ચોમાસામાં કેમ પગની ચામડી ફાટી જાય છે? આ રહ્યો તેનો ઈલાજ...
ચોમાસામાં ભેજનું વાતાવરણ રહે છે જેના કારણે શરીરની ચામડીઓ ઉખડવા લાગે છે અને ગંભીર બીમારીની શક્યતા વધે છે. આ સમસ્યાને દૂર કરવા રોજબરોજની ક્રિયાઓમાં ધ્યાન આપી જરુરી ફેરફારો કરીએ તો રાહત મળી શકે છે.
Trending Photos
વરસાદી વાતાવરણમાં ચામડીની સમસ્યાઓ વધે છે
ચોમાસું શરુ થતાં જ ઘણાં લોકોને ચામડી સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડે છે. વરસાદ ભલે ગરમીથી રાહત આપે પણ તે ચામડીની તકલીફોનું કારણ પણ રહે છે. જેમાંની એક સામાન્ય સમસ્યા છે પગના તળિયાની ચામડી ઉખડી જવી. આ સમસ્યા ક્યારેક દર્દ પણ પેદા કરે છે. વરસાદી વાતાવરણમાં ફંગલ ઈન્ફેક્શન થવાનો ખતરો વધે છે. તે સિવાય પરસેવો આ પ્રકારની સમસ્યાઓને વધારી શકે છે. કારણ કે પરસેવામાં રહેલ તત્વો ચામડીને નુકસાન પહોંચાડે છે.
તેની પાછળના જવાબદાર કારણો
જો શરીરમાં પોષક તત્વોની ખામી જણાય તો ચામડી ડ્રાય રહે છે જેના લીધે પગની ચામડી પોપડી બની ખરવા લાગે છે. આ ઉપરાંત સોરાયસિસ, થાયરોડ અને ડાયાબિટીસ જેવી ગંભીર બીમારીઓમાં પણ પગની ચામડીઓ નીકળવા લાગે છે.
પગરખાં પહેરવામાં ખાસ ધ્યાન રાખવું
ચોમાસામાં રસ્તાઓ પર સતત પાણી ભરાયેલ રહે છે એટલે થોડાંઘણાં પ્રમાણમાં પગ ભીના થાય જ છે. જો આપણે દિવસભર ભીના બૂટ કે ચપ્પલ પહેરીએ તો પગની ચામડીને નુકસાન પહોંચે છે અને નબળી પડી જાય છે. આટલું જ નહી, ભીના મોજા કે પગરખાં પહેરવાથી ફંગસ થવા લાગે છે. લાંબા સમયગાળા સુધી આ ચાલતું રહે તો ફંગસ ઝડપથી ફેલાવા લાગે છે, જે ચામડીના રોગોને સાથે લઈ આવે છે.
પરસેવાની ખરાબ અસર પડે છે
વરસાદી વાતાવરણમાં ભેજ વધે છે એટલે શરીરમાં પરસેવો વધારે થાય છે. જો કોઈ વ્યક્તિને પગમાં વધુ પરસેવો થાય તો પગની ચામડી પર ખરાબ અસર પડે છે. ધીમે-ધીમે ચામડી પોપડી બનીને નીકળવા લાગે છે. ચોમાસામાં જો આપણે ટાઈટ શુઝ પહેરીએ છીએ તો પગમાં હવા જતી નથી. હવાના સંચાર માટે રસ્તો રહેતો નથી જેનાથી ભેજ વધે છે અને ચામડી ઉખડી જાય છે.
ચામડીની સમસ્યાથી થતી પીડા રોકવા માટે શ્રેષ્ઠ ઈલાજ
ચોમાસામાં આ દરેક સમસ્યાઓથી દૂર રહેવું હોય તો તેના રામબાણ ઉપાયો છે. પહેલું તો વરસાદના વાતાવરણમાં પગની નિયમિત સફાઈ કરવી અને અઠવાડિયામાં એકવાર ત્વચાને એક્સફોલિએટ જરુર કરવી જેનાથી ડેડ સ્કિન સેલ્સ અલગ થઈ જાય છે. અઠવાડિયામાં બે વખત નમકના હુંફાળા પાણીમાં 10-15 મિનિટ માટે પગ રાખવા. તેનાથી ચામડી સ્વચ્છ થઈ જાય છે અને સંક્રમણની સંભાવના ઘટે છે. વરસાદના વાતાવરણમાં પગ ભીના ન રાખવા અને જરાં પણ ભીનાશ ન હોય તેવા મોજા અને શુઝ પહેરવાં. પગના ફંગસ ઈન્ફેક્શનથી બચવા માટે ડોક્ટરની સલાહ લઈ એંટીફંગલ પાવડરનો ઉપયોગ કરવો. તેના લગાવવાથી ચામડી પરનું ઈન્ફેક્શન ઓછું થાય છે. આરામદાયક પગરખાંઓ પહેરવાથી ત્વચા હેલ્થી રહે છે. પગની ત્વચાને સોફ્ટ અને હેલ્થી રાખવા માટે કેમિલક ફ્રી મોઈશ્ચરાઈઝરનો ઉપયોગ કરવો એટલે ત્વચાને રાહત મળશે અને ખેંચાઈ જવાની સમસ્યા પણ ઓછી થશે.
ડિસ્ક્લેમર: આપેલ માહિતી સામાન્ય જાણકારી પર આધારિત છે. Zee 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી. સૂચનાઓને અમલમાં મૂકતાં પહેલાં એક્સપર્ટની સલાહ જરુર લેવી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે