ગુટકા-પાન ખાઈને ગંદા પીળા થઈ ગયા છે દાંત? મોતી જેવા ચમકાવવા માટે અજમાવો આ ઘરગથ્થું ઉપાય

How can I remove yellow stains from my teeth: દાંત પર પીળાપણું આવવાનું કારણ ખરાબ ખાણી પીણીની આદતો અને સફાઈની કમીનું પરિણામ હોઈ શકે છે. જો તમારા દાંત ચમક ગુમાવી ચૂક્યા હોય તો આ ચમક પાછી મેળવવાના ઉપાયો વિશે જાણો.

ગુટકા-પાન ખાઈને ગંદા પીળા થઈ ગયા છે દાંત? મોતી જેવા ચમકાવવા માટે અજમાવો આ ઘરગથ્થું ઉપાય

જો તમે ગુટકા, સિગારેટ, તમાકુ, પાન મસાલા કે ચા કોફી જેવી ચીજોનું વધુ પડતું સેવન કરતા હોવ તો દાંત પીળા દેખાય તે એક સામાન્ય વાત છે. કેટલાક લોકોમાં આ સમસ્યા સફાઈના અભાવના કારણે પણ હોઈ શકે છે. પીળા દાંત અનેકવાર લો કોન્ફિડન્સનું કારણ બની શકે છે. કારણ કે મોટા ભાગના લોકો એવું સમજે છે કે બરાબર બ્રશ ન કરવાના કારણે દાંત પીળા પડવા લાગે છે. આમ તો તમે તમારા પીળા દાંતની સફાઈ ડેન્ટિસ્ટ પાસે જઈને કરાવી શકો છો. પરંતુ જો તમે કોઈ ઘરગથ્થું ઉપાય શોધી રહ્યા હોવ તો આ ચીજો ટ્રાય કરી શકો છો. 

કેળાની છાલ
ફળની જેમ જ કેળાની છાલ પણ ખુબ ફાયદાકારક છે. આવામાં તમે તેનો ઉપયોગ કરીને દાંતની ચમક પાછી મેળવી શકો છો. આ માટે તમારે ફક્ત તેની છાલ દાંત પર ઘસવાની છે. આમ કરવાથી કેવિટીની સમસ્યા પણ દૂર થઈ શકે છે. 

સરસવનું તેલ અને મીઠું
દાંતને સાફ  કરવા માટે સરસવનું તેલ અને મીઠાનો ઉપયોગ પહેલાના સમયથી થતો આવ્યો છે. તેની મદદથી દાંતનું પીળાપણું દૂર થઈ શકે છે. આ માટે અઠવાડિયામાં એકવાર આ મિશ્રણથી દાંત ઘસો. થોડા દિવસમાં તમને તેની અસર જોવા મળી શકે છે. 

આ વાતોનું રાખો ધ્યાન
દાંતને પીળા થતા બચાવવા માટે નિયમિત બ્રશ કરવાની સાથે સાથે જ્યારે પણ જમો ત્યારે ખાધા બાદ કોગળા જરૂર કરવા. આ સાથે રાતે સૂતા પહેલા બ્રશ કરવાનું ન ભૂલવું જોઈએ. 

 (Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news