મોડલ, મિત્રતા અને મિતેષની કહાની! મોડલની મર્સિડિઝ કાર કેમ સળગાવાઈ? શું લગાવ્યો સનસનીખેજ આરોપ?

Surat News: 29 મેની રાત્રે સુરતના વેસુ વિસ્તારમાં ગેલ કોલોની નીલકંઠ નિવાસ પાસે એક મર્સિડીઝ કારમાં આગ લાગવાની ઘટના સામે આવી. CCTV ફૂટેજમાં એક અજાણ્યો શખસ કારને આગ ચાંપતો દેખાયો, અને થોડી જ વારમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું.

મોડલ, મિત્રતા અને મિતેષની કહાની! મોડલની મર્સિડિઝ કાર કેમ સળગાવાઈ? શું લગાવ્યો સનસનીખેજ આરોપ?

Surat News: સુરતના પોશ વિસ્તારમાં એક લક્યુરિયસ કારને સળગાવી દેવાની ઘટના સામે આવી હતી. ગાડીને સળગાવવાના CCTV ફુટેજ પણ સામે આવ્યા હતા. કાર જેની છે તે એક જાણીતી મોડલ છે. મોડલની કારને આગ ચાંપવામાં આવી છે. ત્યારે આ મોડલે મીડિયા સામે આવીને અનેક મોટા ખુલાસા કર્યા. મોડલે શું લગાવ્યા આક્ષેપ? કોણ છે આરોપી અને કોણ છે આ મોડલ?

29 મેની રાત્રે સુરતના વેસુ વિસ્તારમાં ગેલ કોલોની નીલકંઠ નિવાસ પાસે એક મર્સિડીઝ કારમાં આગ લાગવાની ઘટના સામે આવી. CCTV ફૂટેજમાં એક અજાણ્યો શખસ કારને આગ ચાંપતો દેખાયો, અને થોડી જ વારમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. ફાયર બ્રિગેડે તાત્કાલિક આગ પર કાબૂ મેળવ્યો, પરંતુ કારને મોટું નુકસાન થયું હતું.

આ ઘટના બાદ મોડલે વેસુ પોલીસ સ્ટેશનમાં કારમાં આગ લગાવવાની ફરિયાદ નોંધાવી, અલથાણ પોલીસ સ્ટેશનમાં મિતેષ જૈન નામના વેપારી વિરુદ્ધ ફેક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવી પર્સનલ ફોટો અપલોડ કરવાની ફરિયાદ કરી. વેસુ પોલીસે ઝડપી કાર્યવાહી કરીને બે આરોપીઓની ધરપકડ કરી, જેમાંથી એક મિતેષનો મિત્ર હોવાનું સામે આવ્યું છે.

શું છે મોડલનો દાવો?

  • મિતેષ જૈને તેની કારમાં GPS લગાવ્યું હતું
  • એસિડ એટેકની ધમકીઓ આપી હતી

આ કેસમાં મોડલના ગંભીર આરોપોએ નવો વળાંક લાવ્યો છે. મોડલનો દાવો છે કે મિતેષ જૈને તેની કારમાં GPS લગાવ્યું હતું અને એસિડ એટેકની ધમકીઓ આપી હતી. પોલીસ હવે આ તમામ આરોપોની સઘન તપાસમાં લાગી છે અને ફોરેન્સિક ટીમની મદદથી ગુનાના મૂળ સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે.

આ ઘટનાએ સુરતમાં ચર્ચાનો વિષય બની છે, અને હવે બધાની નજર પોલીસ તપાસ પર છે. શું આ કેસમાં વધુ ખુલાસા થશે? શું મિતેષ જૈન વિરુદ્ધના આરોપો સાબિત થશે?

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news