Organ Health: અચાનક વધેલું વજન શરીરની અંદરના આ 5 અંગને કરી શકે છે ડેમેજ, સમયસર ચેતી જવું
Health Problems Caused by Obesity: કોઈપણ કારણથી શરીરનું વજન વધ્યું હોય તેણે ચેતી જવું જોઈએ. વધેલું વજન શરીરને બહારથી બેડોળ અને અંદરથી ડેમેજ કરી નાખે છે. વધેલું વજન શરીરના મહત્વના 5 અંગોને ડેમેજ કરી શકે છે.
Trending Photos
Health Problems Caused by Obesity: આપણા શરીરની અંદર આવેલું દરેક અંગ મહત્વનું છે. દરેક અંગનું પોતાનું કામ હોય છે. શરીરની બહાર જેટલા અંગો દેખાય છે તેનાથી વધારે અંગો શરીરની અંદર હોય છે. ખરાબ લાઈફ સ્ટાઈલ અને અનહેલ્ધી ડાયેટના કારણે શરીરના અંદરના અંગોને પણ નુકસાન થવાની શક્યતા વધી જાય છે.
ખાસ કરીને જો વજન વધી ગયું હોય તો તે શરીરની અંદરના અંગોને ડેમેજ પણ કરી શકે છે. જ્યારે શરીરનું વજન વધે છે ત્યારે ઘણી બધી ક્રોનિક બીમારીઓ થવાનું જોખમ પણ વધી જાય છે. ક્રોનિક બીમારીઓ શરીરના અંદરના અંગોને નુકસાન કરે છે. જે લોકોનું વજન અચાનક વધી ગયું હોય તેમણે આ બાબતે સમયસર ચેતી જવું જોઈએ. વધેલું વજન શરીરને બહારથી બેડોળ બનાવે છે તેવું નથી તે શરીરના મહત્વના 5 અંગોને ડેમેજ કરી નાખે છે.
હાર્ટ
શરીરનું વધતું વચન હાર્ટ માટે સૌથી ખરાબ છે. તે હાર્ટને સૌથી વધુ પ્રભાવિત કરે છે. શરીરનું વજન જેટલું વધારે હોય છે એટલું વધારે પ્રેશર હાર્ટ પર આવે છે. શારીરિક ગતિવિધિ કરવા માટે હાર્ટને બ્લડ પંપ કરવાની જરૂર પડે છે. વધારે વજન હોય તો આ પ્રક્રિયા મુશ્કેલ થઈ જાય છે.
કિડની
શરીરનું વધેલું વજન ડાયરેક્ટ કિડની પર અસર કરે છે. વજન વધવાના કારણે હાઈ બ્લડ પ્રેશર થઈ જાય છે અને તે કિડનીને પણ પ્રભાવિત કરે છે. જે લોકોનું વજન અતિશય વધારે હોય તેમને કિડની ડેમેજ થવાનું જોખમ પણ વધારે હોય છે.
લીવર
જે લોકોનું વજન લાંબા સમયથી વધારે હોય તેમનું લીવર પણ પ્રભાવિત થવા લાગે છે. જે લોકોનું વજન વધારે હોય તેમને ફેટી લીવર થવાનું જોખમ પણ અનેક ગણું વધી જાય છે.
ફેફસા
શરીરનું વજન વધી જવાથી ફેફસાને પણ નુકસાન થાય છે. વર્ષોથી જેમનું વજન વધારે છે અને તેઓ વજન ઘટાડવાના પ્રયત્નો નથી કરતા તેમને લાંબા સમયે શ્વાસ સંબંધિત બીમારી થવા લાગે છે. કારણકે તેમના ફેફસા નબળા પડી જાય છે.
આંતરડા
સ્થૂળતાના કારણે આંતરડા પણ ગંભીર રીતે ડેમેજ થઈ શકે છે. સ્થૂળતાના કારણે આંતરડાની પોષક તત્વોને અવશોષિત કરવાની ક્ષમતા ઘટી જાય છે. જેના કારણે કબજિયાત, છાતીમાં બળતરા જેવી તકલીફો થવાની શરૂઆત થઈ જાય છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે