Health Tips: ડેન્ગ્યુ અને મલેરિયાના શરુઆતી લક્ષણો વિશે જાણો, એક પણ લક્ષણને ઈગ્નોર કરવાની ભુલ ન કરવી
Dengue and Malaria Symptoms: ડેન્ગ્યુ અને મલેરિયાની સારવાર યોગ્ય સમયે શરુ કરવામાં ન આવે તો આ બીમારી જીવલેણ સાબિત થાય છે. આ બંને બીમારી મચ્છરના કરડવાથી થાય છે પરંતુ તેના લક્ષણો અલગ અલગ હોય છે.
Trending Photos
Dengue and Malaria Symptoms: ચોમાસુ પોતાની સાથે ઘણી બધી બીમારીઓ પણ લાવે છે. જેમાં સૌથી વધુ ડેન્ગ્યુ અને મેલેરિયાનો પ્રકોપ જોવા મળે છે. ડેન્ગ્યુ અને મલેરિયા મચ્છરના કરડવાથી ફેલાતી બીમારી છે. ચોમાસામાં ડેન્ગ્યુ અને મલેરિયાના કેસ બધી જતા હોય છે. આ બંને બીમારીના શરૂઆત લક્ષણોને ઓળખીને સારવાર લેવી જરૂરી હોય છે. જો સારવાર લેવામાં મોડું થઈ જાય તો આ બીમારી જીવલેણ બની શકે છે. તેથી જ ડેન્ગ્યુ અને મલેરિયાના શરૂઆતથી લક્ષણોને ઓળખી યોગ્ય સારવાર લેવાની શરૂઆત કરી દેવી જોઈએ.
ડેન્ગ્યુના શરૂઆતી લક્ષણો
ડેન્ગ્યુ એક વાયરલ બીમારી છે જે એડિસ મચ્છરના કરડવાથી ફેલાય છે. ડેન્ગ્યુ થયાના લક્ષણો મચ્છર કરડ્યાના ચાર થી સાત દિવસ પછી દેખાવાની શરૂઆત થાય છે. ડેન્ગ્યુમાં મુખ્ય રીતે નીચે દર્શાવેલા લક્ષણો જોવા મળે છે.
- ડેન્ગ્યુમાં સૌથી પહેલા અચાનક જ તાવ ચઢી જાય છે. તાવમાં શરીરનું ટેમ્પરેચર 102 થી 104 સુધી પણ જઈ શકે છે.
- ડેન્ગ્યુની શરૂઆતમાં ગંભીર રીતે માથામાં દુખાવો ખાસ કરીને આંખની પાછળ દુખાવો અનુભવાય છે.
- ડેન્ગ્યુમાં શરીરમાં પણ દુખાવા રહે છે. આ તાવમાં દર્દીને સ્નાયુ અને સાંધામાં અસહ્ય દુખાવો થઈ શકે છે.
- ડેન્ગ્યુમાં દર્દીને વધારે પડતો થાક અને નબળાઈ અનુભવાય છે. ડેન્ગ્યુમાં દર્દીના શરીર પર લાલ દાણા કે ચકતા દેખાઈ શકે છે.
- કેટલાક લોકોને ડેન્ગ્યુ દરમ્યાન ઉલ્ટીની સમસ્યા પણ થાય છે અને ભૂખ પણ લાગતી નથી.
ડેન્ગ્યુ જો ગંભીર સ્થિતિમાં પહોંચી જાય તો નાક અને પેઢામાંથી લોહી પણ નીકળે છે અને પેટમાં તીવ્ર દુખાવા સાથે ઉલટી થાય છે.
મલેરિયાના શરૂઆતી લક્ષણ
- મલેરીયા એનોફિલિસ મચ્છર કરડવાથી થાય છે. મલેરીયાના લક્ષણ મચ્છર કરડ્યું હોય તેના 7-15 દિવસો પછી દેખાઈ શકે છે.
- મલેરિયામાં દર્દીને પહેલા અચાનક જ ઠંડી લાગે છે પછી તાવ આવે છે અને થોડા સમયમાં તાવ ઉતરી જાય છે. એટલે કે દર્દીને તાવ આવે છે અને ઉતરી જાય છે તેવી સ્થિતિ રહે.
- મેલેરિયામાં પણ દર્દીને માથામાં દુખાવો થઈ શકે છે. મલેરિયામાં દર્દીને સ્નાયુમાં દુખાવાનો અનુભવ થાય છે.
- મલેરિયામાં દર્દીને જ્યારે તાવ ઉતરે તો શરીરમાંથી વધારે પ્રમાણમાં પરસેવો નીકળવા લાગે છે.
ડેન્ગ્યુ અને મલેરિયા બંને બીમારીમાં કેટલાક લક્ષણો સામાન્ય જોવા મળે છે. આ લક્ષણોને ઓળખી અને ડોક્ટરની સલાહ અનુસાર તુરંત જ સારવાર શરૂ કરવી જોઈએ. લક્ષણોને ઓળખીને તેનું નિદાન કરાવી સારવાર લેવાથી આ બીમારીથી બચી શકાય છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે