સરકારી કર્મચારીઓ માટે ખુશખબર..1 જુલાઈ 2025થી કેટલું વધશે મોંઘવારી ભથ્થું? થઈ ગયું નક્કી! ફટાફટ ચેક કરો
જુલાઈ 2025થી કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં કેટલો વધારો થશે તે લગભગ નક્કી થઈ ગયો છે. આ વધારો જૂન 2025 સુધીના AICPI ઈન્ડેક્સના આંકડા આધારિત છે. જાણો વિગતો.
Trending Photos
દેશના કરોડો કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સ માટે મોટા સમાચાર છે. જે લોકો મોંઘવારી ભથ્થાના આંકડાની રાહ જોઈ રહ્યા હતા તે હવે લગભગ કન્ફર્મ થઈ ગયું છે કે તમારા પગારમાં મોટો ઉછાળો આવવાનો છે. જાન્યુઆરીથી જૂન 2025ના AICPI ઈન્ડેક્સે આ તસ્વીર સ્પષ્ટ કરી દીધી છે કે 1 જુલાઈથી તમારા મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો નિશ્ચિત વધારો હશે.
તેનો અર્થ એ થયો કે તમારું મોંઘવારી ભથ્થું 55% થી વધીને સીધુ 58% થઈ જશે. તો તમારા ખિસ્સામાં દર મહિને કેટલા રૂપિયા વધીને આવશે? ડીએનો સ્કોર કેવી રીતે નક્કી થયો? સરકાર તેની જાહેરાત ત્યાં સુધીમાં કરશે? ચલો આ બધું કન્ફ્યૂઝન છોડીને આખી ગણતરી સમજવાનો પ્રયત્ન કરીએ.
કઈ રીતે થયું કન્ફર્મ? AICPI ઈન્ડેક્સનો સમગ્ર ખેલ સમજો
સાતમાં પગાર પંચમાં કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થા નક્કી કરવાનો એક વૈજ્ઞાનિક ફોર્મ્યૂલા છે. જે AICPI (All-India Consumer Price Index) ના આંકડા પર નિર્ભર કરે છે. તેને તમે મોંઘવારીનું થર્મોમીટર પણ સમજી શકો છો. લેબર બ્યૂરો દર મહિને આ આંકડા જાહેર કરે છે. જુલાઈથી મળતા ડીએ માટે જાન્યુઆરીથી જૂનના આંકડા જોવામાં આવે છે.
જાન્યુઆરીથી જૂન 2025 સુધીની આંકડાની કહાની
મહિનો | AICPI ઈન્ડેક્સ | DA % નો સ્કોર |
Jan 2025 | 143.2 | 56.39% |
Feb 2025 | 142.8 | 56.72% |
Mar 2025 | 143 | 57.09% |
Apr 2025 | 143.5 | 57.47% |
May 2025 | 144 | 57.85% |
Jun 2025 | 145 | 58.18% |
જે રીતે તે ટેબલમાં જોઈ શકો છો. જૂન 2025માં ઈન્ડેક્સમાં 1 પોઈન્ટનો ઉછાળો આવ્યો અને તે 145.0 આંકડા પર પહોંચી ગયો. તેના આધારે ડીએનો કુલ સ્કોર 58.18% થાય છે. સરકાર પોઈન્ટ પછીના ભાગ પર વિચાર કરતી નથી. આથી એ નક્કી થઈ જાય છે કે કર્મચારીઓને 58% ના દરે મોંઘવારી ભથ્થું મળી શકે છે.
તમારા પગાર પર કેટલી પડશે અસર?
હવે એ જાણીએ કે 3 ટકા વધે તો તમારા ખિસ્સામાં દર મહિને કેટલા પૈસા વધુ આવે. એક ઉદાહરણથી સમજીએ.
માની લો કે કોઈ કર્મચારીનો હાલનો બેઝિક પે (Basic Pay) ₹40,000 પ્રતિ માસ છે.
- વર્તમાન ડીએ (55%)
₹40,000 ના 55% = ₹22,000 પ્રતિ માસ
નવું ડીએ (58%)
₹40,000 ના 58% = ₹23,200 પ્રતિ માસ
પગારમાં સીધો વધારો
માસિક વધારો : ₹23,200 - ₹22,000 = ₹1,200 પ્રતિ માસ
વાર્ષિક વધારો : ₹1,200 x 12 = ₹14,400 પ્રતિ વર્ષ
આ ફક્ત બેઝિક પે પર ગણતરી છે. જેમ જેમ તમારો બેઝિક પે વધશે તેમ તેમ મોંઘવારી ભથ્થાની રકમ પણ વધતી જશે.
પૈસા મળશે જુલાઈથી તો એલાન ઓક્ટોબરમાં કેમ?
આ એક સામાન્ય પ્રક્રિયા છે. ભલે મોંઘવારી ભથ્થું 1 જુલાઈ 2025થી લાગૂ થશે. પરંતુ સરકાર તેની જાહેરાત કરવામાં થોડો સમય લે છે. સામાન્ય રીતે સપ્ટેમ્બરના અંત કે ઓક્ટોબરમાં તેની જાહેરાત થાય છે. જ્યારે કેબિનેટમાંથી તેને મંજૂરી મળે છે.
ડેટા સંકલન- લેબર બ્યૂરો જૂન મહિનાના AICPI આંકડા જુલાઈના અંતમાં બહાર પાડે છે.
નાણા મંત્રાલયની તૈયારી- આ આંકડાના આધારે નાણા મંત્રાલયનો એક્સપેન્ડેચર વિભાગ(Department of Expenditure) ડીએ વધારવા માટેનો એક પ્રસ્તાવ તૈયાર કરે છે.
કેબિનેટની મંજૂરી- આ પ્રસ્તાવને અંતિમ મંજૂરી માટે કેન્દ્રીય કેબિનેટ સામે રજૂ કરાય છે.
અધિકૃત જાહેરાત- કેબિનેટની મંજૂરી મળ્યા બાદ જ તેની અધિકૃત જાહેરાત કરાય છે. આ માટેનું નોટિફિકેશન બહાર પાડવામાં આવે છે.
આ સમગ્ર પ્રક્રિયામાં સામાન્ય રીતે 2-3 મહિનાનો સમય લાગે છે. આથી આશા છે કે સરકાર સપ્ટેમ્બરના અંત કે ઓક્ટોબરની શરૂઆતમાં તેની જાહેરાત કરશે. જ્યારે પણ જાહેરાત થશે, કર્મચારીઓને જુલાઈથી લઈને જાહેરાતના મહિના સુધીનું સંપૂર્ણ એરિયર એક સાથે મળશે.
આઠમાં પગાર પંચ પર શું થશે આ વધારાની અસર?
આ ડીએ હાઈક આઠમાં પગાર પંચના દ્રષ્ટિકોણથી પણ ખુબ મહત્વપૂર્ણ છે. આઠમું પગાર પંચ 1 જાન્યુઆરી 2026થી લાગૂ થાય તેવી આશા છે.
ડીએનો બેસ
ડીએનો આ વધેલો દર તમારા કુલ પગારનો એક મોટો હિસ્સો બની જશે.
- આગામી હાઈક
અંદાજો છે કે જાન્યુઆરી 2026 સુધી મોંઘવારી ભથ્થામાં એક વધુ વધારો થશે અને અંદાજો છે કે તે 61%ની આસપાસ પહોંચી શકે છે.
ડીએ મર્જરનો નિયમ
આઠમાં પગાર પંચ લાગૂ થવા પર સમગ્ર ડીએને બેઝિક પેમાં મર્જ કરવાનો નિયમ છે. જો કે તેનો અંતિમ નિર્ણય સરકારનો રહેશે. ડીએની ગણતરી ફરીથી શૂન્યથી થશે. પરંતુ તમારું વધેલું ડીએ તમારા નવા બેઝિક પેની ગણતરીમાં એક મહત્વપૂર્ણ ભાગ ભજવશે. જેનાથી તમારા પગારમાં એક મોટો ઉછાળો જોવા મળશે.
તારણ
AICPI ઈન્ડેક્સે સ્પષ્ટ કર્યું છે કે કેન્દ્રીય કર્મચારીઓ માટે આગામી મોંઘવારી ભથ્થું 3 ટકાના વધારા સાથે 58 ટકા હશે. આ ફક્ત તેમના વર્તમાન પગારમાં વધારો કરશે એવું નથી. પરંતુ આઠમાં પગાર પંચ માટે પણ એક મજબૂત આધાર નક્કી કરશે. હવે બસ સરકારની અધિકૃત જાહેરાતની રાહ જોવાઈ રહી છે. ત્યારબાદ કરોડો કર્મચારીઓ અને પેન્શનર્સના ચહેરામાં હાસ્ય ફરી વળશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે