જન્માષ્ટમીનું મીની વેકશન માણવા અડધું અમદાવાદ ખાલી! આ રીતે કર્યું GSRTCએ વિશેષ આયોજન!
Janmashtami: જન્માષ્ટનીના મીની વેકશનને પગલે યાત્રાધામ અને પર્યટક સ્થળોએ જવા માટે મુસાફરોનો ધસારો જોવા મળ્યો છે. અમદાવાદથી સોમનાથ જતી ટ્રેનમાં 150થી વધારેનું વેઇટીગ જોવા મળે છે તો દ્વારકા જતી બસ ગુજરાત માર્ગ વાહન વ્યવહારની બસ ફુલ જોવા મળી રહી છે.
Trending Photos
જન્માષ્ટમીના તહેવારો નિમિતે ખાનગી બસમાં પણ જન્માષ્ટમીના તહેવારને પગલે મુસાફરોનો ધસારો જોવા મળે છે. રાબેતા મુજબ દોડતી ખાનગી બસો સિવાય સ્પેશ્યલ દોડાવવામાં આવતી એક્સટ્રા બસમાં ભાડામાં વધારો જોવા મળી રહ્યો છે. દ્વારકા, ડાકોર, શામળાજી સોમનાથ ઉપરાંત ભાતીગળ મેળા થાય છે તે સ્થળોએ પણ બસની બુકીંગ ફુલ જોવા મળી રહી છે.
મુસાફરોના ધસારાને ધ્યાન લઇ જીએસઆરટીસી દ્વાર એક્સટ્રા બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યુ છે. જન્માષ્ટમીના તહેવારો દરમ્યાન નિગમ દ્વારા અંદાજે 1200 જેટલી ટ્રીપો એક્સ્ટ્રા ટ્રીપનું સંચાલન કરવામાં આવશે.
ગત વર્ષે જીએસઆરટીસી દ્વારા 1000 ટ્રીપનું સંચાલન કર્યુ હતુ જેનો બે લાખ મુસાફરોએ લાભ લીધો હતો. ચાલુ વર્ષે રક્ષાબંધના પર્વે જીએસઆરટીસીએ ત્રણ દિવસમાં 5500 એક્સટ્રા ટ્રીપ ચલાવી હતી, જેનો 3.34 લાખ મુસાફરોએ લાભ લીધો હતો અને જીએસઆરટીસીને 2.30 કરોડની આવક થઇ હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે