શારીરિક, માનસિક અને આધ્યાત્મિક સુખાકારી! શા માટે લાખો લોકો પતંજલિ યોગ અપનાવી રહ્યા છે?
Patanjali Yoga: ઋષિકેશમાં સ્થિત પતંજલિની સંસ્થા યોગ અને આયુર્વેદ દ્વારા સર્વગ્રાહી સ્વાસ્થ્ય પ્રદાન કરે છે. અહીં અનેક પ્રકારના યોગ સત્રો અને વર્કશોપનું આયોજન કરવામાં આવે છે.
Trending Photos
Patanjali News: આજના સમયમાં યોગ હવે ફક્ત શારીરિક કસરત જ નથી. તે એક સંપૂર્ણ અભ્યાસ છે, જે મનની શાંતિ અને આધ્યાત્મિક જાગૃતિ વધારવામાં મદદ કરે છે. આજના વ્યસ્ત જીવનમાં લોકોમાં તણાવ અને ભાર સામાન્ય વાત બની રહી છે. આ સમયમાં યોગ આરોગ્ય માટે દરેક રીતે એક અસરકારક પદ્ધતિ છે. જે યોગ ક્યારેક માત્ર પ્રાચીન પરંપરા ગણાતો હતો, તે હવે શરીરના આરોગ્ય માટે મહત્વનો ભાગ બની ગયો છે. દુનિયાભરમાં કરોડો લોકો તેને અપનાવી રહ્યાં છે.
આજના સમયમાં યોગના વધતા પ્રભાવમાં પતંજલિની ભૂમિકા ખૂબ મોટી છે. પતંજલિ બાબા રામદેવ દ્વારા સંચાલિત આયુર્વેદિક પ્રોડક્ટ્સ અને નેચરલ ઉપચારોને પ્રોત્સાહન આપે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં પતંજલિએ શારીરિક, માનસિક અને આધ્યામિક આરોગ્ય માટે યોગને આગળ વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે.
પતંજલિ યોગની વિશેષતા
પતંજલિ યોગ શરીર, મન અને આત્મા વચ્ચેના સંતુલન પર ભાર દે છે. આમાં આઠ મહત્વપૂર્ણ ભાગો હોય છે, જેને અષ્ટાંગ યોગ કહેવામાં આવે છે.
યમ (નૈતિક સિદ્ધાંતો)
નિયામ (વ્યક્તિગત શિસ્ત)
આસન (શારીરિક સ્થિતી)
પ્રાણાયામ (શ્વાસની નિયંત્રણ)
પ્રતિહાર (ઈન્દ્રિયોને નિયંત્રિત કરવું)
ધારણા (કેન્દ્રિત થવું)
ધ્યાન (મેડિટેશન)
સમાધિ (આધ્યાત્મિક જ્ઞાન)
લાખો લોકો પતંજલિ યોગ તરફ કેમ આકર્ષિત થઈ રહ્યા છે?
પતંજલિ યોગ ફક્ત શારીરિક તંદુરસ્તી પર ધ્યાન આપતો નથી પરંતુ તે મનની શાંતિ અને આધ્યાત્મિક વિકાસ પર ધ્યાન આપે છે. યોગ કરીને લોકો મની શાંતિ મેળવે છે, જેથી તણાવથી દૂર રહી શાંતિપૂર્વક જીવન જીવી શકે. આ કારણે પતંજલિ યોગની લોકપ્રિયતા ઝડપથી વધી રહી છે.
પતંજલિ યોગ ફાઉન્ડેશન
ઉત્તરાખંડ રાજ્યના યોગ શહેર ઋષિકેશમાં સ્થિત પતંજલિ હઠ યોગ ફાઉન્ડેશન પ્રાચીન યોગને આજની જિંદગી સાથે જોડવાનું કામ કરી રહી છે. અહીં હઠ યોગ, અષ્ટાંગ યોગ, કુન્ડલિની યોગ અને આરોગ્ય માટે ખાસ યોગ સત્રો અને વર્કશોપ્સ યોજવામાં આવે છે. જે દરેક વયના લોકો માટે લાભદાયક છે. ખાસ કરીને આરોગ્ય માટેનો યોગ તણાવ, દબાણ અને અન્ય આરોગ્ય સંબંધિત સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે. તેમાં યોગાસનો, શ્વાસની તકનીક, ધ્યાન અને આરામ સમાવેશ થાય છે.
આ ઉપરાંત, અહીં આયુર્વેદને પણ યોગ સાથે જોડવામાં આવ્યું છે. જેમાં યોગ્ય આહાર, સારી જીવનશૈલી અને ઔષધીઓથી ઉપચાર વિશે સલાહ આપવામાં આવે છે, જેથી સંપૂર્ણ આરોગ્ય સુધરવામાં મદદરૂપ થાય.
પતંજલિ યોગ સંપૂર્ણ આરોગ્ય, શારીરિક મજબૂતી, માનસિક શાંતિ અને આધ્યાત્મિક વિકાસ માટે એક દ્રષ્ટિકોણ પ્રદાન કરે છે. આજે લાખો લોકો આ જીવનશૈલી અપનાવી રહ્યાં છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે