ગુજરાતના આ જિલ્લામાં ખેડૂતો સાથે લાખોની છેતરપિંડી! બટાકા પકવતા ખેડૂતોને રોવાનો દિવસ આવ્યો!

Fraud with farmers: અરવલ્લી જિલ્લામાં ખેડૂતો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી થઈ હોવાનો કિસ્સો સામે આવ્યો છે. બટાકાના ખેડૂતો સાથે રૂપિયા 20 લાખથી વધુની છેતરપિંડી થઈ હોવા બાબતની ફરિયાદ ધનસુરા પોલીસ સ્ટેશને નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી છે.
 

ગુજરાતના આ જિલ્લામાં ખેડૂતો સાથે લાખોની છેતરપિંડી! બટાકા પકવતા ખેડૂતોને રોવાનો દિવસ આવ્યો!

અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકામાં આવેલા શિનોલ ગામના વાળંદ જયેશ કુમાર નામના યુવકને ગ્રીન ફે ફૂડ પ્રાઇવેટ લિમિટેડ કંપની માં ટેરેટરી મેનેજર તરીકે નોકરી રાખવામાં આવ્યો હતો. 

યુવકે અરવલ્લી, સાબરકાંઠા અને દહેગામ પંથકમાં બટાકા પકવતા ખેડૂતોને કંપની માંથી બટાકાનું બિયારણ અપાવ્યું હતું અને બટાકા પકવીને કંપનીને આપ્યા હતા પરંતુ કંપનીના જવાબદારો સુરેશ સુંદેશા અને ફુલચંદ માળી ધ્વારા ખેડૂતોને પૈસા આપ્યા ન હતા અને ખેડૂતો સાથે છેતરપિંડી કરી હતી.

ખેડૂતો કંપનીના એજન્ટ પાસે વારંવાર ઉઘરાણી કરતા એજન્ટ જયેશ વાળંદ ધ્વારા કંપનીનો સંપર્ક કરવામાં આવ્યો હતો જોકે કંપની ધ્વારા જયેશ ને ધાક ધમકીઓ આપી નોકરીમાંથી કાઢી મૂકવામાં આવતા માનસિક રીતે હેરાન થઈ ગયેલા જયેશ વાળંદે દવા ગટગટાવી દઈને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. 

પરિવારે યોગ્ય સારવાર અપાવી જયેશને મોતના મુખમાંથી બચાવી સમગ્ર મામલે ધનસુરા પોલીસ મથકે છેતરપિંડીની ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news