ક્રિકેટનો ગજબ રેકોર્ડ ! એક બોલ પર 17 રન...આ ભારતીય બેટ્સમેને કર્યું હતું આ કારનામું
Unique Cricket Records : વિશ્વમાં એવા ઘણા મહાન બેટ્સમેનો છે, જેમના નામે મોટા મોટા રેકોર્ડ છે, પરંતુ 1 બોલ પર 17 રન બનાવવાનો અનોખો રેકોર્ડ માત્ર આ ભારતીય બેટ્સમેનના નામે છે, ત્યારે આ બેટ્સમેન કોણ છે અને કેવી રીતે 1 બોલ પર 17 રન બનાવ્યા હતા, તેના વિશે આ લેખમાં જાણીશું.
Trending Photos
Unique Cricket Records : દુનિયામાં એક એવો બેટ્સમેન છે જેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 1 બોલ પર 17 રન બનાવવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. દુનિયાનો કોઈ બેટ્સમેન 1 બોલ પર 17 રન બનાવવાનું વિચારી પણ ન શકે કારણ કે આ એક એવું કામ છે જે લગભગ અશક્ય છે, પરંતુ ભારતમાં એક એવો મહાન બેટ્સમેન છે જેણે આ અશક્ય કામને શક્ય બનાવીને આખી દુનિયાને ચોંકાવી દીધી છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રોહિત શર્મા અને ક્રિસ ગેલ જેવા વિસ્ફોટક બેટ્સમેન પણ 1 બોલમાં 17 રન બનાવવાની સિદ્ધિ હાંસલ કરી શક્યા નથી.
વિશ્વમાં માત્ર આ બેટ્સમેને 1 બોલ પર 17 રન બનાવ્યા
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં માત્ર એક જ બેટ્સમેને 1 બોલ પર 17 રન બનાવવાનો ચમત્કાર કર્યો છે. આ બેટ્સમેન બીજું કોઈ નહીં પણ ભારતના ભૂતપૂર્વ વિસ્ફોટક ઓપનર વીરેન્દ્ર સેહવાગ છે. ભૂતપૂર્વ ભારતીય વિસ્ફોટક ઓપનર વીરેન્દ્ર સેહવાગે 13 માર્ચ 2004ના રોજ કરાચીમાં પાકિસ્તાન સામે રમાયેલી ODI મેચમાં પાકિસ્તાની બોલર રાણા નાવેદ-ઉલ-હસનની એક બોલમાં 17 રન ફટકાર્યા હતા. આજ સુધી વિશ્વનો કોઈ બેટ્સમેન વીરેન્દ્ર સેહવાગનો આ વર્લ્ડ રેકોર્ડ તોડી શક્યો નથી.
રોહિત અને ગેલ જેવા દિગ્ગજ ખેલાડીઓ પણ આ ચમત્કાર કરી શક્યા નથી
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રોહિત શર્મા અને ક્રિસ ગેલ જેવા વિસ્ફોટક બેટ્સમેન પણ 1 બોલમાં 17 રન બનાવવાની સિદ્ધિ હાંસલ કરી શક્યા નથી. વીરેન્દ્ર સેહવાગની વાત કરીએ તો તેની બેટિંગ કરવાની સ્ટાઈલ અલગ હતી. વિરેન્દ્ર સેહવાગે વર્ષ 2015માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી.ભારતને હજુ સુધી વીરેન્દ્ર સેહવાગ જેવો બેટ્સમેન મળ્યો નથી.
1 બોલ પર 17 રન કેવી રીતે ?
13 માર્ચ 2004ના રોજ, કરાચીમાં પાકિસ્તાન સામે રમાયેલી ODI મેચમાં પાકિસ્તાની બોલર રાણા નાવેદ ઉલ હસને તે ઓવરમાં વિરેન્દ્ર સેહવાગને સતત 3 નો બોલ ફેંક્યા, જેમાંથી વીરેન્દ્ર સેહવાગે બે બોલમાં ચોગ્ગા ફટકાર્યા. આ પછી નોર્મલ બોલ પર કોઈ રન બનાવ્યા ન હતો. આ પછી રાણા નાવેદ-ઉલ-હસને ફરીથી બે નો-બોલ ફેંક્યા, જેમાંથી એક બોલ પર વીરેન્દ્ર સેહવાગે ચોગ્ગો ફટકાર્યો જ્યારે બીજા બોલ પર કોઈ રન થયો ન હતો. આમ રાણા નાવેદ ઉલ હસનની તે ઓવરમાં વીરેન્દ્ર સેહવાગને 3 ચોગ્ગાથી 12 રન અને 5 નો બોલમાં 5 વધારાના રન મળ્યા, જે કુલ 17 રન બની ગયા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે