Ahmedabad Plane Crash: ખાટલામાં સૂતો મારો ભાઈ આગમા લપેટાયો... 14 વર્ષના ભાઈને ગુમાવનાર બહેનોનું આક્રંદ હચમચાવી દેશે

ahmedabad plane crash news : અમદાવાદ પ્લેન ક્રેશની આગની જ્વાળા 14 વર્ષના કિશોરનો જીવ લઈ ગઈ.. જે શાતિથી સૂતો હતો, અને હવે આજીવન સૂતોનો સૂતો જ રહી ગયો... આકાશથી આવેલા પ્લેનની જ્વાળામાં સૂઈ રહેલા આકાશ પટણીનું મોત 

Ahmedabad Plane Crash: ખાટલામાં સૂતો મારો ભાઈ આગમા લપેટાયો... 14 વર્ષના ભાઈને ગુમાવનાર બહેનોનું આક્રંદ હચમચાવી દેશે

Ahmedabad Plane Crash ; મોત ક્યાથી કેવી રીતે આવે તેનુ કંઈ ના કહેવાય. અમદાવાદ પ્લેન ક્રેશની ઘટના કેટલાય એવા લોકોનો જીવ ભરખી ગઈ જેનો આ ઘટના સાથે કોઈ સંબંધ ન હતું. એ રેસિન્ડ ડોક્ટર્સ જે મેસમા જમી રહ્યા હતા. એ રહીશો, જેમના ઘરની ઉપર પ્લેન આવીને તૂટ્યું, તો કેટલાક એવા લોકો જે ગ્રાઉન્ડ પર હતા. પરંતુ આ ઘટનામાં એક કિશોરને ખાટલામાં સૂતા સૂતા જ મોત આવ્યું. 

આકાશ પટણી નામનો 14 વર્ષીય કિશોર મેઘાણી નગર વિસ્તારમાં આવેલ ઘોડા કેમ્પ દરવાજાની બહાર ખાટલામાં સુતો હતો. વિમાન ક્રેશ થયા બાદ લાગેલી તે ઊંઘમાં જ આગમાં લપેટાયો હતો. તેની માતાએ તેને બચાવવો પ્રયાસ કર્યો. પરંતુ તે ન બચી શક્યો. પરંતુ તેના માતા પણ આગના કારણે ગંભીર રીતે દાઝ્યા છે. અને હાલ સિવિલમાં સારવાર હેઠળ છે. 

આ વિસ્તારમાં ચાની લારી ચલાવતા પટણી પરિવારનો ૧૪ વર્ષનો દીકરો પણ આ ગોઝારા અકસ્માતમાં મૃત્યુ પામ્યો છે. આ સાંભળતાની સાથે જ પરિવાર પર જાણે દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. બહેનોના આંસુ બંધ જ નથી થઈ રહ્યા.
સૂતોનો સૂતો રહી ગયો.

ઘોડા કેમ્પમાં રહેતા અને ચાની લારી ચલાવતા પટણી પરિવારનો ૧૪ વર્ષનો દીકરો આકાશ પટણીનું મૃત્યુ થયું છે. આકાશ પટણી ઘરમાં સૂતો હતો ત્યારે જ આ પ્લેન ક્રેશ થયું અને આ વ્હાલસોયો દીકરો ફરી કયારેય ઉઠી ન શકયો.
આ ધ્રુજાવનારી ઘટના વર્ણવતા આકાશના મોટા બહેન ઘુસકે ધુસકે રડી રહ્યા હતા. તેમણે આ ગોઝારી ઘટના અંગે જણાવ્યું છે કે, મારો ૧૪ વર્ષનો નાનો ભાઈ જતો રહ્યો છે. ઘોડા કેમ્પની બાજુમાં અમારી ચાની લારી હતી. મારો ભાઈ ત્યાં સૂતેલો હતો અને ત્યાં જ સૂતોનો સૂતો રહી ગયો. મારી મમ્મીએ બહુ બૂમો પાડી પણ એ ન બચી શકયો. મારી મમ્મી બચાવવા ગઈ પણ એ પણ દાઝી ગઈ પણ તેને બચાવી ન શકી. મારી મમ્મી પડી ગઈ અને મારો ભાઈ ભડથું થઈને પડ્યો હતો.
અમારો બહુ લાડકો હતો.

આખી રાત પરિવાર સિવિલ હોસ્પિટલની બહાર જ બેસી રહ્યો છે. આકાશના અન્ય બહેને ભારે હૃદયે જણાવ્યું છે કે, અમે ત્રણ બહેનો અને બે ભાઈ છે જેમાં આ સૌથી નાનો હતો. અમારો બહુ લાડકો હતો. અમારી માનો સહારો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news