સહકારી બેંકોમાં 1045 ચેરમેનો-ડિરેક્ટરો નિયમ વિરુદ્ધના, શક્તિસિંહે કહ્યુ- બધાને હટાવવામાં આવે

ગુજરાતમાં ચાલી રહેલી સહકારી બેંકોમાં નિયમ વિરુદ્ધ અનેક લોકો પદ પર રહેલા છે. રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલે આ તમામને પદ પરથી દૂર કરવાની માગ કરી છે.

 સહકારી બેંકોમાં 1045 ચેરમેનો-ડિરેક્ટરો નિયમ વિરુદ્ધના, શક્તિસિંહે કહ્યુ- બધાને હટાવવામાં આવે

અમદાવાદઃ  રાજ્યસભા સાંસદ અને કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલે કહ્યું કે ગુજરાતની સહકારી બેંકોમાં 1045 ચેરમેન-ડિરેક્ટરો રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના નિયમ વિરુદ્ધના છે. રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલે સંસદમાં નિયમ વિરુદ્ધ સત્તામાં રહેલા સભ્યો અંગે સવાલ કર્યો હતો. ત્યારબાદ રાજ્યસભામાં કેન્દ્રના નાણાવિભાગે લેખિતમાં જવાબ આપ્યો છે.

ગુજરાતમાં ADC, GSC સહિતની મુખ્ય 16 સહકારી સંસ્થાઓના 169 ડિરોક્ટરો નિયમ વિરુદ્ધ પોતાના પદ પર છે. અન્ય 145 સહકારી બેંકોના 876 ચેરમેન-ડિરેક્ટરો પણ ખોટી રીતે પોતાના પદ પર છે. રિઝર્વ બેંકના નિયમ પ્રમાણે 8 વર્ષથી વધુ એક વ્યક્તિ કોઈ સહકારી બેંકમાં ચેરમેન-ડિરેક્ટર તરીકે રહી ન શકે. 

નિયમ વિરુદ્ધના પદ પર રહેલા લોકોને હટાવવામાં આવેઃ શક્તિસિંહ ગોહિલ
ગુજરાતની સહકારી બેંકોમાં આરબીઆઈના નિયમ વિરુદ્ધ પદ પર રહેલા ચેરમેન-ડિરેક્ટરોને હટાવવાની માંગ શક્તિસિંહ ગોહિલે કરી છે. રાજ્યસભાના સાંસદે કહ્યુ કે સહકારી બેંકોમાં પારદર્શિતા માટે રિઝર્વ બેંક દ્વારા કાયદામાં સુધારો કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યુ કે ભાજપના સભ્યો માટે અને અન્ય લોકો માટે કાયદો અલગ-અલગ છે. કાયદાની જોગવાઈ મુજબ આઠ વર્ષ કરતા વધુ સમયથી પદ પર રહેલા લોકોને દૂર કરવા જોઈએ. 

શક્તિસિંહ ગોહિલે વધુમાં જણાવ્યું કે રિઝર્વ બેંક અને સરકારની જવાબદારી કાયદાનું પાલન કરાવવાનું છે. તેમણે કહ્યું કે ADC બેંક સ્ટે લઈને બેઠી છે. આ કેસમાં કેન્દ્ર સરકાર પાર્ટી બને તે જરૂરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news