ઓનલાઈન ગેમમાં પૈસા હારી જતા કર્યો ચોરીનો પ્લાન, અમદાવાદની નર્સિગ કોલેજમાંથી વાઈસ પ્રિન્સિપાલે જ રૂપિયા 8 લાખ ઉઠાવ્યા!
Watch Video: આ દ્રશ્યો અમદાવાદના છે. જ્યાં મેઘાણીનગર વિસ્તારમાં આવેલ શુભમ નર્સિંગ કોલેજમાં ચોરીની ઘટના બની. અહીં વિદ્યાર્થીઓની ફીના રૂપિયા 8 લાખ ચોરાયા હતા ત્યારે ચોરીની આ ઘટના સિસિટિવીમાં કેદ થઈ ગઈ હતી. તમે આ દ્રશ્યોમાં જોઈ શકો છો કે, એક બુરખો પહેરેલી મહિલા ઓફિસમાંથી આ ચોરીની ઘટનાને અંજામ આપી રહી છે. જ્યારે ચોરીની જાણ થઈ તો પોલીસકેસ કરાયો જેમાં પોલીસે તપાસ કરતા સીસીટીવી હાથ લાગ્યા હતા જેમાં આ ભાંડો ફૂટ્યો હતો. આ બુરખો પહેરેલી મહિલા છે વાઈસ પ્રિન્સિપાલ... પોલીસે શંકાના દાયરામાં હોવાથી કડકાઈથી પૂછપરછ કરી તો તેણે પોતાના ગુનાની કબૂલાત કરી હતી. જેમાં રમી ગેમમાં પૈસા હારી જતા ચોરીનું તર્કટ રચ્યાનું સામે આવ્યું છે. હાલતો પોલીસે 8 લાખમાંથી 1.70 લાખ રિકવર કરી આગળની તપાસ શરુ કરી છે.