ઈન્દોરના કપલ કેસમાં ચોંકાવનારો વળાંક, પતિ રાજાની હત્યાના આરોપમાં સોનમની ધરપકડ

લગ્ન બાદ હનીમૂન માટે મેઘાલયના શિંલોંગ ગયેલા ઈન્દોરના કપલ સાથે એવી દર્દનાક ઘટના ઘટી જેની કલ્પના પણ કોઈ ન કરી શકે. પતિ રાજાની હત્યા થઈ અને સોનમ ગૂમ  થઈ ગઈ. પરંતુ હવે આ સોનમ અચાનક મળી આવી છે અને આશ્ચર્યજનક વાત એ છે કે તેના પર જ પતિની હત્યાનો આરોપ લાગ્યો છે. 

ઈન્દોરના કપલ કેસમાં ચોંકાવનારો વળાંક, પતિ રાજાની હત્યાના આરોપમાં સોનમની ધરપકડ

ઈન્દોરનું નવપરિણીત કપલ રાજા રઘુવંશી અને સોનમ રઘુવંશી 11 મેના રોજ લગ્ન બાદ હનીમૂન માટે અસમ અને ત્યારબાદ મેઘાલયના શિલોંગ ગયા હતા. 17 દિવસ પહેલા રાજાની હત્યા બાદ સોનમ રહસ્યમય રીતે ગૂમ થઈ ગઈ હતી. આખરે આ સોનમની ભાળ મળી છે. સોનમ ઉત્તર પ્રદેશના ગાઝીપુરમાં એક ઢાબા પર મળી આવી છે. આ સમાચારે પરિવારને તો રાહતના શ્વાસ આપ્યા જ પરંતુ સમગ્ર દેશને પણ એક વાતની શાંતિ થઈ કે સોનમ જીવિત છે કારણ કે તેની સુરક્ષિત વાપસી માટે આખો દેશ પ્રાર્થના કરી રહ્યો હતો. જો કે સોનમ મળી આવી તેની પાછળ એક બીજો ચોંકાવનારો ખુલોસો પણ થયો છે કારણ કે મીડિયા રિપોર્ટ્સ મુજબ  સોનમે પતિની હત્યા કરાવી છે એવા આરોપ લાગી રહ્યા છે. આ મામલે પોલીસેૃ તેની ધરપકડ કરીને પૂછપરછ કરી રહી છે. જાણો વિગતવાર માહિતી

પતિની હત્યાના આરોપમાં પોલીસે કરી છે ધરપકડ
પરિવાર સોનમને પાછી લાવવા માટે ગાઝીપુર રવાના થયો છે. આ બધા વચ્ચે એક એવી પણ જાણકારી સામે આવી છે કે સોનમને ગાઝીપુર પોલીસે મેઘાલય પોલીસ સાથે વાતચીત બાદ ધરપકડ કરી લીધી છે. સોનમ રઘુવંશી હાલ તેના પતિની હત્યાનો પણ આરોપ લાગ્યો હોવાનું સામે આવ્યું છે. સોનમ પતિ સાથે હનીમૂન માટે શિલોંગ ગઈ હતી. પરંતુ પછી બંને ગૂમ થઈ ગયા હતા. જ્યારે 2 જૂનના રોજ રાજાની લાશ મળી હતી. 

ભાડાના હત્યારા બોલાવ્યા હતા?
મળતી માહિતી મુજબ ઈન્દોરના વ્યક્તિની હત્યાના આરોપમાં પત્ની સહિત ચાર લોકોની ધરપકડ કરાઈ છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ  મેઘાલયમાં હનીમૂન દરમિયાન ઈન્દોરના વ્યક્તિની હત્યામાં પત્ની કથિત રીતે સામેલ હતી. તેણે ભાડાના હત્યારા બોલાવ્યા હતા

મેઘાલયના મુખ્યમંત્રીની ટ્વીટ
મેઘાલયના સીએમ કોનરાડ સંગમાએ આ મામલે ટ્વીટ કરીને કહ્યું કે રાજા હત્યાકાંડમાં 7 દિવસની અંદર મેઘાલય પોલીસને મોટી સફળતા મળી છે. મધ્ય પ્રદેશના 3 હુમલાખોરોની ધરપકડ કરાઈ છે જ્યારે એક મહિલાએ આત્મસમર્પણ કર્યું છે અને એક અન્ય હુમલાખોરને પકડવા માટે અભિયાન ચાલુ છે. 

— Press Trust of India (@PTI_News) June 9, 2025

સોનમના પરિવારની પ્રતિક્રિયા
સોનમના પિતા દેવી સિંહ રઘુવંશીનું કહેવું છે કે જ્યારે પુત્રી તેમને મળશે ત્યારે સત્ય સામે આવશે. પરંતુ તેમાં પોલીસ અને હોટલમાં જોવા મળેલા બે યુવકોનો હાથ છે. મધ્ય પ્રદેશના 3 લોકોની ધરપકડના સવાલ પર દેવી સિંહે કહ્યું કે જ્યારે પોલીસ રિમાન્ડ પર વાત કરશે ત્યારે સચ્ચાઈ સામે આવશે. તેમનું કહેવું છે કે પોલીસ હવામાં વાતો કરી રહી છે. અમારી કોઈની સાથે દુશ્મની નથી. પોલીસ હત્યાકાંડનો ખુલાસો કરે. 

શું છે સમગ્ર મામલો
સોનમ અને તેનો પતિ રાજા રઘુવંશી જે ઈન્દોરના ટ્રાન્સપોર્ટ વેપારી હતા તેઓ 11 મે 2025ના રોજ લગ્ન  બાદ હનીમૂન પર ગયા હતા. 20મી મેના રોજ મેઘાલય પહોંચ્યા. આ  કપલનો છેલ્લે 23મી મેના રોજ પરિવાર સાથે છેલ્લીવાર સંપર્ક થયો.  ત્યારબાદ બંનેનો ફોન બંધ થઈ ગયો. તેમણે ભાડે લીધેલું એક્ટિવા સ્કૂટી સોહરારિમમાં લાવારિસ હાલતમાં મળ્યું હતું. 2 જૂનના રોજ વેઈ સોડોંગ ઝરણા પાસે એક  ઊંડી ખાઈમાં રાજાનો કોહવાઈ ગયેલો મૃતદેહ મળ્યો હતો. ત્યારબાદ પોલીસે હત્યાનો કેસ દાખલ કર્યો. પરંતુ સોનમો કોઈ અતોપત્તો મળતો નહતો. જેથી પરિવારને તેનું અપહરણ અને તસ્કરી સુદ્ધાની આશંકા થઈ હતી. 

— Zee News (@ZeeNews) June 9, 2025

ગાઝીપુરમાં કેવી રીતે મળી
17 દિવસ બાદ એટલે કે 9 જૂનના રોજ સોનમ ગાઝીપુરના એક ઢાબા પર જોવા મળી. એવું કહેવાય છે કે તેણે ઢાબા પરથી પરિવારને ફોન કર્યો અને લોકેશન બતાવ્યું. પરિવારે તરત જ સ્થાનિક પોલીસને સૂચના આપી. ત્યારબાદ ગાઝીપુર પોલીસે સોનમની ધરપકડ કરી. હાલ પોલીસ પૂછપરછ કરી રહી છે જેથી કરીને સમજી શકાય કે શિલોંગથી તે ગાઝીપુર કેવી રીતે પહોંચી અને આ 17 દિવસમાં તેની સાથે શું થયું. સૂત્રોના જણાવ્યાં મુજબ સોનમ ખુબ થાકેલી અને પરેશાન હાલતમાં હતી ય

પરિવારની પ્રતિક્રિયા
સોનમના ભાઈ ગોવિંદ કે જે શિલોંગમાં તેને શોધી રહ્યો હતો તેણે કહ્યું કે અમને ખાતરી હતી કે મારી બહેન જીવતી છે. ભગવાનનો આભાર કે તે મળી ગઈ. પરિવારે પહેલા અપહરણની શંકા જતાવી હતી કારણ કે ઘટનાસ્થળ  બાંગ્લાદેશ સરહદથી નજીક હતું. સોનમના પિતા પીએમ મોદી અને ગૃહ મંત્રી અમિત શાહને પણ ગુહાર લગાવી ચૂક્યા હતા. હવે પરિવાર ઈન્દોરમાં સોનમના પાછા ફરવાની રાહ જોઈ રહ્યો છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news