J&K: કુલગામમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ, એક આતંકીનો ખાતમો
જમ્મુ અને કાશ્મીરના કુલગામમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ. જેમાં એક આતંકી ઠાર મરાયો છે. જંગલોમાં આતંકી છૂપાયા હોવાની માહિત મળી હતી. ત્યારબાદ સેનાએ વિસ્તાર ઘેરીને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. સર્ચ દરમિયાન આતંકીઓ તરફથી ફાયરિંગ થયું હતું. અથડામણમાં એક આતંકીનો ખાતમો થયો.