સેનાના ઉચ્ચ અધિકારીએ એરપોર્ટ પર જ સ્પાઈસજેટના 4 કર્મીઓને ધોઈ નાખ્યા, જુઓ Video
શ્રીનગર એરપોર્ટ પર મારામારીના દ્રશ્યો સામે આવતા હડકંપ મચી ગયો છે. સ્પાઈસ જેટના 4 કર્મચારીઓની એરપોર્ટ પર જ ધોલાઈ કરી નાખી. મારનારો વ્યક્તિ ભારતીય સેનાનો અધિકારી હોવાનું સામે આવ્યું છે. માર મારનાર વ્યક્તિનું નામ લેફ્ટેનન્ટ કર્નલ રિતેશકુમાર સિંહ છે. માર મારતા એક કર્મચારીની કરોડરજ્જૂ તૂટી ગઈ જ્યારે એકને નાકમાંથી લોહી નીકળ્યું, એકનું જડબું તૂટી ગયું અને એક વ્યક્તિ બેહોશ થઈ ગયો.