રોહિત શર્માએ ખરીદી પોતાની ડ્રીમ કાર, જાણો નંબર પ્લેટ પર કેમ લખાયું '3015'
Rohit Sharma Buys New Car : ભારતીય ક્રિકેટ ટીમના 'હિટમેન' રોહિત શર્માએ પોતાની ડ્રીમ કાર ખરીદી છે, તેની કિંમત જાણીને તમે ચોંકી જશો, તેણે એક ખાસ નંબર પ્લેટ પણ પસંદ કરી છે.
Trending Photos
Rohit Sharma Buys New Car : ભારતના સ્ટાર બેટ્સમેન રોહિત શર્માએ પોતાના ગેરેજમાં એક ખૂબ જ મોંઘી લક્ઝરી કાર ઉમેરી છે, જેનું નામ લેમ્બોર્ગિની ઉરુસ એસઈ છે. લાલ રંગની આ લક્ઝરી એસયુવી માટે રોહિત શર્માએ એક ખાસ નંબર પ્લેટ પણ પસંદ કરી છે જેના પર 3015 લખેલું છે. 3015 નંબર પ્લેટ પર રજીસ્ટર કરાવવા પાછળ બે મોટા કારણો છે. તે તેના બાળકોના જન્મદિવસ અને તેના આઇકોનિક જર્સી નંબર 45 સાથે સંબંધિત છે. તેની છેલ્લે લીધેલી કારનો નંબર 264 હતો, જે તેના વર્લ્ડ રેકોર્ડ વનડે સ્કોરના માનમાં હતો.
આ છે નંબર પ્લેટનું સીક્રેટ
તમને જણાવી દઈએ કે રોહિત શર્માના નંબરમાં રહેલા અંકો ખૂબ જ ખાસ છે, જેમાં 30 નંબર રોહિતની પુત્રી સમૈરાનો જન્મદિવસ દર્શાવે છે, જે 30 ડિસેમ્બર છે, જ્યારે તેણે તેના પુત્ર અહાન માટે 15 નંબર રાખ્યો છે. જેનો જન્મદિવસ 15 નવેમ્બર છે. રોહિતની જૂની કારનો નંબર 264 હતો, જે ODI ક્રિકેટમાં તેનો સૌથી વધુ સ્કોર દર્શાવે છે.
Lamborghini Urus SE કિંમત
તમને જણાવી દઈએ કે રોહિત શર્માની નવી કાર Lamborghini Urus SE છે, માહિતી અનુસાર, તેની કિંમત લગભગ 4.57 કરોડ રૂપિયા (એક્સ-શોરૂમ) છે. આ કાર માત્ર 3.4 સેકન્ડમાં 0-100 કિમી/કલાકની ઝડપ પકડી લે છે.
આ કારમાં કઈ વિશેષતાઓ છે ?
2025 Lamborghini Urus SE એક પ્લગ-ઇન હાઇબ્રિડ સુપર SUV છે જે ખૂબ જ પાવરફુલ છે, જેને તમે ચાર્જ પણ કરી શકો છો અને તે ICE એન્જિન સાથે પણ આવે છે. આ કાર 4.0-લિટર ટ્વીન-ટર્બો V8 એન્જિનથી સજ્જ છે જે મહત્તમ 620 hp (456 kW) પાવર તેમજ 800 Nm ટોર્ક જનરેટ કરે છે, જેના કારણે આ કાર આંખના પલકારામાં ચિત્તાની ગતિ પકડી લે છે. કારમાં ઇલેક્ટ્રિક મોટર છે જે 192 hp પાવર જનરેટ કરે છે. તેની હાઇબ્રિડ સિસ્ટમ 800 hp પાવર જનરેટ કરે છે. કારમાં 8-સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન છે. આ એક ઓલ-વ્હીલ ડ્રાઇવ (AWD) કાર છે. તેમાં 25.9 kWh લિથિયમ-આયન બેટરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે