Raksha ‌andhan muhurat: 297 વર્ષ બાદ રક્ષાબંધન પર દુર્લભ ગ્રહ સંયોગ, જાણો રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત

Raksha bandhan muhurat time :  આ વર્ષે રક્ષાબંધનની ઉજવણી 9 ઓગસ્ટ શનિવારે કરવામાં આવશે. ભારતીય શાસ્ત્રોમાં આ પર્વને ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. રક્ષાબંધનના દિવસે ઘણા શુભ યોગ એક સાથે બની રહ્યાં છે, જે તેને અત્યંત દુર્લભ અને શુભ બનાવી રહ્યાં છે.

  Raksha ‌andhan muhurat: 297 વર્ષ બાદ રક્ષાબંધન પર દુર્લભ ગ્રહ સંયોગ, જાણો રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત

Raksha Bandhan 2025: ભાઈ-બહેનના પવિત્ર તહેવાર રક્ષાબંધનની ઉજવણી 9 ઓગસ્ટે કરવામાં આવશે. આ વર્ષે રક્ષાબંધન પર ગ્રહો-નક્ષત્રોનો દુર્લભ સંયોગ બની રહ્યો છે. રક્ષાબંધન 2025 પર આયુષ્માન યોગ, સર્વાર્થસિદ્ધિ યોગ, સિદ્ધિ યોગ અને સૌભાગ્ય યોગનો અદ્ભુત સંયોગ બની રહ્યો છે. સાથે શનૈશ્વરી પૂર્ણિમા, મકર રાશિમાં ચંદ્રમા, શ્રણ તથા ધનિષ્ઠા નક્ષત્ર અને પ્રીતિ યોગ પણ આ દિવસને વિશેષ બનાવી રહ્યાં છે. આવો દિવ્ય સંયોગ છેલ્લે 97 વર્ષ પહેલા 1928મા બન્યો હતો. આ યોગ કૃષિ, પારિવારિક સમૃદ્ધિ અને સામાજિક સોહાર્દ માટે અત્યંત ફળદાયી માનવામાં આવે છે.

રક્ષાબંધન પર ગ્રહોનો સંયોગ
આ સિવાય આ વર્ષે રક્ષાબંધન પર્વ પર 297 વર્ષ બાદ ગ્રહોની દુર્લભ સ્થિતિ રહેશે. સૂર્ય કર્ક રાશિમાં, ચંદ્રમા મકરમાં, મંગળ કન્યામાં, બુધ કર્કમાં, ગુરૂ અને શુક્ર મિથુન રાશિમાં, રાહુ કુંભમાં અને કેતુ સિંહ રાશિમાં રહેશે. આવો સંયોગ 1728 વમા બન્યો હતો. તે સમયે પણ ભદ્રા પૃથ્વી પર નહોતી અને ગ્રહોની સ્થિતિ આવી જ હતી. આ વખતે પણ ભદ્રા રહિત તેવો યોગ બની રહ્યો છે. આ સમય શુભ કાર્યો માટે ઉત્તમ રહેશે. આ વર્ષે રક્ષાબંધન પર ભદ્રા કાળ રહેશે નહીં. ભદ્રા કાળ રક્ષાબંધનના એક દિવસ પહેલા એટલે કે 8 ઓગસ્ટે રાત્રે સમાપ્ત થઈ જશે. તેના કારણે 9 ઓગસ્ટે આખો દિવસ રાખડી બાંધી શકાય છે. 

ક્યારે છે રક્ષાબંધન
ભાઈ-બહેનના સ્નેહ, સુરક્ષા અને વિશ્વાસનું પર્વ છે રક્ષાબંધન. જેમાં બહેન પોતાના ભાઈના કાંડા પર રક્ષા સૂત્ર બાંધી તેના દીર્ધાયુ, સુખ અને સમૃદ્ધિની કામના કરે છે. આ વર્ષે રક્ષાબંધનની તિથિ 8 ઓગસ્ટ શુક્રવારે બપોરે 2 કલાક 12 મિનિટથી શરૂ થશે. તિથિનું સમાપન 9 ઓગસ્ટ શનિવારે બપોરે 1 કલાક 24 મિનિટ પર છે. ઉદયા તિથિ અનુસાર 9 ઓગસ્ટે ભદ્રા રહિત રક્ષાબંધનનું પર્વ મનાવવામાં આવશે. 

રક્ષાબંધન 2005 શુભ મુહૂર્ત
બ્રહ્મ મુહૂર્તઃ સવારે 4 કલાક 22 મિનિટથી 5 કલાક 4 મિનિટ સુધી
અભિજીત મુહૂર્તઃ બપોરે 12 કલાક 17 મિનિટથી 12 કલાક 53 મિનિટ સુધી રહેશે
સૌભાગ્ય યોગઃ 4 કલાક 1 મિનિટથી 10 ઓગસ્ટે સવારે 2 કલાક 15 મિનિટ સુધી
સર્વાર્થ સિદ્ધિ યોગઃ 9 ઓગસ્ટ બપોરે 2 કલાક 23 મિનિટ સુધી

રાખડી બાંધવાના મુહૂર્ત
હિંદુ પંચાગ અનુસાર આ વર્ષે રક્ષાબંધનના દિવસે બહેનો પોતાના ભાઈને કોઈ ભદ્રા વગર રાખડી બાંધી શકે છે. આ દિવસે સવારે 5 કલાક 35 મિનિટથી બપોરે 1 કલાક 24 મિનિટ સુધી રાખડી બાંધવાનું સૌથી સારૂ મુહૂર્ત છે.

રક્ષાબંધનનું ધાર્મિક મહત્વ
રક્ષાબંધનના દિવસે બહેનો પોતાના ભાઈના કાંડામાં રાખડી બાંધે છે. રક્ષાબંધન માત્ર ભાઈ-બહેનનું પર્વ નથી પરંતુ તે વેદ, પુરાણ અને ધર્મશાસ્ત્રોમાં જોડાયેલું છે. આ પર્વ રક્ષા, ધર્મ, કર્તવ્ય અને આસ્થાનું પ્રતીક છે. આ દિવસ મનાવવા પાછળ બે પૌરાણિક કથાઓ પ્રચતિલ છે. આ કથાઓ દ્રૌપદી અને શ્રીકૃષ્ણ, રાજા બલિ અને લક્ષ્મી સંબંધિત છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news