બેન્ક ગ્રાહકોને મોટો ઝટકો! ICICI બેન્ક બાદ હવે HDFCએ પણ બદલ્યો નિયમ, હવે ખાતામાં આટલા રૂપિયા રાખવા જરૂરી
ICICI Bank Minimum Balance: ICICI બેન્ક બાદ હવે HDFC બેન્કે પણ મિનિમમ બેલેન્સના નિયમમાં બદલાવ કર્યો છે. મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, હવે HDFCના ખાતાધારકોને નવા એકાઉન્ટમાં 25000 રૂપિયાનું બેલેન્સ રાખવું જરૂરી રહેશે.
Trending Photos
HDFC Bank Latest Rule: ICICI બેન્કે તેના નવા ખાતાધારકો માટે મિનિમમ બેલેન્સ લિમિટ વધારીને 50,000 રૂપિયા કરી છે. તેને હજુ થોડા જ દિવસ થયા છે. ત્યાં હવે સમાચાર આવી રહ્યા છે કે HDFC બેન્કે પણ બચત ખાતામાં મિનિમમ બેલેન્સ મર્યાદા વધારી દીધી છે. પ્રાઈવેટ સેક્ટરની સૌથી મોટી બેન્ક દ્વારા આ પ્રાઈવેટ સેક્ટરની દિગ્ગજ બેન્ક દ્વારા લેવામાં આવેલા પગલા પછી આવ્યું છે. મની કંટ્રોલમાં પ્રકાશિત થયેલા સમાચાર અનુસાર, 1 ઓગસ્ટ 2025થી મેટ્રો અથવા અર્બન સિટીમાં નવું બચત ખાતું ખોલનારા ગ્રાહકોએ તેમના ખાતામાં ઓછામાં ઓછું 25,000 રૂપિયાનું સરેરાશ બેલેન્સ રાખવું જરૂરી રહેશે.
મિનિમમ બેલેન્સ ન રાખવા બદલ વસૂલવામાં આવશે દંડ
અત્યાર સુધીના અપડેટ મુજબ, HDFC બેન્ક ખાતામાં આ લિમિટ 10,000 રૂપિયા હતી. હવે તે બમણી થઈ ગઈ છે. આ ફેરફાર ફક્ત 1 ઓગસ્ટ 2025થી માત્ર નવા ખાતાધારકો માટે જ લાગુ થશે. રિપોર્ટ અનુસાર, એવા ગ્રાહકો જેમનું પહેલાથી HDFC બેન્કમાં બચત ખાતું છે. તેમના પર જુના નિયમો જ લાગુ રહેશે. જે લોકો ઓગસ્ટ અથવા ત્યારબાદ ખાતું ખોલાવશે, તેમના માટે સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, જો તેઓ નવા નિયમો મુજબ મિનિમમ બેલેન્સ જાળવી રાખવામાં અસમર્થ રહેશે, તો તેમની પાસેથી દંડ વસૂલવામાં આવશે.
25000 રૂપિયાનું સરેરાશ બેલેન્સ મેન્ટેન કરવું જરૂરી
નવી શરતો અનુસાર, ગ્રાહકે પોતાના એકાઉન્ટમાં સતત 25,000 રૂપિયાનું સરેરાશ બેલેન્સ મેન્ટેન કરવું પડશે. જો કોઈપણ મહિનામાં સરેરાશ બેલેન્સ ઘટશે, તો બેન્ક દ્વારા દંડ લાદવામાં આવશે. શહેરી અને મેટ્રો શહેરોમાં આ દંડ ઓછી થયેલી રકમના 6% અથવા 600 રૂપિયા, જે પણ ઓછું હશે. બેન્ક દ્વારા કરવામાં આવેલા આ ફેરફાર પહેલાં HDFC બેન્કમાં મિનિમમ સરેરાશ બેલેન્સ મર્યાદા નીચે મુજબ હતી-
> શહેરી બ્રાન્ચ માટે 10,000 રૂપિયા
> સેબી શહેરી બ્રાન્ચ માટે 5,000 રૂપિયા (માસિક સરેરાશ)
> ગ્રામીણ બ્રાન્ચ માટે 2,500 રૂપિયા (ત્રિમાસિક સરેરાશ)
અહીં નથી બદલવામાં આવી મિનિમમ બેલેન્સની શરતો
અર્ધ-શહેરી અને ગ્રામીણ વિસ્તારો માટે મિનિમમ બેલેન્સની આ શરત હજુ સુધી બદલવામાં આવી નથી. આ ફેરફાર માત્ર મેટ્રો અને શહેરી વિસ્તારોમાં ખોલવામાં આવનાર એકાઉન્ટ પર જ લાગુ થશે. HDFC બેન્ક તરફથી 'ક્લાસિક' ગ્રાહકો માટે અલગ-અલગ શરતો નક્કી કરવામાં આવે છે. 'ક્લાસિક' ગ્રાહકો માટે બચત ખાતામાં દર મહિને સરેરાશ 1 લાખ રૂપિયાનું બેલેન્સ હોવું જરૂરી છે. આ ઉપરાંત કરંટ એકાઉન્ટ (current account)માં દર ત્રિમાસિક સરેરાશ 2 લાખ રૂપિયાનું બેલેન્સ રાખવું પડશે. સેલરીડ ગ્રાહક હોવા પર તમારા HDFC બેન્કના કોર્પોરેટ સેલેરી ખાતામાં દર મહિને 1 લાખ રૂપિયા કે તેથી વધુ પગાર આવવો જોઈએ.
ICICI બેન્કે 1 ઓગસ્ટથી લાગૂ કર્યો નિયમ
ICICI બેન્ક દ્વારા પણ હાલમાં જ મિનિમમ સરેરાશ બેલેન્સ (MAB)ની શરતોમાં ફેરફાર કર્યો છે. ICICI બેન્કમાં પણ આ બદલાવ 1 ઓગસ્ટ 2025થી લાગુ થશે. 1 ઓગસ્ટથી મેટ્રો અને શહેરી બ્રાન્ચમાં નવું બચત ખાતું ખોલાવનાર ગ્રાહકોને તેમના એકાઉન્ટમાં 50,000 રૂપિયાનું મિનિમમ સરેરાશ બેલેન્સ જાળવી રાખવું પડશે. આ અગાઉની 10,000 રૂપિયાની લિમિટથી પાંચ ગણું વધારે છે. બેન્કે અર્ધ-શહેરી સિટીની બ્રાન્ચ માટે મિનિમમ સરેરાશ બેલેન્સ (MAB) વધારીને 25,000 રૂપિયા કરી દીધું છે. ગ્રામીણ વિસ્તારો માટે તે 10,000 રૂપિયા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે