શું અમદાવાદની ભૌગોલિક, સામાજિક ઓળખ બદલાઈ રહી છે? જાણો કેમ ઉઠ્યો આ સવાલ

Ahmedabad News: અમદાવાદના એલિસબ્રિજથી ધારાસભ્ય અમિત શાહના એક પત્ર બાદ અશાંતધારાનો મામલો ચર્ચામાં છે. ભાજપના ધારાસભ્યએ આરોપ લગાવ્યો કે હિંદુ વિસ્તારમાં ભૌગોલિક પરિસ્થિતિ બદલાવા લાગી છે. ત્યારે શું છે આ સમગ્ર મામલો... તમે પણ જાણો....

શું અમદાવાદની ભૌગોલિક, સામાજિક ઓળખ બદલાઈ રહી છે? જાણો કેમ ઉઠ્યો આ સવાલ

ગૌરવ પટેલ, અમદાવાદઃ અમદાવાદના અનેક વિસ્તારોમાં અશાંતધારો લાગુ છે પરંતુ આ કાયદાનો અમલ માત્ર નામનો જ થઈ રહ્યો છે...આશ્રમ રોડને જુહાપુરા બનાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. હિન્દુ વિસ્તારની ભૌગોલિક પરિસ્થિતિ બદલાવા લાગી છે અને એક બાદ એક હિન્દુ વિસ્તારોને ટાર્ગેટ બનાવાઈ રહ્યા છે. એલિસબ્રિજના ધારાસભ્ય અમિત શાહના પત્રથી હાહાકાર મચ્યો છે અને તંત્ર દોડતું થઈ ગયું છે...શું છે સમગ્ર મામલો?...જુઓ આ અહેવાલમાં....

અમદાવાદ, ગુજરાતનું હૃદય અને ભારતનું પ્રથમ હેરિટેજ સિટી. પરંતુ આ શહેરની ઐતિહાસિક ઓળખ શું હવે બદલાઈ રહી છે?...પાલડી વિસ્તારમાં ઉભો થયેલો એક વિવાદ આજે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. એલિસબ્રિજના ધારાસભ્ય અને શહેર ભાજપના પૂર્વ પ્રમુખ અમિત શાહે ગંભીર આરોપો લગાવ્યા છે કે પાલડીના હિન્દુ બહુમતીવાળા વિસ્તારોમાં લઘુમતી સમુદાય દ્વારા ભૌગોલિક ફેરફારનો પ્રયાસ થઈ રહ્યો છે. 

શહેરની ઐતિહાસિક ઓળખ શું હવે બદલાઈ રહી છે?
અમિત શાહનો આરોપ છે કે પાલડીની નૂતન સર્વોદય સોસાયટીમાં અશાંતધારા નિયમોનું ઉલ્લંઘન કરીને બે બંગલા જોડીને એક બંગલો બનાવવામાં આવ્યો. આ બંગલામાં ગેરકાયદે બાંધકામ થયું, અને આવા કૃત્યો શહેરના અન્ય વિસ્તારોમાં પણ થઈ રહ્યા છે. શું આ સુનિયોજિત રીતે હિન્દુ વિસ્તારોની ભૂગોળ બદલવાનો પ્રયાસ છે?.

શું સુનિયોજિત રીતે હિન્દુ વિસ્તારોની ભૂગોળ બદલવાનો પ્રયાસ છે?
અમિત શાહે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને આ મુદ્દે કડક કાર્યવાહીની માગણી કરી છે. તેમના પત્ર બાદ અમદાવાદ મહાનગરપાલિકા હરકતમાં આવી અને ગેરકાયદે બાંધકામ તોડી પાડવામાં આવ્યું. પરંતુ સવાલ એ છે કે તંત્ર આવા પત્રો બાદ જ કેમ જાગે છે?  

તંત્ર આવા પત્રો બાદ જ કેમ જાગે છે?  
પાલડી, આશ્રમ રોડ જેવા વિસ્તારો, જે અમદાવાદની શાન ગણાતા હતા, ત્યાં હવે લઘુમતી સમુદાયની વધતી વસ્તી અને ગેરકાયદે બાંધકામોને કારણે હિન્દુઓ પલાયન કરી રહ્યા હોવાના આરોપો ઉઠી રહ્યા છે. અશાંતધારા કાયદાનો અમલ ન થવાનો આરોપ પણ ધારાસભ્યએ લગાવ્યો છે.  

શું અમદાવાદની ભૌગોલિક અને સામાજિક ઓળખ ખરેખર બદલાઈ રહી છે? શું તંત્રની નિષ્ક્રિયતા આ મુદ્દાને વધુ ગંભીર બનાવી રહી છે? અમિત શાહે માગણી કરી છે કે જ્યાં પણ ગેરકાયદે બાંધકામો થયા હોય, તેને તાત્કાલિક દૂર કરવામાં આવે.  

શું અમદાવાદની ભૌગોલિક, સામાજિક ઓળખ બદલાઈ રહી છે? 
શું તંત્રની નિષ્ક્રિયતા આ મુદ્દાને વધુ ગંભીર બનાવી રહી છે?

અમદાવાદનો 614 વર્ષનો ગરવો ઇતિહાસ આજે નવા પડકારોનો સામનો કરી રહ્યો છે. પાલડીનો આ વિવાદ શું માત્ર એક ઘટના છે, કે પછી શહેરની બદલાતી તસવીરનો સંકેત? આ મુદ્દે તંત્ર કેવી કાર્યવાહી કરે છે, તેના પર સૌની નજર છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news