Ahmedabad Plane Crash: 'નસીબદાર' માણસે પોતાને ઘરમાં કેમ બંધ કરી દીધો? બચી ગયા પછી પણ આંસુ અટકતા નથી
Ahmedabad Plane Crash Sole Survivor: અમદાવાદ વિમાન દુર્ઘટનામાં બચી ગયેલા વિશ્વાસ કુમાર રમેશ સારવાર બાદ દીવ સ્થિત પોતાના ઘરે જ રોકાઈ રહ્યા છે. તેઓ કોઈને મળી રહ્યા નથી. પરંતુ, બચી ગયા પછી પણ, તેમની આંખોમાંથી આંસુ અટકી રહ્યા નથી.
Trending Photos
Plane Crash Sole Survivor Vishwas Kumar Ramesh Story: સીટ નંબર 11B, બપોરે 1.38 કલાકનો સમય, ત્યારે એક વિમાન ઉડાન ભરવાની સાથે બીજે મેડિકલ કોલેજની હોસ્ટેલમાં ટકારાયા બાદ આગનો ગોળો બની જાય છે. ત્યારે 1000 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં એક સફેદ શર્ટ પહેરી વ્યક્તિ નીકળે છે. જોઈને કોઈ ન કહી શકે કે આ વ્યક્તિ તે વિમાનમાં સવાર હતો, જે હમણા ક્રેશ થયું છે, જેમાં સવાર બધા લોકોના મોત થઈ ગયા છે, બસ તેને છોડીને. આ વિશ્વાસ કુમાર રમેશ હતો, જે અમદાવાદ વિમાન દુર્ઘટનામાં એકમાત્ર જીવિત પેસેન્જર હતો. તે દુર્ઘટનાનો લકી મેન હતો. જીવિત રહ્યા બાદ પણ રમેશ તૂટી ગયો છે. સારવાર બાદ તે પોતાના ઘરે દીવમાં છે. મીડિયા અને સામાન્ય લોકોથી દૂર છે. કોઈ સાથે વાત કરી રહ્યો નથી. તેની આંખમાં આંસુ બંધ થઈ રહ્યાં નથી. તેણે ખુદને ઘરમાં કેદ કરી લીધો છે. પરંતુ કેમ?
વિશ્વાસ રમેશ અમદાવાદથી 371 કિલોમીટર પોતાના ઘર દીવમાં રહે છે. આ દુર્ઘટનામાં તે ખુદ તો જીવિત બચી ગયો, પરંતુ તેના ભાઈનું નિધન થયું. તેની આંખમાં આંસુ બંધ થતાં નથી. તે પોતાના ભાઈની અર્થીને ખભો આપવા સમયે રડતાં-રડતાં બેભાન થઈ ગયો હતો. વિશ્વાસને ખુદ વિશ્વાસ નથઈ થઈ રહ્યો કે આ અયાનક પ્લેન ક્રેશમાં તે જીવતો બચી ગયો છે. પરંતુ આ લકી મેનની સ્થિતિ એવી છે કે મીડિયાથી લઈને અધિકારીઓ અને ગ્રામજનોની ભીડ તેને મળવા પહોંચી રહી છે. અમદાવાદ પોલીસે પણ તેનું નિવેદન નોંધ્યું છે. તે લોકો વચ્ચે કૌતુહલનું કેન્દ્ર બનેલો છે. દરેક તેને મળવા ઈચ્છી રહ્યાં છે, જાણવા ઈચ્છી રહ્યાં છે કે આખરે તેની સાથે શું થયું? કઈ રીતે તે જીવિત બચી ગયો?
ઘરની બહાર ઉદાસી
વિમાન દુર્ઘટનામાં બચી ગયા પછી પણ, વિશ્વાસ આ આઘાતમાંથી બહાર આવી શક્યો નથી. આ દુ:ખદ ઘટનાએ તેના પરિવારને વિખેરી નાખ્યો છે. તેણે પોતાને મીડિયાથી દૂર રાખ્યો છે. વિશ્વાસ ભલે અકસ્માતમાં બચી ગયો હોય, પરંતુ તેણે પોતાનો ભાઈ અજય રમેશ ગુમાવ્યો. તેના ઘરની બહાર એક કામચલાઉ તંબુ મૂકવામાં આવ્યો છે. અજયનો ફોટો ઘરના ફળિયામાં રાખવામાં આવ્યો છે. અજયના અકાળ મૃત્યુ પર શોક વ્યક્ત કરવા માટે સંબંધીઓ અને પરિચિતો તેના ઘરે પહોંચી રહ્યા છે.
વિશ્વાસનું મીડિયા અંતર
વિશ્વાસ રમેશના પરિવારમાં તેના માતાપિતા ઉપરાંત ચાર ભાઈઓ હતા. અજયના મૃત્યુ પછી, વિશ્વાસ અને તેના બે અન્ય ભાઈઓ, નીલ અને સની હવે બાકી છે. 12 જૂન 2025 ના રોજ અમદાવાદના મેઘાણીનગરમાં થયેલા આ વિમાન દુર્ઘટનામાં 275 લોકોના જીવ ગયા. વિમાન બીજે મેડિકલ કોલેજની હોસ્ટેલ સાથે અથડાયું, જેના કારણે ભારે વિનાશ થયો. વિશ્વાસના બચવાની વાર્તા ચમત્કારિક છે, પરંતુ તેના પરિવારનું દુઃખ અમાપ છે. લોકો તેના ચમત્કારિક બચવાની વાર્તા જાણવા માંગે છે, પરંતુ તેણે મીડિયા અને લોકોથી સ્પષ્ટ અંતર રાખ્યું છે.
ખુશી અને ગમનો સંગમ
મહત્વનું છે કે દીવના રહેવાસી વિશ્વાસ પાસે બ્રિટનની નાગરિકતા છે. પરિવારના નજીકના લોકો પ્રમાણે લંડનમાં તેનો બિઝનેસ છે. સાથે ભારતમાં તેના પરિવાર પાસે કેટલીક બોટ્સ છે. બોટ્સનો ઉપયોગ માછલીઓ પકડવા માટે કરે છે. વિશ્વાસ થોડો સમય લંડમાં તો થોડો સમય દીવમાં રહે છે. ઘરમાં ખુશીની સાથે દુખનો માહોલ છે. જ્યાં એક તરફ પુત્રના બચવાની ખુશી છે તો બીજીતરફ એક પુત્રને ગુમાવવાનો ગમ પણ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે