ભાજપના ધારાસભ્યોમાં અચાનક પાવર આવ્યો! અરવિંદ લાડાણીએ હવે પોલીસ સામે મોરચો માંડ્યો
Junagadh Police Vs Arvind Ladani : જૂનાગઢના માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણીનો માણાવદર-બાંટવા પોલીસ મથકની મિલીભગતનો આરોપ. આ બંને પોલીસ મથકો પૈસા ઉધરાવે છે તેવો કર્યો આરોપ
Trending Photos
Junagadh Politics : ભાજપના ધારાસભ્યોને અચાનક પાંખો આવી હોય તેમ લાગી રહ્યું છે. હાર્દિક પટેલ બાદ હવે અરવિંદ લાડાણીએ મોરચો માંડ્યો છે. ગોપાલ ઈટાલિયાને મોરેમોરો આવી જવાની ચેલેન્જ આપીને અરવિંદ લાડાણી સક્રિય થયા છે. ત્યારે જુનાગઢના માણાદરના ભાજપના ધારાસભ્યએ માણાવદર-બાંટવા પોલીસ મથક પર મિલીભગતનો આક્ષેપ કર્યો છે.
માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણીનો મોટો આરોપ
અરવિંદ લાડાણીએ જુનાગઢના માણાવદર અને બાંટવા પોલીસ મથકની મિલીભગત MLA નો આરોપ લગાવ્યો છે. આ બે પોલીસ મથકો હરતી ફરતી જુગારની કલબ ચલાવી પૈસા ઉઘરાવતા હોવાનો આરોપ લગાવ્યો. માણાવદર અને બાંટવા પોલીસ મથક હરતી ફરતી કલબના મહિને 70 થી 80 હજાર રૂપિયા હપ્તો લેતાના ધારસભ્ય અરવિંદ લાડાણીએ આક્ષેપો કર્યા. જુગાર કેસોના ટ્રાગેટ પુરા કરવા નિર્દોષ લોકોને ટોર્ચર કરતા પોલીસના આકાઓ પર ધારાસભ્યએ સવાલો ઉઠાવ્યા.
ત્યારે આ મામલે ધારાસભ્ય અરવિંદ લાડાણી એસપીને રૂબરૂ મળી નિરાકરણ લાવશે તેવું જણાવ્યું. આમ, ધારાસભ્યએ માણાવદર અને બાંટવા પોલિસ મથક પર ગંભીર સવાલો ઉઠાવ્યા.
ધારાસભ્યના આક્ષેપો સામે પોલીસનો ખુલાસો
અરવિંદ લાડાણીના પોલીસ પર આક્ષેપોનો DySP દિનેશ કોડિયાતરે ખુલાસો આપતા કહ્યું કે, જુગારની રેડમાંથી ફરાર આરોપીએ MLAને ગેરમાર્ગે દોર્યા છે. બાટવા પોલીસે ગઈકાલે જુગારની રેડ કરી હતી. જેમાં 3 આરોપીઓની ધરપકડ કરી હતી. 12 આરોપીઓ ફરાર થઈ ગયા હતા. પોલીસની છબી ખરડાઈ તે માટે MLAને ગેરમાર્ગે દોરાયા છે. સ્થાનિક પોલીસ દારૂ અને જુગારની બદીને ડામવા કટીબદ્ધ છે.
ગોપાલ ઈટાલિયાને આપી હતી ચેલેન્જ
તાજેતરમાં જૂનાગઢના માણાવદર શહેરના રિવરફ્રન્ટનો મામલો ગરમાયો હતો. જેાં ભાજપના ધારાસભ્ય અરવિંદ લાડાણીઓ તો આ મામલે આમ આદમી પાર્ટીના નવા ધારાસભ્ય ઈટાલિયાને મોરે મોરા આવી જવાની ચેલેન્જ પણ આપી દીધી હતી. માણાવદરમાં બનેલા રિવરફ્રન્ટ પ્રોજેક્ટ મુદ્દે આ રાજકીય ઘમાસાણ ચાલી રહ્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે