Jagannath Puri: જગન્નાથ પુરી મંદિરની ત્રીજી સીડી પર પગ ન મુકવા પાછળ શું છે કારણ ? દર્શન કર્યા પછી ન કરવી આ ભુલ

Jagannath Puri Temple: જગન્નાથ પુરી મંદિર સાથે જોડાયેલા કેટલાક રહસ્ય એવા છે જેના વિશે લોકો આજે પણ જાણતા નથી. ધર્મ શાસ્ત્રો અનુસાર જગન્નાથ પુરી ધરતીનું વૈકુંઠ છે. આ મંદિર સાથે એક રહસ્ય જોડાયેલું છે જેના વિશે લોકો જાણતા નથી. આજે તમને આ રહસ્ય વિશે જણાવીએ.
 

Jagannath Puri: જગન્નાથ પુરી મંદિરની ત્રીજી સીડી પર પગ ન મુકવા પાછળ શું છે કારણ ? દર્શન કર્યા પછી ન કરવી આ ભુલ

Jagannath Puri Temple: ચાર ધામમાંથી એક જગન્નાથ મંદિર રહસ્યોથી ભરપુર છે. આ મંદિરમાં આજે પણ કેટલાક ચમત્કાર થાય છે જેનો જવાબ વિજ્ઞાન પાસે પણ નથી. જગન્નાથ પુરી ધરતીનું વૈકુંઠ છે. આ મંદિરમાં ભગવાન શ્રીકૃષ્ણ ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે બિરાજમાન રહે છે. માન્યતા છે કે ભગવાન જગન્નાથના દર્શન કરવાથી મનની બધી જ ઈચ્છા પુરી થઈ જાય છે. જે વ્યક્તિ ભગવાનના દર્શન કરી લે છે તે પાપ મુક્ત થઈ જાય છે. 

જગન્નાથ પુરી મંદિરનું એક રહસ્ય એવું છે જેના વિશે ઓછા લોકો જાણે છે. આ રહસ્ય મંદિરની ત્રીજી સીડીમાં છુપાયેલું છે. આજે તમને જણાવીએ આ રહસ્ય વિશે. માન્યતા અનુસાર મંદિરની ત્રીજી સીડી પર પગ મુકવાની મનાઈ છે. ખાસ કરીને મંદિરમાંથી દર્શન કરી પરત ફરતી વખતે ત્રીજી સીડી પર પગ મુકવાની મનાઈ છે. આ માન્યતા પાછળ ખાસ કારણ છે. 

માન્યતા છે કે જગન્નાથ મંદિરની ત્રીજી સીડીમાં યમરાજ બિરાજમાન છે. જે વ્યક્તિ આ સીડી પર પગ મુકે છે તેના પુણ્યનો નાશ થઈ જાય છે. ખાસ કરીને મંદિરમાંથી દર્શન કરી પરત ફરતી વખતે આ ભુલ કરવાની નહીં. તેની પાછળનું કારણ શું છે ચાલો તે પણ જણાવીએ. 

મંદિરની ત્રીજી સીડીનું રહસ્ય

ભગવાન જગન્નાથના દર્શન કરી લોકો પાપ મુક્ત થવા લાગ્યા. આ જોઈને યમરાજ ભગવાન જગન્નાથ પાસે ગયા અને તેમને કહ્યું કે ભગવાને લોકોને પાપ મુક્ત થઈ જવાનો સરળ રસ્તો આપી દીધો છે. લોકો ભગવાનના દર્શન કરી પાપ મુક્ત થઈ જાય છે અને યમલોક નથી જતા. યમરાજની વાત સાંભળી ભગવાન જગન્નાથે યમરાજને કહ્યું કે તેઓ મંદિરની ત્રીજી સીડીમાં સ્થાન ગ્રહણ કરે. જે વ્યક્તિ ભગવાનના દર્શન કરી પાપમુક્ત થઈને પરત જતી વખતે આ સીડી પર પગ મુકશે તેના પુણ્યનો નાશ થઈ જશે.

ત્યારથી મંદિરની ત્રીજી સીડીમાં એક યમશીલા છે. જેના પર દર્શન કરીને પરત ફરતા લોકો પગ નથી મુકતા. જે વ્યક્તિ આ શિલા પર પગ મુકે છે તેના પુણ્યનો નાશ થાય છે અને તેને યમલોક જવું પડે છે. 

જગન્નાથ મંદિરમાં ન કરો આ ભુલ

જગન્નાથ મંદિરના મુખ્ય દ્વારથી નીચે જતી વખતે ત્રીજી સીડી પર યમશિલા છે. મંદિરમાં દર્શન કરવા જતી વખતે આ સીડી પર પગ મુકી શકાય છે. પરંતુ પરત ફરતી વખતે આ શિલા પર પગ મુકવો નહીં. આ શિલા કાળા રંગની છે અને બાકીની સીડીના રંગ કરતા એકદમ અલગ છે. 

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ટીપ્સ સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news