Home Remedy For Pimple: 5 રુપિયાની વસ્તુ મટાડી દેશે ખીલ, સ્કિન દેખાવા લાગશે હેલ્ધી

How to Get Rid of Pimple: ચહેરા પર વારંવાર થતા જીદ્દી ખીલને કાયમ માટે દુર કરી દેવા છે ? તો આજે તમને ખીલ મટાડવાનો એકદમ સસ્તો ઉપાય જણાવીએ. આ ઉપાયની મદદથી સ્કિન હેલ્ધી પણ રહેશે.

Home Remedy For Pimple: 5 રુપિયાની વસ્તુ મટાડી દેશે ખીલ, સ્કિન દેખાવા લાગશે હેલ્ધી

How to Get Rid of Pimple: ગ્રીન ટીનો ઉપયોગ મોટાભાગે વજન ઘટાડવામાં અને બોડીને સ્લીમ રાખવામાં કરવામાં આવે છે. જે લોકો હેલ્થ અને ફિટનેસને લઈ જાગૃત હોય છે તેઓ ગ્રીન ટી પીવાનો આગ્રહ રાખે છે. ગ્રીન ટીથી શરીરને અનેક લાભ થાય છે. જો કે શરીરને ફિટ રાખતી ગ્રીન ટી ચહેરાની સુંદરતાને પણ વધારી શકે છે. ગ્રીન ટીનો ફેસપેક લગાડવાથી ઘણી બધી સ્કીન પ્રોબ્લેમ દૂર થઈ શકે છે. 

ખાસ કરીને જો ચહેરા પર વારંવાર ખીલ થઈ જતા હોય અને તે મટવાનું નામ ન લેતા હોય તો ગ્રીન ટીનો આ રીતે ઉપયોગ કરજો. ગ્રીન ટીનો આ રીતે સ્કિન પર ઉપયોગ કરવાથી ઘણા બધા બ્યુટી બેનિફિટ્સ થશે. તો ચાલો તમને જણાવીએ ગ્રીન ટીનો ફેસપેક કેવી રીતે બનાવવો અને તેને કેવી રીતે અપ્લાય કરવો. 

ગ્રીન ટીથી સ્કિનને થતા ફાયદા 

- ગ્રીન ટીના ઠંડા પાણીથી ચહેરો સાફ કરવાથી બેક્ટેરિયા દૂર થાય છે અને પિમ્પલની સમસ્યા ઘટે છે. 

- સ્કીન પરના ડાર્ક સ્પોટને દૂર કરવામાં પણ ગ્રીન ટીનો ઉપયોગ કરી શકાય છે. 

- ચહેરાનું ડીપ ક્લિનિંગ કરવું હોય તો ગ્રીન ટીના માસ્કનો ઉપયોગ કરવો. 

ગ્રીન ટીનો ફેસપેક કેવી રીતે બનાવવો? 

એક ચમચી ગ્રીન ટી લેવી અને તેને પાણીમાં સારી રીતે મિક્સ કરી ગરમ કરો. ગ્રીન ટી બરાબર પાણીમાં ભળી જાય પછી તેની પેસ્ટ બનાવી લો. ગ્રીન ટીની પેસ્ટ માં અડધી ચમચી મધ અને એક ચમચી દહીં ઉમેરો. બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરીને ચહેરા તેમજ ગરદન પર લગાવો. આ ફેસપેકને 40 મિનિટ સુધી ચહેરા પર લગાવી રાખો. ત્યાર પછી હળવા હાથે મસાજ કરી ચહેરાને સાફ કરી લો.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news