Video: ડિસ્કો દાંડીયા ક્લાસમાં દીકરીઓ સાથે ખોટું થતું હોય છે- અલ્પેશ કથીરિયાનું મોટું નિવેદન
સુરતમાં એક જનસભામાં પાટીદાર નેતા અલ્પેશ કથીરિયાનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે ડિસ્કો ડાંડિયા ક્લાસમાં દીકરીઓ સાથે ખોટું થતું હોય છે. આવી ઘટનાઓને રોકવા માટે મોરબીમાં બેઠક યોજાઈ હતી. પાટીદાર સમાજની સભામાં લેવાયેલા નિર્ણયને સમર્થન જાહેર કર્યું. મોરબીમાં યોજાયેલી બેઠકની અસર રાજ્યભરમાં જોવા મળશે. પાટીદાર જનક્રાંતિ સભામાં બેનર લાગ્યા હતા કે ડિસ્કો દાંડિયા ક્લાસીસ સામાજિક દૂષણ છે અને આ સામાજિક દૂષણ બંધ થવું જોઈએ. વધુ વિગતો માટે જુઓ વીડિયો.