ભાજપના MLA રમણ વોરાની બોગસ ખેડૂત ખાતેદાર કેસમાં મુશ્કેલીઓ વધી! જો ખોટા સાબિત થયા તો...!
BJP MLA Raman Vora : એક તરફ, ભ્રષ્ટાચાર માટે ઝીરો ટોલરન્સની મોટા ઉપાડે। વાતો કરવામાં આવી રહી છે ત્યારે બીજી તરફ, ખુદ ભાજપના નેતાઓ જ ભ્રષ્ટાચારના માર્ગે ચાલી રહ્યાં છે તેવી સ્થિતિ નિર્માણ થઇ છે. ખેડૂતના લાભ મેળવવા ભાજપના પૂર્વ મંત્રી અને ઈડરના ધારાસભ્ય રમણ વોરાની વધુ એક કરતૂત સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. બોગસ ખેડૂત ખાતેદાર કેસમાં ઈડર ભાજપના ધારાસભ્ય સામે તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રમણ વોરાને તંત્રએ 3 નોટિસ આપીને જમીન ખરીદીમાં ખુલાસો પુછાશે. રમણ વોરા વિરુદ્ધ ગેજેટ નંબર 2815 મુજબ અને 63AD અંતર્ગત કાર્યવાહી કરાશે.
Trending Photos
અમદાવાદના ઓગણજનો સરવે નંબર 719/3નો રમણ ઈશ્વરભાઈના નામનો ખેડૂત ખરાઈનો દાખલો વટાવીને ભાજપના ધારાસભ્ય રમણ વોરાએ પાલજ અને ઈડર પાસેના દાવડમાં કરોડોની જમીન પોતાના નામે કરી દીધી હતી. આ ઘટનામાં રમણ વોરા પોતાની કરતૂત સ્વીકારશે તો મૂળ ખેડૂતને જમીન પરત કરવામાં આવશે. ધારાસભ્ય ખોટા સાબિત થતાં જંત્રીના ભાવે 3 ગણો દંડ વસૂલાશે. ગાંધીનગર અને ઈડર મામલતદાર અને કૃષિપંચ તરફથી રમણ વોરા વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરાશે.
જમીનની આજની બજાર કિંમત કરોડોમાં
રમણ વોરાએ ખેડૂત તરીકેનું ખોટું દાખલો મેળવીને જમીન હસ્તગત કરવાના ગંભીર આરોપો લાગ્યા છે. પિતાના નામ સાથે પોતાનું નામ ભેળવી ખેડૂત ખરાઈનો જથ્થો મેળવવામાં આવ્યો હતો. જેમાં વોરા અટકનો ઉલ્લેખ ન હોવા છતાં ખરાઈનો દાખલો મેળવી લેવાયો છે. આ આધારે જ ગાંધીનગર નજીક પાલેજ વિસ્તારમાં ખેતીલાયક જમીન ખરીદવામાં આવી હતી. બાદમાં આ જમીન પોતાના નજીકના વ્યક્તિને વેચીને, તેને એનએ (નૉન-એગ્રીકલ્ચરલ) તરીકે જાહેર કરાવી હતી. જે બાદ જમીન એનએ કરી વોરાના પુત્રોના નામે ફરીથી મેળવી લેવામાં આવી. આ સમગ્ર પ્રક્રિયાની પાછળ જમીનની આજની બજાર કિંમત કરોડોમાં હોવાનું જણાવવામાં આવે છે.
દાવડ ગામની સીમમાં સર્વે.નેબર 584, 549, 551 અને 581ની જમીન ખરીદી
ભાજપના પૂર્વ મંત્રી અને ઈડરના ધારાસભ્ય રમણ વોરાએ ભળતા નામનો લાભ મેળવી ખોટા દસ્તાવેજો આધારે ખોટા ખેડૂત બની બેઠેલાં ધારાસભ્ય એ મતવિસ્તાર ઈડર નજીક દાવડ ગામમાં 8 હેક્ટર ખેતીલાયક જમીન ખરીદી છે. આ ખેતીની જમીનોના પુરાવા ન આપતાં એક અરજદારે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી છે. આ અરજદારે ખોટા ખાતેદાર બનેલા ધારાસભ્ય રમણ વોરા સામે કાર્યવાહીની માંગ કરી છે. ખોટા ખેડૂત ખરાઈના દાખલા આધારે ધારાસભ્ય રમણ વોરાએ ઈડર તાલુકાના દાવડ ગામની સીમમાં સર્વે.નેબર 584, 549, 551 અને 581ની જમીન ખરીદી હતી.
સ્થાનિક કાર્યકરો શિંગડા ભેરવતાં રાજકારણ ગરમાયુ
અરજદારની આત્મવિલોપનની ફરિયાદ બાદ સાબરકાંઠા જિલ્લા કલેક્ટર તંત્ર હરકતમાં આવ્યુ છે. જિલ્લા ક્લેક્ટરે આ મામલે નાયબ કલેક્ટરને કાર્યવાહી કરવા સૂચના આપી છે. આ તરફ રાજ્ય મહેસૂલ વિભાગે ઈડર મામલતદારની બદલી સુદ્ધાં કરી દીધી છે. ખોટી રીતે ખેડૂત બનેલાં ધારાસભ્ય સામે ભાજપના સ્થાનિક કાર્યકરો શિંગડા ભેરવતાં રાજકારણ ગરમાયુ છે.
ગેજેટ નંબર 2815 મુજબ, 63AD અંતર્ગત કાર્યવાહી કરાશે
મામલતદાર એમ.ડી. ગોહેલે કહ્યું હતું કે જો તેઓ બિનખેડૂત હોવાનું સ્વીકારશે તો જમીન મૂળ ખેડૂતને કે નોટિસ આપીને રમણ વોરાને તક પરત કરાશે. ગેજેટ નંબર 2815 મુજબ 63AD અંતર્ગત કાર્યવાહી થશે. જો ખોટા પૂરવાર થશે તો ત્રણ ગણો દંડ વસૂલાશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે