Migraine Causes: આ 5 વાતનું ધ્યાન રાખી લીધું તો નહીં થાય માઈગ્રેનનો દુખાવો, જાણો કેવી રીતે મળશે અસહ્ય દુખાવાથી છુટકારો
Migraine Causes And Cure: સ્વાસ્થ્ય નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર માઈગ્રેન ટ્રીગર થાય તેના કેટલાક કારણો હોય છે. જો આ કારણોને જાણી તેનાથી બચવામાં આવે તો માઈગ્રેનના અસહ્ય દુખાવાથી બચી શકાય છે. એટલે જ જે લોકોને માઈગ્રેન હોય તેમણે આ 5 બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.
Trending Photos
Migraine Causes And Cure: માઈગ્રેન આજના સમયની એક સામાન્ય સમસ્યા છે. એવા અનેક લોકો હશે જેમને આ સમસ્યા થતી હશે. માઈગ્રેન કોઈપણ ઉંમરના વ્યક્તિને થઈ શકે છે. માઈગ્રેનમાં માથાના કોઈ એક ભાગમાં ભયંકર દુખાવો થાય છે આ સમયે ઉલ્ટી થાય છે, પ્રકાશથી તકલીફ થઈ શકે છે અને અવાજ પણ સહન થઈ શકતો નથી. આ બધા જ માઇગ્રેનના સામાન્ય લક્ષણો છે. માઈગ્રેનનો દુખાવો એ હદ સુધી પણ વધી શકે કે દર્દીને દવા લીધા પછી પણ રાહત ન મળે. ઘણા લોકોને તો માઈગ્રેનનો દુખાવો વારંવાર થતો રહે છે. આવા લોકો માટે સ્વાસ્થ્ય નિષ્ણાંતો સલાહ આપે છે કે માઈગ્રેન જે કારણોથી ટ્રિગર થતું હોય તેના પર ધ્યાન આપવું જોઈએ.
કોઈપણ રોગને મટાડતા પહેલા એ વાત પર ધ્યાન આપવું જોઈએ કે તે સમસ્યા થવાનું કારણ શું છે. તેવી જ રીતે માઈગ્રેન ટ્રિગર થાય તેના પણ કેટલાક કારણો હોય છે. ડોક્ટરો જણાવે છે કે જે લોકોને માઈગ્રેન હોય તેમણે કેટલીક આદતો અને લાઈફ સ્ટાઈલમાં જરૂરી ફેરફાર કરવા જોઈએ. આ ફેરફાર કરવાથી પણ માઈગ્રેનના દુખાવાની સમસ્યાથી ઘણી હદે છુટકારો મળી શકે છે.
હેલ્થ એક્સપર્ટ અનુસાર માઈગ્રેન વારંવાર ટ્રિગર થતું હોય તેના 5 કારણો હોય છે. જે વ્યક્તિને માઈગ્રેન હોય તેમણે આ ટ્રીગર્સને ઓળખવા જોઈએ. જો દર્દી આ 5 કારણોને જાણી તેના પર કામ કરે તો માઈગ્રેનથી બચી શકાય છે. માઈગ્રેનના કેટલાક સામાન્ય ટ્રિગર્સની વાત કરીએ તો લાંબા સમય સુધી ભૂખ્યા રહેવું, ખાલી પેટ ચા કે કોફી પીવી, અપૂરતી ઊંઘ, તડકામાં વધારે સમય રહેવું, માનસિક તણાવ, વધારે પડતા ઘોંઘાટમાં કલાકો સુધી રહેવું. આ બધા જ કારણોને લીધે માઈગ્રેન ટ્રીગર થાય છે.
માઈગ્રેનથી બચવા શું કરવું ?
1. સૌથી પહેલા જરૂરી વાત એ છે કે દિવસનું એક રૂટીન ફિક્સ કરો. કેમકે સવારે 9:00 વાગ્યા સુધીમાં નાસ્તો કરી લેવો. એમને જેમને માઈગ્રેન હોય તેમને 4 કલાકથી વધારે ખાલી પેટ રહેવું નહીં. સવારે ખાલી પેટ ચા કે કોફી પીવાનું તુરંત બંધ કરો.
2. વધારે પડતો તડકો હોય ત્યારે બહાર નીકળવાનું ટાળો. જો બહાર નીકળવાનું થાય તો ટોપી, ચશ્મા પહેરો. તડકો પણ માઈગ્રેન ટ્રિગર કરે છે. તડકામાં ખાસ કરીને આંખ અને માથાને બચાવો.
3. માઈગ્રેનથી રાહત મેળવવા માટે જરૂરી છે કે રાત્રે પૂરતી ઊંઘ કરો. રાતના સમયે મોડે સુધી મોબાઇલ કે ટીવી જોવાનું પણ ટાળો. તેનાથી માઈગ્રેનની સમસ્યા વધી શકે છે. માઈગ્રેન હોય તેણે રોજ 7 થી 8 કલાકની ઊંઘ લેવી જોઈએ.
4. મેન્ટલ સ્ટ્રેસ માઈગ્રેનનું સૌથી મોટું કારણ છે. મેન્ટલ સ્ટ્રેસથી બચવા માટે અને શરીરને રિલેક્સ કરવા માટે નિયમિત 30 મિનિટ કોઈપણ એકસરસાઈઝ કરો. મેડીટેશન, યોગા કરવાથી પણ લાભ થઈ શકે છે. આ એક્સરસાઇઝ માનસિક સંતુલન જાળવી રાખવામાં મદદ કરશે અને તેનાથી માઈગ્રેનનો દુખાવો થવાની સંભાવના પણ ઘટશે.
5. જે લોકોને માઈગ્રેન હોય તેમણે વધારે પડતો ઘોંઘાટ થતો હોય તેવી જગ્યાએ જવાથી બચવું જોઈએ. ઘોંઘાટ હોય તેવી જગ્યાએ કોઈ સાથે વાત કરવાનું પણ ટાળવું. ઘોંઘાટમાં કલાકો સુધી રહેવાથી પણ માઈગ્રેન ટ્રિગર થાય છે.
ડોક્ટરોના જણાવ્યા અનુસારની આ બાબતોને ધ્યાનમાં રાખ્યા પછી પણ જો માઇગ્રેનથી રાહત ન મળે અને માથાનો દુખાવો વારંવાર થતો હોય તો ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે