Weight Loss: શરીર ઢોલ જેવું થઈ ગયું હોય તો આ સ્ટેપ ફોલો કરવા લાગો, ડાયટિંગ વિના વજન કંટ્રોલમાં આવી જાશે

Weight Loss Tips: વજન કંટ્રોલ કરવા અને બોડીને શેપમાં રાખવું હોય તો ડાયટિંગ કરવાની જરૂર નથી. અહીં દર્શાવેલી હેલ્ધી લાઈફસ્ટાઈલ ફોલો કરીને પણ આ કામ કરી શકાય છે.
 

Weight Loss: શરીર ઢોલ જેવું થઈ ગયું હોય તો આ સ્ટેપ ફોલો કરવા લાગો, ડાયટિંગ વિના વજન કંટ્રોલમાં આવી જાશે

Weight Loss Tips: ઘણા લોકો વજન ઘટાડવા માટે સ્ટ્રીક્ટ ડાયટિંગ ફોલો કરે છે. તો વળી કેટલાક લોકો અલગ અલગ ડાયટ ટ્રેન્ડ ફોલો કરતા હોય છે. પરંતુ એવા પણ અનેક લોકો હોય છે જેમના મનમાં પ્રશ્ન હોય છે કે ડાયટિંગ કર્યા વિના વજન કંટ્રોલમાં કરી શકાય? તો આ પ્રશ્નનો જવાબ હા છે. ડાયટિંગ કર્યા વિના પણ વજન કંટ્રોલ કરી શકાય છે તેના માટે હેલ્ધી લાઈફસ્ટાઈલ ફોલો કરવાનું શરૂ કરી દો. 

સાંભળવામાં વાત વિચિત્ર લાગે પરંતુ ખરેખર વજન કંટ્રોલ કરવું હોય તો માત્ર ડાયટિંગ પર નહીં પરંતુ ખાવા-પીવાની સમજ અને જીવનશૈલી પર વધારે ધ્યાન આપો. તમે ડાયટિંગ કર્યા વિના પણ આરામથી વજન કંટ્રોલ કરી શકો છો. જો તમને હેલ્ધી લાઈફ સ્ટાઈલ વિશે ખ્યાલ ન હોય તો ચાલો તેના વિશે પણ જણાવીએ. આજે તમને હેલ્ધી લાઈફસ્ટાઈલના કેટલાક સ્ટેપ જણાવીએ જેને ફોલો કરવાથી ડાયટિંગ વિના પણ વજન કંટ્રોલમાં આવી શકે છે. 

વજન કંટ્રોલ કરવાની ટિપ્સ 

1. તાજા ફળ, શાકભાજી, આખા અનાજ, લીન પ્રોટીન અને હેલ્ધી ફેટ ડાયટમાં સામેલ કરો. એટલે કે આ બધી વસ્તુઓને રોજના આહારમાં સામેલ કરવાનું શરૂ કરો. આ વસ્તુઓ શરીરને લાંબા સમય સુધી એનર્જી આપે છે.

2. દિવસના દરેક મીલમાં અડધી થાળી શાકભાજી અને સલાડથી ભરેલી રહે તેવો પ્રયત્ન કરો. એટલે કે ફાઇબર અને પોષક તત્વ થાળીમાં વધારે હોવા જોઈએ. 

3. સૌથી પહેલા ભૂખ સંતોષાય અને પેટ ભરાય તેના સંકેતોને સમજો. જો તમે માઈન્ડ ફુલ ઈટિંગ કરશો તો ઓવર ઈટિંગ અટકી જશે. ટીવી જોતા જોતા કે ફોન જોતા જોતા જમવાનું બંધ કરો અને ભોજનનો સ્વાદ અને આનંદ માણો. 

4. વજન કંટ્રોલ કરવું હોય તો રોજ એક્ટિવ રહેવું પણ જરૂરી છે. જો તમારી પાસે જીમમાં જવાનો સમય ન હોય તો દિવસ દરમિયાન ડાન્સ, યોગા, સ્વિમિંગ કે કોઈપણ સામાન્ય એક્ટિવિટી કરવાનું શરૂ કરો. રોજ 30 મિનિટ માટે લાઈટ એક્સરસાઇઝ કરો. 

5. જો તમે ઊંઘ પૂરી કરશો તો હોર્મોન અને ભૂખ કંટ્રોલમાં રહેશે. ઓછી ઊંઘના કારણે પણ વજન વધે છે કારણ કે વ્યક્તિ જાગે ત્યાં સુધી જંક ફૂડ થાય છે. રોજ સાત થી નવ કલાકની ઊંઘ થાય તે રીતનું સૂવાનું રૂટિન બનાવો. 

6. ઘણી વખત શરીરને જરૂર લિક્વિડની હોય છે પરંતુ ભૂખ સમજીને વ્યક્તિ કોઈ પણ વસ્તુ ખાઈ લે છે. આવું ન થાય તે માટે દિવસ દરમિયાન થોડા થોડા સમયે પાણી પીતા રહો. 

7. ઘણા લોકો સ્ટ્રેસના કારણે વધારે ખાતા હોય છે. કેટલાક લોકોને સ્ટ્રેસના કારણે ગળ્યું ખાવાની ક્રેવિંગ વધી જાય છે. આ સ્થિતિને કંટ્રોલ કરવા માટે જે વાતની ચિંતા થતી હોય અથવા તો જે વાતથી સ્ટ્રેસ થતો હોય તેને ડાયરીમાં લખો અથવા તો ઊંડા શ્વાસ લેવાની પ્રેક્ટિસ કરો. તેનાથી સ્ટ્રેસ કંટ્રોલમાં આવી જશે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news