Health Tips: એન્ઝાઈટી અને સ્ટ્રેસનો સૌથી અસરદાર દેશી ઈલાજ, આ લીલા પાન ચાવવાથી મન તુરંત શાંત થશે
Tulsi for Anxiety and Stress: સ્ટ્રેસ અને એન્ઝાઈટીના કારણે જ્યારે મન અશાંત થઈ જાય ત્યારે મનને તુરંત શાંત કરવા માટે શું કરવું ચાલો આજે જાણીએ. આ ઉપાય કરવાથી તુરંત અસર જોવા મળી શકે છે.
Trending Photos
Tulsi for Anxiety and Stress: સ્ટ્રેસ અને એન્ઝાઇટીની સમસ્યા આજના સમયમાં સામાન્ય થઈ ગઈ છે. નાની ઉંમરમાં લોકો આ સમસ્યાનો સામનો કરે છે. એક રિપોર્ટ અનુસાર ભારતમાં 74% લોકો સ્ટ્રેસ અને 84% લોકો એન્ઝાઈટીથી પીડિત છે. આ સમસ્યાઓથી માનસિક સ્વાસ્થ્ય પર પણ અસર પડે છે અને સાથે જ ઊંઘ, મૂડ અને લાઈફ સ્ટાઈલ પણ બગડી જાય છે. જો કોઈ વ્યક્તિ આ સમસ્યાથી પરેશાન હોય તો તેનો અસરકારક ઘરેલુ ઉપાય આજે જણાવીએ. આજે તમને એવી વસ્તુ વિશે જણાવીએ જેને ખાવાથી સ્ટ્રેસ અને એન્ઝાઈટીમાં અશાંત થયેલું મન તુરંત શાંત થઈ શકે છે.
દરેક ઘરમાં તુલસીનો છોડ હોય છે.. તુલસીના છોડનું ધાર્મિક મહત્વ છે તેની સાથે જ તુલસીના છોડમાં ઔષધીય ગુણ પણ હોય છે. તુલસીનો ઉપયોગ ઔષધી તરીકે પણ કરવામાં આવે છે. આયુર્વેદ નિષ્ણાંતો તુલસીના પાન ખાવાની સલાહ આપતા હોય છે.
હેલ્થ એક્સપર્ટ અનુસાર તુલસીમાં શરીરના સ્ટ્રેસ હોર્મોન ખાસ કરીને કોર્ટિસોલને બેલેન્સ કરવાના તત્વ હોય છે. તેથી તુલસીનું સેવન કરવાથી સ્ટ્રેસથી તુરંત રાહત મળી શકે છે. કેટલીક રિસર્ચમાં પણ એવું સામે આવ્યું છે કે તુલસીનું નિયમિત સેવન કરવાથી એન્ઝાઈટી ઓછી થાય છે અને ઊંઘની ગુણવત્તા સુધરી શકે છે.
તુલસીનો ઉપયોગ કરવાની રીત
તુલસીની ચા
તુલસીની ચા પીવાથી પણ ફાયદો થઈ શકે છે. તેના માટે એક પાણીમાં તુલસીના 7 પાન, થોડું આદુ અને તજ ઉમેરી પાંચ મિનિટ ઉકાળો. આ ચા સવારના સમયે પીવાથી સ્ટ્રેસ ઓછો થાય છે અને મન શાંત રહે છે.
તુલસીનો ઉકાળો
તુલસીનો ઉકાળો પણ પી શકાય છે તેના માટે 2 કપ પાણીમાં 12 તુલસીના પાન આદુ કાળા મરી અને તજ બરાબર ઉકાળો. પાણી જ્યારે એક કપ જેટલું બચે ત્યારે ગાળી અને તેને પીવાનું હોય છે. આ પાણી સ્વાદમાં થોડું તીખું લાગે છે પરંતુ તુરંત અસર કરે તેવું નિષ્ણાંતોનું માનવું છે.
તુલસીના પાન
આ બંને રીતથી અલગ સવારના સમયે ખાલી પેટ પાંચ તુલસીના પાન ચાવીને તેનો રસ ગળે ઉતારી ધીરે ધીરે ખાવા જોઈએ. આ રીતે તુલસીના પાન ખાવાથી પણ ફાયદો થઈ શકે છે. જોકે તુલસીના પાન રોજ ખાવાથી બચવું જોઈએ તેનાથી દાંતને નુકસાન થઈ શકે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે