અમદાવાદીઓને હવે રઝળતાં કૂતરાથી મળશે મુક્તિ! AMC એ ઘડ્યો પ્લાન, રોજ 207 લોકો બને છે શિકાર

Ahmdabad News: દેશભરમાં કૂતરા કરડવાના બનાવો સતત વધી રહ્યા છે અને હવે ગુજરાત આ બાબતમાં ભારતના ટોચના 5 રાજ્યોની યાદીમાં સામેલ થઈ ગયું છે. સરકારી આંકડાઓની વાત કરીએ તો રાજ્યમાં દર વર્ષે કૂતરા કરડવાના સરેરાશ કેસ 2.41 લાખથી વધુ છે, એટલે કે, દરરોજ 700 થી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. આ પરિસ્થિતિ હવે આરોગ્ય વ્યવસ્થા પર દબાણ તો વધારી રહી છે જ, પરંતુ સામાન્ય લોકો માટે પણ ગંભીર ચિંતાનો વિષય બની ગઈ છે.

અમદાવાદીઓને હવે રઝળતાં કૂતરાથી મળશે મુક્તિ! AMC એ ઘડ્યો પ્લાન, રોજ 207 લોકો બને છે શિકાર

દિલ્હી-એનસીઆરમાંથી રખડતાં કૂતરાંઓને ખસેડવા માટે આદેશ આપ્યો છે. જેથી અમદાવાદ મ્યુનિ. પણ હવે રખડતાં કૂતરાંઓને શહેરની હદ બહાર લઈ જશે. ઢોરવાડાની જેમ કૂતરાં રાખવા માટે જગ્યા ઊભી કરવામાં આવે તેવી શક્યતા છે. જણાવી દઈએ કે અમદાવાદ શહેરમાં 2 લાખથી વધુ રખડતાં કૂતરા હોવાનો અંદાજ છે. 4 મહિનામાં રખડતાં કૂતરાની મ્યુનિ.ને 5450 ફરિયાદ મળી છે. 

જાન્યુઆરીમાં સૌથી વધુ 7453, ફેબ્રુઆરી-માર્ચમાં 6278 લોકોને કૂતરાં કરડયાની ઘટની બની છે. શહેરમાં રોજ સરેરાશ 207 લોકોને કૂતરાં કરડે છે. છેલ્લા 7 મહિનામાં જ 43713 લોકોને કૂતરા કરડયા છે. હડકવા વિરોધી રસી આપવા પાછળ 7 મહિનામાં 4 કરોડથી વધારેનો ખર્ચ થયો છે. મ્યુનિ. કૂતરાંઓનું ખસીકરણ કરીને તેને પરત એ જ સ્થળે મૂકી દે છે. કૂતરાંઓના ખસીકરણ માટે વર્ષે કરોડોનો ખર્ચ કરવે છે તેના કરતા વધારે ખર્ચ તો રસીકરણ પાછળ થાય છે. હડકવા વિરોધી રસીના એક ઈન્જેક્શન પાછળ રૂ.250 ખર્ચ થાય છે. આવા 4 ઈન્જેક્શન લેવા પડે છે. 

તાજેતરની ઘટનાઓની વાત કરીએ તો 8 ઓગસ્ટના રોજ વડોદરાના ડભોઈમાં 3 કલાકમાં 30થી વધુ લોકોને કૂતરાઓએ કરડ્યા હતા. 6 ઓગસ્ટના રોજ અમરેલીમાં શનિવારે એક કૂતરો તેના પિતાની સામે બે વર્ષના બાળકને જડબામાં પકડીને ભાગી ગયો હતો, જેને પિતાએ ખૂબ જ મુશ્કેલીથી બચાવ્યો હતો. 4 ઓગસ્ટના રોજ છોટા ઉદેપુરમાં કૂતરાના કરડવાથી 3 વર્ષના માસૂમ વંશનું મૃત્યુ થયું હતું. 5 જૂનના રોજ મહેસાણાના ખેરાલુમાં 44 વર્ષની મહિલાનું રેબીઝના કારણે મૃત્યુ થયું હતું. 13 મેના રોજ અમદાવાદના હાથીજણમાં એક પાલતુ કૂતરાએ પરિવારના સભ્યોની સામે 4 મહિનાના માસૂમ બાળકને કરડીને મારી નાખ્યો હતો. આવા ઘણા બધા કિસ્સાઓ છે જે હવે ગભરાટનું કારણ બની ગયા છે.

અમદાવાદમાં પ્રાણીઓના કરડવાના 29,206 કેસ
અમદાવાદ શહેરની અસારવા સિવિલ હોસ્પિટલમાં વર્ષ 2023 થી મે 2025 દરમિયાન પ્રાણીઓના કરડવાના કુલ 29,206 કેસ નોંધાયા હતા. આનો અર્થ એ થયો કે દરરોજ સરેરાશ 33 દર્દીઓ ફક્ત સારવાર માટે આ હોસ્પિટલમાં પહોંચે છે. હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોશીના જણાવ્યા અનુસાર, અસારવા સિવિલ હોસ્પિટલમાં નોંધાયેલા પ્રાણીઓના કરડવાના લગભગ 95% કેસ કૂતરા કરડવાના છે. આમાં 17,789 પુરુષો, 5,696 મહિલાઓ અને 5,721 બાળકોનો સમાવેશ થાય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news