અનિલ અંબાણીને હાથ લાગ્યો 5260000000 રૂપિયાનો જેકપોટ, ક્યાં ફસાયેલા હતા રિલાયન્સના રૂપિયા?

Reliacne Infra Share Price: અનિલ અંબાણીની કંપની રિલાયન્સ ઇન્ફ્રાને એક કેસમાં મોટી જીત મળી છે. રિલાયન્સ ઇન્ફ્રાએ અરાવલી પાવર કંપની પ્રાઇવેટ લિમિટેડ સામે 526 કરોડ રૂપિયાનો આર્બિટ્રેશન એવોર્ડ જીત્યો છે.

અનિલ અંબાણીને હાથ લાગ્યો 5260000000 રૂપિયાનો જેકપોટ, ક્યાં ફસાયેલા હતા રિલાયન્સના રૂપિયા?

Aravali Power vs Reliacne Infra Case: રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર (Reliance Infra)એ અરાવલી પાવર કંપની પ્રાઇવેટ લિમિટેડ (APCPL) સામે 526 કરોડ રૂપિયાનો આર્બિટ્રેશન એવોર્ડ જીત્યો છે. આ કેસ કરાર ખોટી રીતે સમાપ્ત કરવા સાથે સંબંધિત છે. કંપની દ્વારા 13 ઓગસ્ટના રોજ જણાવવામાં આવ્યું કે, ત્રણ સભ્યોની આર્બિટ્રલ ટ્રિબ્યુનલે બહુમતીથી ચુકાદો આપ્યો છે. ચુકાદામાં કહેવામાં આવ્યું છે કે, અરાવલી પાવર કંપની પ્રાઇવેટ લિમિટેડ (APCPL) દ્વારા કરાર સમાપ્ત કરવો ગેરકાયદેસર અને ખોટો હતો. કમિટીએ રિલાયન્સ ઇન્ફ્રાના નુકસાન અને ખર્ચના દાવાને આંશિક રીતે મંજૂરી આપી.

રિલાયન્સ આ રૂપિયાથી કરશે એક્સપેન્શન
રિલાયન્સ ઇન્ફ્રાને 526.23 કરોડ રૂપિયાનો આર્બિટ્રેશન એવોર્ડ મળ્યો છે. આ રકમમાં વ્યાજના રૂપિયા પણ શામેલ છે. રિલાયન્સે 2018 માં APCPL દ્વારા કરાર ખોટી રીતે સમાપ્ત કરવા સામે આર્બિટ્રેશન શરૂ કર્યું હતું. આ એવોર્ડથી મળેલા રૂપિયાનો ઉપયોગ રિલાયન્સ ઇન્ફ્રા તેના વ્યવસાયને એક્સપેન્શન કરવા માટે કરશે.

દિલ્હી હાઈકોર્ટે માંગ્યો હતો  જવા
બીજી તરફ અરાવલી પાવર (Aravali Power)એ પણ રિલાયન્સ ઇન્ફ્રા સામે આર્બિટેશનમાં જીતી મેળવી હતી. ગયા વર્ષે ડિસેમ્બરમાં તેને 600 કરોડ રૂપિયાનો આર્બિટેશન એવોર્ડ મળ્યો હતો. આ કેસમાં દિલ્હી હાઈકોર્ટે 1 જુલાઈના રોજ રિલાયન્સ ઇન્ફ્રા પાસેથી જવાબ માંગ્યો હતો. અરાવલી પાવરે 2018માં કરાર તોડવાનો આરોપ લગાવતી નોટિસ જાહેર કરી અને આર્બિટેશન પ્રક્રિયા શરૂ કરી હતી.

સુપ્રીમ કોર્ટ દ્વારા ત્રણ સભ્યોની આર્બિટેશન સમિતિની નિમણૂક કરવામાં આવી હતી. આ સમિતિએ અરાવલી પાવરને 419 કરોડ રૂપિયાની મૂળ રકમ, 5 કરોડ રૂપિયાનો ખર્ચ અને 149 કરોડ રૂપિયાનું વ્યાજ ચૂકવવા કહ્યું હતું. આ સાથે આગામી સમયમાં ચુકવણી ન થાય ત્યાં સુધી વ્યાજ ઉમેરવાનું પણ કહેવામાં આવ્યું હતું. આ કેસથી બન્ને કંપનીઓ વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા વિવાદનો પર્દાફાશ થયો છે. રિલાયન્સ ઇન્ફ્રા આ જીત સાથે પોતાની સ્થિતિ મજબૂત બનાવશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news