બાબા વેંગાની ભવિષ્યવાણી જલ્દી થશે સાચી! ભારતમાં કેમ આવી રહ્યા છે આટલા ભૂકંપના આંચકા, જાણો શું છે કારણ
Baba Vanga Prediction: ઘણા વર્ષો પહેલા બાબા વેંગાએ કહ્યું હતું કે, વિશ્વનો અંત વર્ષ 2025માં શરૂ થશે અને તેની શરૂઆત ભૂકંપથી થશે. આખી દુનિયામાં ભૂકંપે લોકોના મનમાં સવાલો ઉભા કર્યા છે કે, શું દુનિયાનો અંત શરૂ થઈ ગયો છે.
Trending Photos
Baba Vanga Earthquake Prediction: ભવિષ્ય બતાવનાર બાબા વેંગા (કૌન હૈ બાબા વાંગા)ની ઘણી ભવિષ્યવાણી સાચી સાબિત થઈ છે. બાબા વેંગાએ દાયકાઓ પહેલા ઘણી ઘટનાઓને લઈ ભવિષ્યવાણી કરી હતી. વર્ષ 2025 માટે તેમણે કેટલીક ડરામણી ભવિષ્યવાણીઓ કરી છે અને તેની ઝલક છેલ્લા કેટલાક દિવસોમાં આખી દુનિયામાં જોવા મળી રહી છે. કેટલીક ઘટનાઓ ભારતમાં પણ બની છે.
ઘણા વર્ષો પહેલા બાબા વેંગાએ કહ્યું હતું કે, વર્ષ 2025 સમગ્ર વિશ્વમાં વિનાશક પૂર આવશે અને મોટા પાયે વિનાશ થશે. દુનિયાભરમાં જાન-માલનું નુકસાન થશે. છેલ્લા કેટલાક સમયથી સમગ્ર વિશ્વમાં ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યા છે. અમેરિકાથી લઈને એશિયા સુધી ધરતી ઘણી વખત ધ્રુજી છે. ભારતમાં દિલ્હીથી લઈને બિહાર અને બંગાળ સુધીના ભૂકંપ આંચકા અનુભવાયા છે. આ ઉપરાંત નેપાળની રાજધાની કાઠમંડુમાં પણ ભૂકંપ આંચકા આવ્યા છે. આ ઘટનાઓને કારણે લોકોના મનમાં સવાલો ઉઠવા લાગ્યા છે કે, શું બાબા વેંગાની ભવિષ્યવાણી સાચી થવાનો સમય આવી ગયો છે? આવો જાણીએ કોણ છે બાબા વેંગા અને તેમની ભવિષ્યવાણીમાં શું કહેવામાં આવ્યું છે.
ભવિષ્યવાણીઓ માટે પ્રખ્યાત બાબા વેંગા
- ફ્રાન્સના નોસ્ટ્રાડેમસ અને ઇટાલી બલ્ગારિયાના બાબા વેંગાને આખી દુનિયામાં તેમની ભવિષ્યવાણીઓ માટે જાણીતા છે. અત્યાર સુધી તેમની ઘણી ભવિષ્યવાણીઓ સાચી સાબિત થઈ છે.
- બાબા વેંગાનો જન્મ 31 જાન્યુઆરી 1911ના રોજ બલ્ગારિયામાં થયો હતો. તેનું નામ વેંજેલિયા પાંડેવા ગુશ્તેરોવા હતું, પરંતુ દુનિયા તેને બાબા વેંગા તરીકે ઓળખે છે.
- બાળપણથી જ અંધ એવા બાબા વેંગાએ બલ્ગારિયાના બેલાસિકા પર્વતોના રૂપિટે પ્રદેશમાં જીવન વિતાવ્યું હતું.
- બાબા વેંગા 1970 અને 1980ના દાયકામાં પૂર્વીય યુરોપમાં તેમની દિવ્યદ્રષ્ટિ અને પૂર્વજ્ઞાનાત્મક ક્ષમતાઓ માટે પ્રખ્યાત થયા હતા.
- બાબા વેંગાએ ઘણા દાયકાઓ આગળ ભવિષ્યવાણી કરી હતી અને તેમણે સોવિયેત રશિયાના તૂટવા અને અમેરિકા પર આતંકવાદી હુમલાની તેમની આગાહીઓ સાચી સાબિત થઈ છે.
દુનિયાના અંતની ભવિષ્યવાણી
- બાબા વેંગાએ ભવિષ્યવાણી કરી છે કે, વર્ષ 2025માં દુનિયાના અંત શરૂ થઈ જશે.
- 2025માં યુરોપમાં એક મોટું યુદ્ધ થશે. જેના કારણે ઘણા લોકોના મોતને કારણે યુરોપની વસ્તી ઘટશે. યુરોપમાં યુક્રેન અને રશિયા વચ્ચે સંઘર્ષ ચાલુ છે અને મોટી સંખ્યામાં લોકો મૃત્યુ પામતા રહે છે.
- 2028માં મનુષ્ય નવી એનર્જી સ્ત્રોતોની શોધમાં શુક્ર ગ્રહ પર પહોંચી જશે.
- 2033માં ધ્રુવીય પ્રદેશોમાં બરફના ઝડપી પીગળવાના કારણે સમુદ્રના જળ સ્તરમાં વધારો થવાને કારણે ઘણા શહેરો ડૂબી જશે.
શનિ અને મંગળ બનાવી રહ્યા છે મહાશક્તિશાળી નવપંચમ રાજયોગ, આ 3 રાશિઓને ચમકશે કિસ્મત; થશે ધનવર્ષા
ભારતમાં ભૂકંપ
- ભારતમાં જાન્યુઆરીથી લઈને હાલ સુધીમાં ઘણા ભાગોમાં અલગ-અલગ સમયે ભૂકંપના આંચકા અનુભવાયા છે.
- રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં આ વર્ષે અત્યાર સુધીમાં અનેક વખત ભૂકંપના આંચકા અનુભવાયા છે. એકવાર ભૂકંપનું કેન્દ્ર દિલ્હીમાં હોવાનું કહેવાય છે.
- દિલ્હી ઉપરાંત બિહારથી લઈને પશ્ચિમ બંગાળ અને આસામ સુધી ભૂકંપના આંચકા અનુભવાયા છે.
- દુનિયાના અન્ય ભાગોમાં એશિયા, અમેરિકા સહિત વિવિધ ભાગોમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે.
- ભૂકંપની તાજેતરની ઘટનામાં નેપાળની રાજધાની કાઠમંડુમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે.
- ભૂકંપની ઘટનાઓમાં અત્યાર સુધી જાન-માલનું બહુ નુકસાન થયું નથી. પરંતુ આ વર્ષ ભૂકંપના આંચકા સાથે આવ્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે