Ambaji Temple: રાજકોટના મહેશભાઈ ધોરડાના પરિવારમાં દીકરાનો જન્મ થતાં અંબાજી મંદિરમાં માતાને બપોરે જે સોનાની થાળીમાં થાળ જમાડાય છે, તેના માટેનું સ્ટેન્ડ અર્પણ કરાયું હતું.
Trending Photos
Ambaji Temple: અંબાજી મંદિર દેશના 51 શક્તિપીઠ મા આદ્યશક્તિ પીઠ તરીકે ઓળખાય છે. અંબાજી મંદિરમાં નાના મોટા 358 લાગેલા છે એટલે આ મંદિર ગોલ્ડન ટેમ્પલ તરીકે પણ ઓળખાય છે. અંબાજી મંદિરમાં માઈ ભક્તો દૂર દૂરથી દર્શન કરવા આવી રહ્યા છે અને દાન ભેટ પણ આપતા રહે છે. ત્યારે રાજકોટના મહેશભાઈ ધોરડા તરફથી પુત્રના જન્મ પ્રસંગને લઈ અંબાજી મંદિરમાં રાજભોગનો થાળ મુકવાનું ચાંદીનુ સ્ટેન્ડ અર્પણ કરાયું હોવાના સમાચાર સામે આવી રહ્યા છે.
સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરમાં રાજભોગનો થાળ મુકવાનું સ્ટેન્ડ અર્પણ કરાયું છે. જી હા...મંદિરમાં બપોરે માતાજીને સોનાના થાળમાં જમાડવામાં આવે છે. આ પરંપરા વર્ષોથી થાય છે. ત્યારે તે થાળ ચાંદીના સ્ટેન્ડ ઉપર મૂકીને જમાડાય છે. જે રાજકોટના મહેશભાઈ ધોરડા તરફથી પુત્રના જન્મ પ્રસંગને લઈ માતાજીને ચાંદીનો સ્ટેન્ડ અર્પણ કરાયું હોવાની માહિતી મળી છે. જે અંદાજે 3 કિલો 261 ગ્રામનું અંદાજે કિંમત રૂપિયા 3.11 લાખની કિંમતનું સ્ટેન્ડ મંદિરમાં અર્પણ કરાયું છે. જોકે દાતાએ પોતાની ઓળખ ગુપ્ત રાખી હતી.
ઉલ્લેખનીય છે કે, બીજી બાજુ એવા પણ સમાચાર છે કે શક્તિપીઠ અંબાજીમાં બે મહિના સુધી શ્રદ્ધાળુઓ માતાજીને અન્નકૂટ નહીં ધરાવી શકે. શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા જણાવ્યા મુજબ, ઋતુ અનુસાર સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયમાં થતા ફેરફારને થવાથી યાત્રાળુઓને ધ્યાનમાં રાખીને યાત્રાળુઓની સગવડતા માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.
દેવસ્થાન ટ્ર્સ્ટના નવા સમયપત્રક પ્રમાણે, સવારની આરતી 7 થી 7.30 સુધી રહેશે. દર્શન સવારે 7.30 થી 10.45 કલાક સુધી રહેશે. બપોરે 12.30 થી 1.00 સુધી રાજભોગ આરતી થશે. બપોરના દર્શન 1.00 થી 4.30 કલાક સુધી ચાલુ રહેશે. સાંજની આરતી 7.00થી 7.30 દરમિયાન રહશે. રાત્રિના દર્શન 7.30 થી 9.00 સુધી કરી શકાશે. આ નવો સમય આજે વૈશાખ સુદ – 3 (30 એપ્રિલ, 2025)થી અષાઢ સુદ-1 (26 જૂન, 2025) સુધી અમલમાં રહેશે. આ સમયગાળા દરમિયાન ભક્તો અન્નકૂટ નહીં ધરાવી શકે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે