ઓપરેશન સિંદૂરથી દહેશતમાં પાકિસ્તાન... મોડી રાત્રે શાહબાઝ શરીફનું સંબોધન, કહ્યું-લોહીના દરેક ટીપાનો બદલો લેશું

India-Pakistan Conflict: પાકિસ્તાનના પીએમનો દાવો છે કે, ભારતની કાર્યવાહીને કારણે અત્યાર સુધીમાં 26 લોકોએ જીવ ગુમાવ્યા છે, જેમાં મહિલાઓ અને બાળકોનો પણ સમાવેશ થાય છે. 40થી વધુ લોકો ઘાયલ થયા છે. તેમણે મૃતકોને "શહીદો" ગણાવ્યા અને કહ્યું કે, આખું પાકિસ્તાન આ શહીદોની સાથે ઉભું છે.

ઓપરેશન સિંદૂરથી દહેશતમાં પાકિસ્તાન... મોડી રાત્રે શાહબાઝ શરીફનું સંબોધન, કહ્યું-લોહીના દરેક ટીપાનો બદલો લેશું

India-Pakistan Conflict: ભારત દ્વારા આતંકવાદી ઠેકાણાઓ પર કરવામાં આવેલી લશ્કરી કાર્યવાહી બાદ પાકિસ્તાનનો દહેશત સ્પષ્ટપણે જોવા મળી રહી છે. પાડોશી દેશના વડાપ્રધાન શાહબાઝ શરીફે મંગળવારે રાત્રે રાષ્ટ્રને સંબોધન કરતી વખતે એક નિવેદન આપ્યું હતું અને ભારતને ગંભીર પરિણામો ભોગવવાની ધમકી આપી હતી. શાહબાઝ શરીફે કહ્યું કે, 'ભારતે ગઈકાલે રાત્રે કરેલી ભૂલની ભારે કિંમત ચૂકવવી પડશે.'

પાકિસ્તાની વડાપ્રધાને પોતાના ભાષણમાં દેશવાસીઓને સંબોધતા કહ્યું કે, અમે આપણા દેશની રક્ષા માટે છેલ્લા શ્વાસ સુધી લડીશું. તેમણે દાવો કર્યો કે, પાકિસ્તાને ભારતને થોડા જ કલાકોમાં જવાબ આપી પાછળ ધકેલી દીધું.

પોતાના ભાષણમાં પાકિસ્તાની વડાપ્રધાને ચેતવણી આપી હતી કે, "ભારતે લોહીના દરેક ટીપાની કિંમત ચૂકવવી પડશે. અમે ગઈકાલે રાત્રે સાબિત કરી દીધું કે પાકિસ્તાન કડક જવાબ આપવાનું જાણે છે." તેમણે અંતે પાકિસ્તાની સેનાઓને સલામ કરી અને કહ્યું કે, સમગ્ર રાષ્ટ્રને તેમની બહાદુરી અને બલિદાન પર ગર્વ કરે છે.

સંસદને સંબોધતી વખતે તેમણે એર સ્ટ્રાઈકની વાત સ્વીકારી
નોંધનીય છે કે, શાહબાઝ શરીફે સંસદને સંબોધિત કરતી વખતે ભારતના હવાઈ હુમલાથી પાકિસ્તાનને થયેલા નુકસાનનો સ્વીકાર કર્યો હતો. તેમણે દાવો કર્યો હતો કે, ગઈકાલે રાત્રે અમને દરેક ક્ષણે અપડેટ્સ મળી રહ્યા હતા. ગઈકાલે રાત્રે ભારત સંપૂર્ણપણે તૈયાર થઈને આવ્યું અને 80 ફાઈટર જેટ વડે પાકિસ્તાનના 6 સ્થળોને નિશાન બનાવ્યા.

પાકિસ્તાનના પીએમ શાહબાઝે કહ્યું કે, ગઈકાલે રાત્રે અમારા 'દુશ્મન'એ રાત્રિના અંધારામાં આપણઆ પર હુમલો કર્યો, પરંતુ અલ્લાહની દુવાથી અમારી સેના મોંહતોડ જવાબ આપવામાં સક્ષમ રહી. તેમણે કહ્યું કે, આ હુમલામાં બાળકો સહિત ઘણા નાગરિકો માર્યા ગયા છે. અલ્લાહ તેમને માફ કરે અને જન્નતમાં જગ્યા આપે. પાકિસ્તાની PMએ કહ્યું કે, 22 એપ્રિલે પહેલગામમાં એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની, ભારતે ઉતાવળમાં કાર્યવાહી કરી અને ભારતીય મીડિયાએ પાકિસ્તાન પર પાયાવિહોણા આરોપો લગાવવાનું શરૂ કર્યું કે અમે આ હુમલા માટે જવાબદાર છીએ.

'ભારતે અમારી ઓફર સ્વીકારી નહીં'
શાહબાઝ શરીફે પાકિસ્તાની સંસદને સંબોધિત કરતી વખતે કહ્યું કે, અમે ઘણા દેશોના રાષ્ટ્રપ્રમુખો સાથે વાત કરી છે, મેં પોતે તુર્કીની મુલાકાતે હતો, જ્યારે અમને પહેલગામ હુમલાના સમાચાર મળ્યા ત્યારે અમે સ્પષ્ટ કરી દીધું હતું કે, આ હુમલા સાથે અમારો કોઈ સંબંધ નથી. અમે કહ્યું હતું કે, અમે પણ સહયોગ કરવા તૈયાર છીએ, પરંતુ ભારતે અમારી ઓફર સ્વીકારી નહીં.

પાકિસ્તાની પીએમએ કહ્યું કે, 22 એપ્રિલથી લગભગ દરરોજ અમને માહિતી મળી રહી હતી કે હુમલો થવાનો છે. તેમણે ધમકી આપી હતી કે, 'જ્યારે પણ કોઈ ઉશ્કેરણી થશે, ત્યારે અમારા દળો બદલો લેવા માટે 24 કલાક તૈયાર રહેશે.'

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news