માર્ક ઝકરબર્ગના નિવેદને મચાવ્યો ખળભળાટ! આટલાં કરોડના પેકેજની ઓફર જાહેર કરી
માર્ક ઝકરબર્ગે તેના કંપનીની AI લેબમાં કામ કરવા માટે એક્સપર્ટ અને ટેલેન્ટેડ લોકોને જોબ ઓફર કરી છે. ઝકરબર્ગ પોતે લોકોને હાયર કરશે અને કરોડોનું પેકેજ પણ આપશે. AI ઈંડસ્ટ્રી માટે આ એક ગેમ ચેન્જર પગલું હશે કે જ્યાં સીઈઓ પોતે લોકોને તેની કંપનીમાં લેશે અને એ પણ આટલાં ઊંચા પેકેજ સાથે. હવે ઝકરબર્ગના આ નિર્ણયથી મેટાનું ભવિષ્ય નક્કી થશે.
Trending Photos
AI ઈન્ડસ્ટ્રીમાં કામ કરવા માટે સુવર્ણ તક
ભારતીય એઆઈ ટેલેન્ટસ માટે હાલ એક શ્રેષ્ઠ તક સામે આવી છે. મેટાના સીઈઓ માર્ક ઝકરબર્ગ આર્ટિફિશિયલ ઈંટેલિજેંસની દોડમાં કમર કસી રહ્યા છે અને પ્રતિસ્પર્ધીઓને પાછળ છોડ્યાં છે. એક મીડિયા રીપોર્ટ પ્રમાણે, ઝકરબર્ગે દુનિયાના શ્રેષ્ઠ AI શોધકર્તાઓ અને એન્જિનિયરોને પોતાની ટીમમાં સામેલ કરી 860 કરોડ રુપિયા (100 મિલિયન ડોલર) સુધીનું પેકેજ ઓફર કર્યું છે. તેમણે વ્યક્તિગત રુપે પણ ઘણાં વૈજ્ઞાનિકો અને ટેક એક્સપર્ટને ઈમેલ કર્યાં છે. વોલ સ્ટ્રીટ જનરલના રિપોર્ટ અનુસાર, માર્ક ઝકરબર્ગ એક અનોખી 'સુપરઈંટેલિજેંસ AI લેબ' બનાવી રહ્યા છે જે મેટાની AI રણનીતિના ભાવિને નક્કી કરશે.
ઝકરબર્ગ પોતે જ નવા કર્મચારીઓની પસંદગી કરશે
આ લેબમાં કામ કરવા માટે તે દુનિયાના ટોપ AI પ્રતિભાઓનો વ્યક્તિગત રીતે સંપર્ક કરશે. વચ્ચે કોઈ HR ટીમ કે પ્રોસેસ નહી રહે. ઝુકરબર્ગ પોતે જ પસંદ કરશે. ઝકરબર્ગ અત્યારે રિસર્ચર્સ, એન્જિનિયર્સ, વૈજ્ઞાનિક અને AI સ્ટાર્અપના ફાઉન્ડરનો સંપર્ક કરી રહ્યા છે. લિસ્ટમાંથી અમુકને તો 100 મિલિયન ડોલર સુધીના વેતન કે ઈક્વિટી પેકેજ ઓફર કર્યાં છે. આ ટેક ઈંડસ્ટ્રીમાં આજ સુધીની સૌથી મોંઘી ભરતીઓમાંની એક ગણાય છે. ઝકરબર્ગ આ વિશેષજ્ઞોને આટલા પૈસા દેવા તૈયાર છે તે જાણી ગૂગલ, ઓપનએઆઈ અને એંથ્રોપિક જેવા પ્રતિદ્વંદ્વી પણ હેરાન છે.
અન્ય કંપનીઓમાં પણ મેટા CEOની હિસ્સેદારી
કહેવામાં આવે છે ઝકરબર્ગ માત્ર નોકરી માટે જ નહી પણ AI કંપનીને ખરીદવાની કોશિશ પણ કરી રહ્યા છે. તેમણે AI સર્ચ સ્ટાર્ટઅપ Perplexityને ખરીદવાની ઓફર રજૂ કરી છે જેના સહ-સંસ્થાપક ભારતીય મૂળના અરવિંદ શ્રીનિવાસ છે.
આ સિવાય તેમણે AI કંપની Scale AI અને તેના યુવા સીઈઓ એલેક્ઝેંડર વાંગમાં ભારે રોકાણ કર્યું છે. કહેવામાં આવે છે કે Scaleમાં ઝકરબર્ગની હિસ્સેદારી 14 બિલિયન ડોલર (લગભગ 1 લાખ કરોડ) સુધી પહોંચી ગઈ છે.
અમુક લોકો વિશ્વાસ કરવા તો અમુક કંપનીમાં જવા તૈયાર નથી
જે લોકોને ઝકરબર્ગએ સીધો મેઈલ મોકલ્યો છે તેમાંથી કેટલાયને તો શરુઆતમાં ભરોસો જ નહોતો થયો કે તે સાચે જ માર્ક ઝકરબર્ગ છે. અમુકે તો મેઈલનો જવાબ પણ ન આપ્યો અને 'સ્પેમ' માની અવગણી કાઢ્યાં. જે લોકોએ આ ઓફરને ઠોકર મારી છે તેમનું કહેવું છે કે ઝકરબર્ગ પાસે '50 લોકોની એક AI ટીમ' બનાવવાનો આઈડિયા તો છે પણ કોઈ સ્પષ્ટ યોજના કે રોડમેપ નથી. એટલે હજુ ટોપ AI ટેલેન્ટ તેમની તરફ આકર્ષિત થયા નથી.
ખબર એવી પણ આવી છે કે ઝકરબર્ગએ ઓપનએઆઈના સહ-સંસ્થાપક ઈલ્યા સુત્સકેવર અને અન્ય પ્રમુખ કર્મચારીઓ સાથે પણ સંપર્ક કર્યો છે. જ્યારે સૈમ ઓલ્ટમેનનો દાવો છે કે, "મારા સૌથી શ્રેષ્ઠ લોકોએ મેટા જોઈન કર્યું નથી."
ઝકરબર્ગ ટેલેન્ટેડને મોટી રકમ આપવા પણ તૈયાર
જ્યારે આ એવી પહેલી તક છે જેમાં કોઈ ટેક સીઈઓ પોતે મેઈલ કરીને લોકોને કંપનીમાં લઈ રહ્યા છે. તેનાથી ખ્યાલ આવે છે કે AIમાં જંગ હવે ફક્ત ટેલેન્ટની લડાઈ દર્શાવે છે, જ્યાં કંપની બેસ્ટ બ્રેઈન માટે મોટામાં મોટી રકમ આપવા તૈયાર છે.
પ્રતિસ્પર્ધીઓ આ નિર્ણયથી સ્તબ્ધ
હાલ તો ગૂગલ, ઓપનએઆઈ અને એંથ્રોપિક જેવી કંપનીઓ આ ક્ષેત્રમાં અગ્રણી રહી છે પરંતુ ઝકરબર્ગનો આ દાવ ચોંકાવનારો છે. પછી ભલે તે ટેલેન્ટખરીદવા માંગતા હોય કે કંપનીઓ પણ આ નિર્ણય નિશ્ચિતરુપથી મેટાને હરીફાઈમાં મજબૂત બનાવી શકશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે