આવી રહ્યો છે અત્યાર સુધીનો સૌથી મોટો IPO, મુકેશ અંબાણીએ શરૂ કરી તૈયારી, ₹52200 કરોડનો હશે ઈશ્યુ!
Jio IPO: દલાલ સ્ટ્રીટના ઈતિહાસમાં અત્યાર સુધીનો સૌથી મોટો આઈપીઓ આવવાનો છે. આ અત્યાર સુધીના બધા આઈપીઓનો બાપ હશે. આ આઈપીઓ હ્યુન્ડઈ ઈન્ડિયાના વિશાળ આઈપીઓ સાઇઝથી લગભગ બમણો હશે.
Trending Photos
Mukesh Ambani: ભારતીય શેર બજારના અત્યાર સુધીના ઈતિહાસનો સૌથી મોટો આઈપીઓ લાવવાની તૈયારી શરૂ થઈ ગઈ છે. આ આઈપીઓ હ્યુન્ડઈ ઈન્ડિયા કરતા લગભગ બમણો હશે. રિપોર્ટ પ્રમાણે દેશના સૌથી ધનવાન વ્યક્તિ મુકેશ અંબાણીના નેતૃત્વવાળી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ જિયો ઇન્ફોકોમના 52200 કરોડ રૂપિયાના આઈપીઓને લિસ્ટ કરવાની યોજના પર વિચાર કરી રહી છે.
શું છે વિગત
બ્લૂમબર્ગે સૂત્રોના ગવાલાથી જણાવ્યું કે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીએ પોતાની ટેલીકોમ કંપનીમાં માત્ર 5 ટકા ભાગીદારી 6 અબજ ડોલર (52,200 કરોડ રૂપિયા) માં વેચવાની મંજૂરી લેવા માટે બજાર રેગુલેટરી સેબીની સાથે અનૌપચારિક વાતચીત શરૂ કરી છે. રેગુલેટરી જરૂરિયાત અનુસાર 25 ટકા પબ્લિક ભાગીદારી જરૂરી છે, પરંતુ રિલાયન્સે સેબીને જણાવ્યું કે બજારમાં આટલી મોટી લિસ્ટિંગને સ્વીકાર કરવાની ક્ષમતા નથી. તેમ કહેવામાં આવી રહ્યું છે કે આરઆઈએલ આગામી વર્ષે એક આઈપીઓ લાવવાની યોજના બનાવી રહી છે, પરંતુ બજારની સ્થિતિઓના આધાર પર તેની સાઇઝ અને સમય-મર્યાદા બદલાય શકે છે. જો આરઆઈએલ 52200 કરોડ રૂપિયા ભેગા કરવા માટે જિયોનો આઈપીઓ લોન્ચ કરે છે તો તે ભારતનો અત્યાર સુધીનો સૌથી મોટો આઈપીઓ હશે અને હ્યુન્ડઈ ઈન્ડિયાના 28000 કરોડ રૂપિયાના આઈપીઓથી ખૂબ આગળ નીકળી જશે.
ગ્લોબલ ઈન્વેસ્ટરોને બહાર નીકળવાનો વિકલ્પ
આઈપીઓ મેટા પ્લેટફોર્મ ઇંક અને આલ્ફાબેટ ઇંકના ગૂગલ સહિત મુખ્ય ગ્લોબલ ઈન્વેસ્ટરોને બહાર નીકળવાનો વિકલ્પ આપશે, જેણે 2020મા રિલાયન્સના ડિજિટલ કારોબારમાં 20 અબજ ડોલરથી વધુનું રોકાણ કર્યું હતું. રિલાયન્સની ડિજિટલ અને દૂરસંચાર સંપત્તિઓનું મેનેજમેન્ટ કરનારી જિયો પ્લેટફોર્મમ્સની વેલ્યુએશન 58 અબજ ડોલર હતી. આ મહિનાની શરૂઆતમાં રોયટર્સે જણાવ્યું હતું કે આરઆઈએલે આ વર્ષે જિયોનો આઈપીઓ લોન્ચ ન કરવાનો નિર્ણય કર્યો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે વિશ્લેષકો દ્વારા 100 અબજ ડોલરથી વધુ મૂલ્યવાન, જિયો પોતાના દૂરસંચાર વ્યાવસાય માટે ઉચ્ચ રેવેન્યુ અને એક મોટો ગ્રાહક આધાર હાસિલ કરવા ઈચ્છે છે અને પોતાની અન્ય ડિજિટલ સેવાઓનો વિસ્તાર કરવા ઈચ્છે છે, જેથી આઈપીઓ પહેલા તેની વેલ્યુએશન વધી શકે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે