કઈ 3 ચાવીથી ખુલે છે બદ્રીનાથ ધામના દરવાજા ? આ લોકો આખું વર્ષ રાખે છે તેની સંભાળ

Badrinath Temple History : ઉત્તરાખંડના ચાર ધામોમાંથી એક બદ્રીનાથ ધામના દરવાજા ખુલી ગયા છે. ભક્તો અહીં દર્શન કરી રહ્યા છે. બદ્રીનાથ ધામના દરવાજા કઈ ત્રણ ચાવીઓથી ખુલે છે તેના વિશે આ લેખમાં જાણીશું. 

કઈ 3 ચાવીથી ખુલે છે બદ્રીનાથ ધામના દરવાજા ? આ લોકો આખું વર્ષ રાખે છે તેની સંભાળ

Badrinath Temple History : ઉત્તરાખંડના ગઢવાલમાં સ્થિત ભગવાન વિષ્ણુને સમર્પિત બદ્રીનાથ ધામ ચાર ધામોમાંનું એક છે. જેના દરવાજા વર્ષમાં 6 મહિના ખુલે છે. આ 6 મહિના દરમિયાન, લાખો ભક્તો આ પવિત્ર સ્થળની મુલાકાત લેવા પહોંચે છે. મંદિરના દરવાજા ખોલવા માટે યોગ્ય શુભ સમય નક્કી કરવામાં આવે છે અને દરવાજા સંપૂર્ણ વિધિ સાથે ખોલવામાં આવે છે. ભક્તો પહેલા દર્શન માટે રાહ જોઈને બેઠા હોય છે. પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે બદ્રીનાથ મંદિરના દરવાજા ખોલવાની એક ખાસ પ્રક્રિયા છે, જેમાં ત્રણ ચાવીઓનો ઉપયોગ કરવામાં આવે છે.

બદ્રીનાથ ધામ મંદિરના દરવાજા 3 ચાવીઓથી ખોલવાની પરંપરા સદીઓ જૂની છે. આ પરંપરા સાથે બદ્રીનાથ મંદિરના દરવાજા ખોલવાની સંપૂર્ણ નિર્ધારિત પ્રક્રિયાનું પાલન કરવામાં આવે છે. આ માટે સૌપ્રથમ વસંત પંચમીના દિવસે ટિહરીના મહારાજાના દરબારમાં વિદ્વાનો દ્વારા કેલેન્ડર ગણતરીઓ પછી દરવાજા ખોલવાની તારીખ અને સમય નક્કી કરવામાં આવે છે. આ પછી ત્રણ અલગ અલગ જગ્યાએથી ત્રણ ચાવીઓ લાવવામાં આવે છે, પછી નક્કી કરેલા શુભ સમયે દરવાજા ખોલવામાં આવે છે.

આ 3 ચાવીઓ કોની પાસે રહે છે ?

પહેલી ચાવી - પહેલી ચાવી ટિહરી રાજવી પરિવારના પ્રતિનિધિ પાસે હોય છે, જે બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિવતી તાળું ખોલે છે.

બીજી ચાવી - આ ચાવી બામની ગામના ભંડારી ઠોક પાસે હોય છે, જે તેના હકદાર માલિક છે.

ત્રીજી ચાવી - આ ચાવી બામની ગામના મહેતા ઠોક પાસે હોય છે.

આ ત્રણ ચાવીઓ નક્કી કરેલા સમય પહેલાં મંદિરમાં પહોંચી જાય છે અને પછી ધાર્મિક વિધિઓ મુજબ દરવાજા ખોલવામાં આવે છે. બરફવર્ષા દરમિયાન, જ્યારે મંદિર 6 મહિના સુધી બંધ રહે છે, ત્યારે આ લોકો ચાવીઓનું રક્ષણ કરે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news