વરસાદની રાહ ખતમ, આવશે અતિભારે! અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની આગાહી
Gujarat Weather: ગુજરાતમાં રાહ જોવળાવ્યા બાદ મેઘરાજા પધરામણી કરવા તૈયાર છે. હવામાન વિભાગ સહિત અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીએ ગુજરાતમાં વરસાદના નવા રાઉન્ડની આગાહી કરી છે.
Trending Photos
Gujarat Rain: ગુજરાતમાં લાંબા સમયથી મેઘરાજાએ વિરામ લીધો છે...ચોમાસામાં વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતા વધી છે...ખેતરમાં લહેરાતો પાક પાણી વગર સુકાવા લાગ્યો છે...અન્નદાતા વરસાદની ચાતક નજરે વાટ જોઈ રહ્યો છે...ત્યાં ખેડૂતો માટે આનંદના સમાચાર અંબાલાલ પટેલે આપ્યા છે...આગાહીકાર પરેશ ગોસ્વામીએ પણ વરસાદની મોટી આગાહી કરી છે...શું છે આ આગાહી?...જુઓ આ અહેવાલમાં....
ગુજરાતમાં મેઘરાજાએ લાંબો વિરામ લીધો છે, જેના કારણે ખેડૂતોની ચિંતા ચરમસીમાએ છે. અગાઉના અવિરત વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી, પરંતુ હવે સૂકા પવનો અને ખેંચાયેલા વરસાદે પાકને સૂકવી નાખ્યો છે. પરંતુ, ખેડૂતો માટે આનંદના સમાચાર છે...
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. આગામી 48 કલાકમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદનું આગમન થશે. 17 ઓગસ્ટથી બંગાળની ખાડીમાં બનેલી મજબૂત સાયક્લોનિક સિસ્ટમ ગુજરાત તરફ આગળ વધશે, જેના કારણે દક્ષિણ ગુજરાતના ડાંગ, વલસાડ, ભરૂચ અને જંબુસરમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. આ વિસ્તારોમાં 8થી 10 ઈંચ સુધી વરસાદ વરસી શકે છે.
શું કરી અંબાલાલે આગાહી?
ડાંગ, વલસાડ, ભરૂચ, જંબુસરમાં અતિભારે વરસાદની શક્યતા
દક્ષિણ ગુજરાતમાં 8થી 10 ઈંચ સુધી વરસાદ વરસી શકે છે
હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ પણ આગાહી કરી છે કે 16થી 22 ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં 5થી 10 ઈંચ, જ્યારે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં 3થી 6 ઈંચ વરસાદની શક્યતા છે. બંગાળની ખાડીમાં રચાયેલી સિસ્ટમ હાલ સાયક્લોનિક સર્ક્યુલેશનના સ્વરૂપમાં છે, જે મહારાષ્ટ્રના કાંઠે પહોંચીને વધુ મજબૂત બનશે અને ગુજરાતમાં ભારે વરસાદ લાવશે.
શું કરી પરેશ ગોસ્વામીએ આગાહી?
16થી 22 ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં 5થી 10 ઈંચ વરસાદ
ઉત્તર અને મધ્ય ગુજરાતમાં 3થી 6 ઈંચ વરસાદની શક્યતા
આ આગાહીઓએ ખેડૂતોમાં આશાનું કિરણ જગાવ્યું છે. સૂકાતા પાકને હવે નવું જીવન મળવાની આશા છે. પરંતુ, ગાજવીજ સાથેનો વરસાદ પણ પડકારો લાવી શકે છે, જેના માટે ખેડૂતો અને વહીવટી તંત્રને તૈયાર રહેવું પડશે
ગુજરાતમાં મેઘરાજાનું આગમન ખેડૂતો માટે આશીર્વાદ બની રહેશે, પરંતુ ભારે વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને સાવચેતી પણ જરૂરી છે. અમારી ટીમ આગામી દિવસોમાં હવામાનની દરેક અપડેટ તમારા સુધી પહોંચાડતી રહેશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે