Happy Life: જીવનમાં ખુશ રહેવા શું જરૂરી ? લોકો માટે પૈસો નહીં આ 2 વસ્તુઓ ખુશીઓનું કારણ, જાણો તમે પણ
Secret Of Happiness: આજે દરેક વ્યક્તિ દિવસ રાતની દોડધામ ધન માટે કરે છે. પરંતુ જીવનમાં ખુશ રહેવા માટે પૈસો નહીં પરંતુ અન્ય વસ્તુઓ જરૂરી છે. આજે તમને જણાવીએ જીવનમાં પૈસા કરતાં પણ વધારે મહત્વની કઈ વસ્તુઓ છે.
Trending Photos
Secret Of Happiness: શું તમને પણ એવું લાગે છે કે જીવનમાં સૌથી વધારે મહત્વના રુપિયા છે ? પરંતુ આ વાત સત્ય નથી. તમને કરોડો રુપિયા મળી જાય તો પણ તમે જીવનમાં સુખી અને સંતુષ્ટ ન હોય એવું બની શકે. એટલે કે જીવનમાં ધન હોવું એ જ પુરતું નથી. ખુશહાલ જીવન માટે અન્ય વસ્તુ જરૂરી છે.
એક રિસર્ચ અનુસાર વ્યક્તિએ જીવનમાં ખુશહાલ રહેવું હોય તો 2 વસ્તુ સૌથી વધારે જરૂરી છે. આ વસ્તુને મોટાભાગના લોકો ઈગ્નોર કરે છે અને રુપિયા પાછળ ભાગતા રહે છે. એક રિસર્ચ કરવામાં આવી હતી. જેમાં લોકોને પુછવામાં આવ્યું કે ખરેખર ખુશ રહેવાનું સીક્રેટ શું છે. તેના જવાબમાં લોકોએ અલગ અલગ વસ્તુઓ જણાવી જેમકે સારી નોકરી, સારી ઊંઘ, મિત્રો, પરિવાર, પૈસા, સારા સંબંધો વગેરે.
આ રિસર્ચના અંતે તારણ કાઢવામાં આવ્યું તો આશ્ચર્યજનક પરિણામ સામે આવ્યું. લોકોના જવાબના આધારે તારણ એવું સામે આવ્યું કે ખુશ રહેવા માટે પૈસા નહીં શારીરિક સંબંધો અને ઊંઘ પસંદ કરી.
જ્યારે લોકોને પુછવામાં આવ્યું કે શું પૈસા ખુશી આપી શકે તો લોકોનો જવાબ ના હતો. લોકોએ માન્યું કે ખુશ રહેવું હોય તો પૈસો નહીં પરંતુ સારી સેક્સ લાઈફ અને સારી ઊંઘ થાય તે જરૂરી છે. સેક્સ અને ઊંઘ પછી લોકો માટે ખુશીનું કારણ નોકરીની સુરક્ષા, નજીકના મિત્રો અને પરિવાર છે તેવું જાણવા મળ્યું.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે